Karwa Chauth 2023 Rules For Unmarried Girl: હિન્દુ ધર્મમાં કરવા ચોથનું વ્રત ખૂબ મહત્વપૂર્ણ માનવામાં આવે છે. પરિણિત સ્ત્રીઓ પોતાના પતિના લાંબા આયુષ્ય માટે કરવા ચોથના દિવસે નિર્જળા ઉપવાસ રાખી વ્રત કરતી હોય છે. જે સ્ત્રીઓના લગ્ન નક્કી થઈ ગયા છે તેમણે પણ કરવા ચોથનું વ્રત કરવું જોઈએ. તેનાથી આવનારું લગ્નજીવન સુખમય પસાર થાય છે. પરંતુ કુંવારી યુવતીઓ માટે વ્રતના નિયમો થોડા જૂદા હોય છે આવો જાણીએ.
કુંવારી કન્યા માટે કરવા ચોથના નિયમો
- કુંવારી કન્યાઓએ પરિણિત સ્ત્રીઓની જેમ નિર્જળા ઉપવાસ ન રાખવા જોઈએ.
- કુંવારી કન્યાઓએ આ દિવસે નવા કપડા પહેરી સામાન્ય શ્રૃગાંર કરવો જોઈએ
- કુંવારી કન્યાઓએ આ દિવસે મહેંદી અવશ્ય મૂકવી જોઈએ.
- યુવતીઓએ આ દિવસે માતા પાર્વતી અને શિવજીની પૂજા કરવી જોઈએ.
- સાંજના સમયે અર્ઘ્ય આપીને પોતાનું વ્રત ખોલી શકાય છે.
- કુંવારી કન્યાઓએ આ દિવસે સુહાગની વસ્તુઓ દાન ન કરવી જોઈએ.
- કુંવારી સ્ત્રીઓએ આ દિવસે તારા જોવા માટે ચાળણીનો ઉપયોગ ન કરવો જોઈએ.
કરવા ચોથ 2023 તારીખ
કારતક મહિનાના કૃષ્ણ પક્ષની ચતુર્થી તિથિ 31 ઓક્ટોબર 2023ના રોજ રાત્રે 9.30 વાગ્યે શરૂ થશે અને આ તારીખ 1લી નવેમ્બર 2023ના રોજ રાત્રે 9.19 વાગ્યે સમાપ્ત થશે. આવી સ્થિતિમાં, ઉદયા તિથિના કારણે, 1 નવેમ્બર 2023, બુધવારે કરવા ચોથનું વ્રત રાખવું યોગ્ય રહેશે.
Disclaimer: આ લેખમાં સમાવિષ્ટ કોઈપણ માહિતી/સામગ્રી/ગણતરીની ચોકસાઈ અથવા વિશ્વસનીયતાની ખાતરી આપવામાં આવતી નથી. આ માહિતી વિવિધ માધ્યમો / જ્યોતિષીઓ / પંચાંગો / પ્રવચનો / માન્યતાઓ/શાસ્ત્રોમાંથી એકત્રિત કરીને તમારા સુધી લાવવામાં આવી છે. અમારો હેતુ માત્ર માહિતી પ્રસારિત કરવાનો છે, તેના વપરાશકર્તાઓએ તેને માત્ર માહિતી તરીકે લેવી જોઈએ. વધુમાં, વપરાશકર્તા પોતે તેના કોઈપણ ઉપયોગ માટે જવાબદાર રહેશે. ગુજરાતી જાગરણ આની પુષ્ટિ કરતું નથી.
ઝડપી અને વિશ્વસનીય સમાચારો માટે ડાઉનલોડ કરો ગુજરાતી જાગરણની ન્યૂઝ એપ.
