Holi 2026 Date and Time (હોળી કઈ તારીખે છે 2026): રંગોનો તહેવાર હોળી (Holi 2026) દર વર્ષે ધામધૂમથી ઉજવવામાં આવે છે. દિવાળી પછી ભારતનો આ સૌથી મોટો અને લોકપ્રિય તહેવાર ગણાય છે. હોળીકા દહન પછી ઉજવાતો આ ઉત્સવ અનિષ્ટ પર સારાના વિજયનું પ્રતિક છે.
હિંદુ પંચાંગ અનુસાર ફાગણ મહિનામાં આવતો આ તહેવાર વિશેષ ધાર્મિક મહત્વ ધરાવે છે. આ પ્રસંગને લગતી અનેક માન્યતાઓ અને દંતકથાઓ પણ પ્રચલિત છે. આ આર્ટિકલમાં, અમે તમને વર્ષ 2026માં હોળી અને હોલિકા દહનની તારીખો તથા શુભ મુહૂર્ત વિશે જણાવવા જઈ રહ્યા છે.
હોળી 2026 તારીખ (Holi 2026 Date)
દ્રિક પંચાંગ મુજબ, વર્ષ 2026માં ફાલ્ગુન મહિનાની પૂર્ણિમાની તિથિ 02 માર્ચ સોમવારના રોજ સાંજે 5:55 વાગ્યે શરૂ થશે. આ તિથિ 3 માર્ચ મંગળવારના રોજ સાંજે 05:07 વાગ્યે સમાપ્ત થશે. તેથી, કેલેન્ડર મુજબ, હોલિકા દહન 3 માર્ચ મંગળવારના રોજ થશે. પરિણામે, આ વર્ષે હોળી 4 માર્ચ બુધવારના રોજ ઉજવવામાં આવશે.
હોલિકા દહન 2026 તારીખ અને શુભ મુહૂર્ત (Holika Dahan 2025 Date and Shubh Muhurat)
વર્ષ 2026માં, હોલિકા દહનનો શુભ મુહૂર્ત 3 માર્ચ 2026, મંગળવારના રોજ સાંજે 6:23 થી 8:51 વાગ્યા સુધીનો રહેશે. આ સમય દરમિયાન હોલિકા દહન કરી શકાય છે.
ધુળેટી 2026 તારીખ (Dhuleti 2026 Date)
દ્રિક પંચાંગ મુજબ, વર્ષ 2026માં હોલિકા દહન 3 માર્ચ મંગળવારના રોજ થશે. પરિણામે, આ વર્ષે રંગવાળી હોળી એટલે કે ધુળેટી 4 માર્ચ બુધવારના રોજ ઉજવવામાં આવશે.
હોળીની ઉજવણી અને પરંપરા
ઉલ્લેખનીય છે કે, હોલિકા દહનના દિવસે વિધિપૂર્વક પૂજા કર્યા બાદ હોલિકા દહન કરવામાં આવે છે. તેના બીજા દિવસે આવતી ધુળેટીમાં લોકો વહેલી સવારથી એકબીજા પર ગુલાલ, રંગો અને પાણી ઉડાડી આનંદપૂર્વક તહેવાર ઉજવે છે. આ દિવસે મતભેદો ભૂલીને સૌહાર્દ અને એકતાનો સંદેશ આપવામાં આવે છે. તહેવાર નિમિત્તે ઘરોમાં ગુજિયા, દહીં ભલ્લા, પકોડી, પુરી અને ઠંડાઈ જેવા પરંપરાગત વ્યંજન બનાવવાની પણ પ્રથા છે.
