Smartphone Tips: આ સંકેત દેખાય તો સમજો તમારો સ્માર્ટફોન થઈ ચૂક્યો છે હેક, બચવા માટે બસ આટલું કરો

તમારા ફોનની હિસ્ટ્રીમાં દેખાતા અજાણ્યા કૉલ્સ, ટેક્સ્ટ મેસેજ અને ઈમેઈલને ઈગ્નોર કરવાની ભૂલ ક્યારેય ન કરશો.

By: Sanket ParekhEdited By:Sanket ParekhPublish Date: Fri, 01 Nov 2024 11:21 PM (IST)Updated: Fri, 01 Nov 2024 11:21 PM (IST)
if-you-see-this-sign-your-smartphone-has-been-hacked-just-do-this-to-save

Smartphone Tips સ્માર્ટફોન આજે આપણાં જીવનનો અગત્યનો હિસ્સો બની ગયા છે, પરંતુ તેને હક કરવા પણ એટલા જ સરળ છે. આપણાં ફોનમાં પર્સનલ ડિટેલ્સ, બેંક ખાતાની વિગતો, સોશિયલ મીડિયાના પાસવર્ડ સહિત અનેક અંગત વિગતો હોય છે. એવામાં સ્માર્ટફોન હેક થવાની કલ્પનાથી જ ધ્રુજારી છૂટી જાય છે. એવામાં જો તમને તમારા ફોનમાં આ 5 ફેરફાર દેખાય તો નક્કી તમારો સ્માર્ટફોન હેક થઈ રહ્યો છે. આ સાથે જ અમે કેટલીક એવી રીતો વિશે પણ જણાવીશું, જેનાથી તમે તમારા ફોનને હેકર્સથી સુરક્ષિત રાખી શકો છો.

તમારા ફોનની હિસ્ટ્રીમાં દેખાતા અજાણ્યા કૉલ્સ, ટેક્સ્ટ મેસેજ અને ઈમેઈલને જરાપણ નજરઅંદાજ ના કરશો. આ સંકેત છે કે, તમારી જાણ બહાર કોઈ તમારા ફોનનો ઉપયોગ કરી રહ્યું છે.

જો તમારો ડેટા અચાનક વધારે વપરાવવા લાગે અથવા તમારા ફોનનું બિલ અચાનક વધારે આવે, તો તમારા ફોનમાં માલવેયર બેકગ્રાઉન્ડમાં ચાલી રહ્યું હોય. જે તમારી જાણકારી ટ્રા્સફ કરી રહ્યો હોય અથવા પ્રીમિયમ સર્વિસનો ઉપયોગ કરતું હોય.

શું તમારો ફોન ખૂબ જ સ્લૉ વર્ક કરી રહ્યો છે અથવા ઘણી વખત ક્રેશ થઈ રહ્યો છે? તો કદાચ કોઈ હૈકર્સ તમારા ફોનનો દુરુપયોગ કરી રહ્યું હોય. જેના કારણે તમારા ફોનનું પર્ફોમન્સ સ્લો થઈ શકે છે અને ફોન વારંવાર શટડાઉન પણ થઈ શકે છે.

જો તમને તમારા ફોનમાં એવી કોઈ અજાણી વેબસાઈટ દેખાય, જેને તમે ક્યારે ડાઉનલોડ કરી તે યાદ નથી, તો તેવી એપ તમારા ડેટા ચોરી કરતી હોઈ શકે છે. જે તમારા ફોનને નુકસાન પણ પહોંચાડી શકે છે.

જો તમારા ફોનમાં સતત વણજોઈતા પૉપઅપ આવી રહ્યા હોય કે પછી અચાનક એડમાં વધારો જોવા મળતો હોય, તો તે એડવેરના ખતરાનો સંકેત છે.

ફોનને હૈકર્સથી કેવી રીતે બચાવવો

  • જો તમને ઉપરોક્ત કોઈ પણ સંકેત જણાય તો ગભરાયા વિના તમે તમારા ડિવાઈઝને હૈકર્સથી બચાવી શકો છો. આ માટે તમારા ફોનને ખોટા સૉફ્ટવેર માટે સ્કેન કરવા માટે સિક્યુરિટી એપનો ઉપયોગ કરો. મોટાભાગની એન્ટીવાઈરસ એપ ફ્રી ફોન સ્કેનની સુવિધા આપતી હોય છે.
  • જો તમને લાગે કે, તમારા મેઈલ, બેંકિંગ અને સોશિયલ મીડિયા તમારા ફોનથી એક્સેસ કરવામાં આવ્યા છે, તો તાત્કાલિક તમામના પાસવર્ડ બદલી નાંખો.
  • જો તમને તમારા ફોનમાં કોઈ અજાણી એપ્લિકેશન દેખાય, તો તાત્કાલિક તેને અનઈન્સ્ટોલ કરી દો.
  • આ ઉપરાંત જરૂર જણાય તો ફોનના ડેટાનો બેકઅપ લો અને પછી ફોનને ફેક્ટરી સેટિંગ પર રીસેટ કરવા વિચાર કરો. જે તમારા ફોનમાંથી તમામ ડેટા દૂર કરી દેશે, જેમાં માલવેયર પણ હશે.
  • એલર્ટ રહીને આ સંકેત દેખાય તે સાથે જ ઉપર જણાવેલા પગલા ભરવાથી તમે તમારા ફોનને હેકર્સથી બચાવી શકો છો અને તમારો ડેટા સુરક્ષિત રાખી શકો છો.