Shani Mahadasha: જો તમારી કુંડળીમાં કોઈ પણ પ્રકારની મહાદશા ચાલી રહી હોય, તો તમારું કોઈ પણ કામ થતા-થતાં રહી જશે. મહાદશા ચાલતી હોય, ત્યારે વ્યક્તિને સતત નિષ્ફળતા, આર્થિક નુક્સાન અને સ્વાસ્થ્ય સબંધિત સમસ્યાનો સામનો કરવો પડતો હોય છે. આ મહાદશાના કારણે કુંડળીમાં શનિની સાડા સાતીની અસર થવા લાગે છે. જ્યારે શનિ જન્મના ચંદ્રમાં પર ગોચર કરે છે, ત્યારે સાડા સાત વર્ષની સાડે સાતી શરૂ થાય છે.
જ્યારે શનિની મહાદશા અર્થાત શનિ દ્વારા શાસિત 19 વર્ષનો તબક્કો. જેનાથી જીવનમાં અનેક પ્રકારની નકારાત્મક અસર થઈ શકે છે. આ તબક્કામાં મોટાભાગે જીવનમાં અડચણો, કારકિર્દીમાં અસ્થિરતા, કુટુંબમાં કલેશ અથવા સ્વાસ્થ્ય સબંધિત સમસ્યા સાથે સંકળાયેલા હોઈ શકે છે. જો કે તમે કેટલાક સરળ જ્યોતિષ ઉપાયો અજમાવીને તમારા જીવનનમાં બદલાવ લાવી શકો છો અને શનિની કોઈ પણ દશામાંથી બહાર આવી શકો છો.
જાણીતા એસ્ટ્રોલૉજર પ્રદ્યુમન સૂરીના જણાવ્યા પ્રમાણે, શનિની મહાદશાની નકારાત્મક અસરથી બચવા માટે જીવનમાં કેટલીક શિસ્તનું પાલન કરવું જરૂરી છે. શનિ ગ્રહ કર્મ અને શિસ્તનો કારક હોય છે. આથી તમારા દરેક કાર્યમાં નિયમિતતા જાળવી રાખો.
જ્યારે કોઈ વ્યક્તિ પોતાના રોજિંદા જીવનમાં શિસ્ત અપનાવે, કોઈ પણ નિયમનું પાલન કરતો હોય કે જવાબદારીઓને બખૂબી નિભાવતો હોય તો શનિની કુદ્રષ્ટિથી બચવા સાથે જીવનમાં સકારાત્મક બદલાવ પણ આવે છે.
શનિની મહાદશાની અસરને ઓછી કરવા માટે તમારી અંદરના અહંકારને ત્યાગવો જરૂરી છે. શનિ ગ્રહ વિનમ્રતા અને સંતુલિત વ્યવહારનો પ્રતિક છે. આથી અહંકાર અર્થાત સ્વયંને સર્વશ્રેષ્ઠ સમજવાની પ્રવૃતિ શનિના દુષ્પ્રભાવને વધારી શકે છે. જો તમને એમ લાગતું હોય, તો દરેક કામ માત્ર તમે જ કરી શકો છો અથવા તમારી ક્ષમતા જ સર્વોપરી છે, તો આ અહંકારને ત્યાગવો જરૂરી છે.
અહંકારને ઓછો કરીને તમે તમારા જીવનમાં સકારાત્મક્તા લાવવામાં સફળ થશો. શનિની મહાદશાનો મુખ્ય ઉદ્દેશ્ય વ્યક્તિને વિનમ્રતા અને ધીરજનું મહત્ત્વ શીખવાડવાનો હોય છે. જેવા તમે અહંકારથી મુક્ત થઈને આગળ વધશે, તો સાથે જ તમારા જીવનમાં પરેશાનીઓ ધીમે-ધીમે ઓછી થવા લાગશે અને શનિના દુષ્પ્રભાવથી તમને મુક્તિ મળવા લાગશે.
જો તમારી કુંડળીમાં શનિની મહાદશા હોય, તો દરરોજ ओम शं शनैश्चराय नमः મંત્રનો જાપ કરવો અત્યંત લાભદાયી છે. આ મંત્રના નિયમિત જાપથી શનિ દેવની કૃપા પ્રાપ્ત થાય છે અને તેમની નકારાત્મક અસરોમાં પણ કમી આવે છે. આ મંત્રજાપ માત્ર અડચણો જ દૂર નહીં કરે પરંતુ માનસિક તણાવ પણ ઓછો કરે છે.
આ ઉપરાંત દર શનિવારે શનિ ચાલીસાનો પાઠ કરવો પણ શુભ માનવામાં આવે છે. જેનાથી જીવનની સમસ્યાઓનું સમાધાન મળે છે. શનિની ખરાબ અસરથી બચવા માટે શનિવારે વિશેષ પૂજા કરવી અસરકારક ઉપાય મનાય છે. આ દિવસે શનિની શિલા પર તેલ ચડાવવું અને પીપળાના ઝાડ નીચે દીપક પ્રગટાવવાથી શુભ ફળ પ્રાપ્ત થાય છે. આ કર્મ શનિ દેવને પ્રસન્ન કરવાની સાથે-સાથે વ્યક્તિને જીવનમાં પોઝિટિવ એનર્જી લાવવામાં પણ મદદરૂપ થાય છે. જો તમે અહીં જણાવેલા ઉપાયો અને નિયમોનું પાલન કરશો તો કુંડળીમાં શનિના કારણે થતા દુષ્પ્રભાવને દૂર કરવામાં મદદ મળશે.
