Hindu Marriage: લગ્નએ વ્યક્તિના જીવનમાં એક અગત્યની ભૂમિકા ભજવે છે. હિન્દુ ધર્મમાં લગ્નની પહેલા યુવક અને યુવતીના પરિવારજનો પંડિત પાસે તેમની જન્મકુંડળી એકવખત અચૂક દેખાડે છે. જે બાદ નક્કી કરે છે કે, લગ્ન બાદ તેઓ એકબીજા સાથે ખુશ રહે. તો ચાલો જાણીએ લગ્ન માટેના 36 ગુણ ક્યા-ક્યા છે અને યુવક-યુવતીના કેટલા ગુણ મળે, તો તેમનું વૈવાહિક જીવન સફળ રહે.
કુંડળીના 36 ગુણ ક્યા-ક્યા? (Hindu Marriage)
આ પણ વાંચો
- નાડીના 8 ગુણ
- ભકૂટના 7 ગુણ
- ગણ મૈત્રીના 6 ગુણ
- ગ્રહ મૈત્રીના 5 ગુણ
- યોનિ મૈત્રીના 4 ગુણ
- તારાબળના 3 ગુણ
- વશ્યના 2 ગુણ
- વર્ષના 2 ગુણ
કેટલા ગુણ મળવા જરૂરી? (Kundali Matching)
કુંડળી અનુસાર, 36 ગુણો પૈકી યુવક અને યુવતીના ઓછામાં ઓછા 18 ગુણ મળવા જરૂરી માનવામાં આવે છે. જો 18 ગુણથી ઓછા ગુણ મળે, તો લગ્ન જીવન સફળ થવાની સંભાવના ઘટી જાય છે. એટલે કે છૂટાછેડાનો સતત ડર રહે છે. આજ કારણોસર 18થી ઓછા ગુણ મળવા પર યુવક અને યુવતીના લગ્ન નથી કરાવવામાં આવતા.
કેટલા ગુણ મળે તો શું થાય? (Jyotish Tips)
18 થી 25 ગુણ: જો યુવક-યુવતીના 18 થી લઈને 25 ગુણ મળતા હોય, તો એવું માનવામાં આવે છે કે, તેમનું વૈવાહિક જીવન સારું અને સફળ રહેશે.
25 થી 32 ગુણ: જો કોઈ યુવક અને યુવતીના 25 થી 32 ગુણ મળે, તો એવું મનાય છે કે, તેમનું લગ્નજીવન ખૂબ જ ખુશહાલ રહેશે.
32 થી 36 ગુણ: જો કોઈ યુવક-યુવતીના 32 થી 36 ગુણ મળતા હોય, તો તે ખુબ જ શુભ અને સર્વશ્રેષ્ઠ માનવામાં આવે છે. જો કે આવું થવું દુર્લભ હોય છે. ખૂબ જ ઓછા યુવક-યુવતીના આટલા ગુણ મળતા હોય તેવું બને છે.
એવું મનાય છે કે, ભગવાન રામ અને સીતા માતાના 36 ગુણ મળતા હતા. જો કોઈ યુવક-યુવતીના છત્રીસે-છત્રીસ ગુણ મળતા હોય, તો તેમના લગ્ન કરવા શુભ નથી માનવામાં આવતા. જેની પાછળની એવી માન્યતા છે કે, 36 ગુણ મળવાના કારણે ભગવાન રામ અને સીતા માતાને લગ્ન જીવનમાં ભારે તકલીફોનો સામનો કરવો પડ્યો હતો. આ સાથે જ ભગવાન શ્રીરામની કુંડળીમાં અનેક પ્રકારના સંયોગ હતા, જેના પગલે દામ્પત્ય જીવનમાં પણ તેમને ભારે હાલાકીનો સામનો કરવો પડ્યો હતો.
આ લેખમાં સમાવિષ્ટ કોઈપણ માહિતી/સામગ્રી/ગણતરીની ચોકસાઈ અથવા વિશ્વસનીયતાની ખાતરી આપવામાં આવતી નથી. આ માહિતી વિવિધ માધ્યમો / જ્યોતિષીઓ / પંચાંગો / પ્રવચનો / માન્યતાઓ / શાસ્ત્રોમાંથી એકત્રિત કરીને તમારા સુધી લાવવામાં આવી છે. અમારો હેતુ માત્ર માહિતી પ્રસારિત કરવાનો છે, તેના વપરાશકર્તાઓએ તેને માત્ર માહિતી તરીકે લેવી જોઈએ. વધુમાં, વપરાશકર્તા પોતે તેના કોઈપણ ઉપયોગ માટે જવાબદાર રહેશે. ગુજરાતી જાગરણ આની પુષ્ટિ કરતુ નથી.
