Karwa Chauth 2023 Date And Time: હિન્દુ ધર્મમાં કરવા ચોથનો તહેવાર ખૂબ જ મહત્વપૂર્ણ છે. કાર્તિક મહિનાની કૃષ્ણ પક્ષની ચતુર્થી તિથિએ આ વ્રત કરવામાં આવે છે. કરવા ચોથના દિવસે પરિણિત સ્ત્રીઓ પોતાના પતિના લાંબા આયુષ્ય આયુષ્ય તેમજ સુખી વૈવાહિક જીવનની કામના માટે નિર્જળા વ્રત રાખે છે. આ વ્રતમાં ચંદ્રની પૂજા અને અર્ઘ્ય આપવું જરુરી છે અને ચાળણીમાં પતિનો ચહેરો જોવાનો હોય છે. આ સિવાય કરવા ચોથનું વ્રત પૂરું થતું નથી. આવો જાણીએ આ વર્ષે કરવા ચોથ ક્યારે છે. પૂજાનું મુહૂર્ત અને પારણાનો યોગ્ય સમય.
કરવા ચોથ તારીખ
ચતુર્થી તિથિ 31 ઓક્ટોબર 2023ના રોજ રાતે 9.30 વાગે શરુ થશે અને 1 નવેમ્બર બુધવારે રાતે 9.19એ પુરી થશે. ઉદયાતિથિ મુજબ 1 નવેમ્બર 2023ના રોજ કરવા ચોથ ઉજવાશે.
કરવા ચોથ પૂજા શુભ મુહૂર્ત
સાંજે 5.06થી 6.54
કરવા ચોથ ચંદ્ર પૂજન અને અર્ધ્યનો સમય
રાતે 8.15
કરવા ચોથ પારણા સમય
ચંદ્રના દર્શન કરી ચાળણીમાં પતિનો ચહેરો જોઈ રાતે 8.15 વાગે પારણા કરી શકો છો.
ત્રણ શુભ યોગમાં કરવા ચોથ
આ દિવસ દરમિયાન સર્વાર્થ સિદ્ધિ યોગ, શિવ યોગ, પરિધ યોગમાં કરવા ચોથ ઉજવાશે. આ ત્રણેય યોગ ખૂબ શુભ ગણાય છે.
Disclaimer: આ લેખમાં સમાવિષ્ટ કોઈપણ માહિતી/સામગ્રી/ગણતરીની ચોકસાઈ અથવા વિશ્વસનીયતાની ખાતરી આપવામાં આવતી નથી. આ માહિતી વિવિધ માધ્યમો / જ્યોતિષીઓ / પંચાંગો / પ્રવચનો / માન્યતાઓ/શાસ્ત્રોમાંથી એકત્રિત કરીને તમારા સુધી લાવવામાં આવી છે. અમારો હેતુ માત્ર માહિતી પ્રસારિત કરવાનો છે, તેના વપરાશકર્તાઓએ તેને માત્ર માહિતી તરીકે લેવી જોઈએ. વધુમાં, વપરાશકર્તા પોતે તેના કોઈપણ ઉપયોગ માટે જવાબદાર રહેશે. ગુજરાતી જાગરણ આની પુષ્ટિ કરતું નથી.
ઝડપી અને વિશ્વસનીય સમાચારો માટે ડાઉનલોડ કરો ગુજરાતી જાગરણની ન્યૂઝ એપ.
