Akshaya Tritiya 2026: અક્ષય તૃતીયા નિમિત્તે આ 5 મોટા રાજયોગ, આ રાશીના જાતકોનો 'સુવર્ણ યુગ' શરૂ થશે

આ દિવસે કામ, દાન, પૂજા અથવા રોકાણ કરવાથી ફળ ક્યારેય ઓછું રહેતુ નથી. પણ સતત ફળ વધતુ રહે છે

By: Nilesh ZinzuwadiaEdited By:Nilesh ZinzuwadiaPublish Date: Wed, 15 Apr 2026 06:10 PM (IST)Updated: Wed, 15 Apr 2026 06:10 PM (IST)
akshaya-tritiya-2026-rashifal-lucky-signs-date-shubh-muhurat-rajyog-gajkesari-yog

Akshaya Tritiya 2026: અક્ષય તૃતીયા એ હિન્દુ ધર્મનો એક ખૂબ જ શુભ તથા પવિત્ર દિવસ માનવામાં આવે છે. તે દર વર્ષ વૈશાખ મહિનાના શુક્લ પક્ષની ત્રીજના દિવસે આવે છે. આ દિવસે કોઈ જ પણ પ્રકારના મુહૂર્તને જોયા વગર ગમે ત્યારે પણ શુભ કાર્ય કરી શકાય છે. 'અક્ષય'નો અર્થ થાય છે ક્યારે નહીં ખુટનાર. માન્યતા પ્રમાણે આ દિવસને ખુબ જ શુભ માનવામાં આવે છે. આ દિવસે કામ, દાન, પૂજા અથવા રોકાણ કરવાથી ફળ ક્યારેય ઓછું રહેતુ નથી. પણ સતત ફળ વધતુ રહે છે.

આ વખતે અક્ષય તૃતીયા 19મી એપ્રિલના રોજ ઉજવવામાં આવશે. આ દિવસે સોના અને ચાંદીની ખરીદી કરવી ખુબ જ શુભ માનવામાં આવે છે. આ વખતે અક્ષય તૃતીયાના દિવસે અનેક દુર્લભ સંયોગ આવી રહ્યા છે.

અક્ષય તૃતીયાના દિવસે ગુરુ-ચંદ્રમા એક જ રાશીમાં આવશે, જેથી ગજકેસરી રાજયોગ બનશે. આ દિવસે ત્રિપુષ્કર રાજયોગ, આયુષ્માન રાજયોગ, માલવ્ય રાજયોગ અને શશ રાજયોગનું નિર્માણ થશે. અક્ષય તૃતીયા નિમિત્તે આ રાજયોગ બનવાથી અનેક રાશીઓનો ગોલ્ડન ટાઈમ શરૂ થશે.

મેષ રાશી
અક્ષય તૃતીયા તમારા માટે સારા સંકેતને લઈ આવી શકે છે. જમીન-દોલત સાથે સંકળાયેલ અનેક ફાયદા મળી શકે છે. નોકરી અથવા કરિયરમાં પણ સકારાત્મક દબાણ જોવા મળી શકશે.

વૃષભ રાશી
વૃષક્ષ રાશી આ રાશીના લોકો માટે આર્થિક બાબતોમાં સુધારો કરવાના યોગ છે. પહેલાથી અટકી પડેલા પૈસા પરત મળી શકે છે. જેથી રાહત મળશે. રોકાણ કરનારાને પણ લાભ મળવાની શક્યતા છે. સમાજમાં તમારી ઓળખ અને સન્માન વધી શકે છે. સિંહ ર

સિંહ રાશી
સિંહ રાશીના જાતકો માટે આ સમય ખુશીઓ લઈને આવી શકે છે. કોઈ સારા સમાચાર મળી શકે છે અને લાંબા સમયથી જે ઈચ્છા અધુરી રહી હતી તે પૂરી થઈ શકે છે. કરિયરમાં સારી તક મળશે અને પરિવાર સાથે સમય વિતાવવાની તક મળશે.

વૃશ્ચિક રાશી
વૃશ્ચિક રાશીના જાતકો માટે આ સમય રાહતભર્યાં રહેશે. ઘર-પરિવારમાં ખુશીનો માહોલ રહેશે. વ્યાપાર કરનારાઓને માટે સારા સમાચાર મળશે. આ સાથે જ બચત વધવાના સંકેત છે તથા સ્વાસ્થ પણ વધારે સારું રહેશે.

મીન રાશી
મીન રાશી ધરાવનારના અધૂરા રહેલા કાર્યો પૂરા થવાના યોગ બનવા જઈ રહ્યા છે. માનસિક સારી રીતે મજબૂતીનો અહેસાસ કરી શકસો. ઓચિંતા જ ધન લાભ મળી શકે છે. જે લોકો નવા કામ શરૂ કરવા ઈચ્છે છે તેઓ આ સમયે યોગ્ય દિશા મળી શકે છે.