Tripushkar Yog 2026: કેટલાક ખાસ યોગ એવા હોય છે, જે જીવનમાં સકારાત્મક પરિવર્તન લઈને આવે છે. આવો જ એક 'ત્રિપુષ્કર યોગ' છે. સમયાંતરે તિથિ, વાર અને નક્ષત્રના સંયોગથી સર્જાતા 'ત્રિપુષ્કર યોગ'માં કરવામાં આવેલા કોઈ પણ કામનું ત્રણ ગણું ફળ મળે છે.
આગામી 11 જુલાઈ, 2026ના રોજ સવારે 11:03 કલાકે ત્રિપુષ્કર યોગ બનવા જઈ રહ્યો છે. જેની ઊંડી અસર રાશિચક્રની તમામ રાશિઓ પર પડશે. જો કે 12 પૈકી 3 રાશિના જાતકોના જીવનમાં ત્રિપુષ્કર યોગ ચમત્કાર કરશે.
આ પણ વાંચો
- મિથુન (Gemini Rashifal): ત્રિપુષ્કર યોગના પ્રતાપે ભાગ્યનો સાથ મળતા તમે એક પછી એક લક્ષ્યાંકો સિદ્ધ કરી શકશો. દામ્પત્યજીવનમાં મધુરતા જળવાશે. આર્થિક સ્થિતિ સદ્ધર થતાં જૂના દેવામાંથી મુક્તિ મળશે. જૂના રોકાણ પર સારું વળતર મેળવી શકશો. સમાજમાં માન-પ્રતિષ્ઠા વધશે.
- તુલા (Libra Rashifal): તમારી વાણીનો પ્રભાવ વધવાથી અનેક સમસ્યાનો નીવેડો આવશે. ચાલુ નોકરીમાં પ્રમોશન થઈ શકે છે.કોર્ટ કાર્યવાહીમાં ફાયદો થતો જણાશે
વિદ્યાર્થીઓ માટે અભ્યાસમાં સફળતા અને લાભકારક સમય રહે. ચિંતાઓના ભારણથી મુક્ત થઈ હળવાશ અનુભવાશે. રોગપ્રતિકારક ક્ષમતા વધશે - ધન (Sagittarius Rashifal): જાતકોને મનનો ભાર ધીમે-ધીમે હળવો થતો જણાય. ભાગીદારો અને સહકર્મીઓના સબંધોમાં મજબૂતાઈ આવશે. આર્થિક અને વ્યવસાયિક લાભ થવાથી ઉત્સાહ બેવડાશે.નિરાશાના વાદળો વિખેરાઈ જતા જણાશે. લગ્નસુખ માટે ઈચ્છાપૂર્તિ થાય.
Disclaimer: આ લેખમાં સમાવિષ્ટ કોઈપણ માહિતી/સામગ્રી/ગણતરીની ચોકસાઈ અથવા વિશ્વસનીયતાની ખાતરી આપવામાં આવતી નથી. આ માહિતી વિવિધ માધ્યમો / જ્યોતિષીઓ / પંચાંગો / પ્રવચનો / માન્યતાઓ / શાસ્ત્રોમાંથી એકત્રિત કરીને તમારા સુધી લાવવામાં આવી છે. અમારો હેતુ માત્ર માહિતી પ્રસારિત કરવાનો છે, તેના વપરાશકર્તાઓએ તેને માત્ર માહિતી તરીકે લેવી જોઈએ. વધુમાં, વપરાશકર્તા પોતે તેના કોઈપણ ઉપયોગ માટે જવાબદાર રહેશે. ગુજરાતી જાગરણ આની પુષ્ટિ કરતુ નથી. તમારો અભિપ્રાય અમને gujaratijagran@jagrannewmedia.com પર મોકલી શકો છો.
