Hanuman Jayanti Upay: આ વર્ષે 2 એપ્રિલના રોજ હનુમાન જયંતીનો પર્વ મનાવવામાં આવશે. આ દિવસે હનુમાનજીની પૂજા કરવા સાથે હનુમાન ચાલીસા અને સુંદરકાંડના પાઠ પણ કરવામાં આવશે. જ્યારે કેટલાક લોકો આ દિવસે ભંડારો પણ કરશે, જેથી આ દિવસને સારી રીતે સેલિબ્રેટ કરી શકાય.
આવું એટલા માટે કહેવાય છે કે, હનુમાનજી સૌ કોઈના કષ્ટ હરે છે. એવામાં જો તમે પણ શ્રદ્ધા અને નિષ્ઠા પૂર્વક હનુમાનજીની આરાધના કરશો, તો તમારા જીવનના વર્ષોથી અટકેલા કામ તેઓ પુરા કરી દેશે. આ અંગે પંડિત જન્મેશ દ્વિવેદીએ ગોળ અને ચણા સાથે સંકળાયેલ એક ખાસ ઉપાય જણાવ્યો છે, તો ચાલો તેના વિશે જાણીએ…
ગોળ અને ચણા હનુમાનજીને અત્યંત પ્રિય (Hanuman Jayanti Upay)
ધાર્મિક માન્યતા અનુસાર, ગોળ અને ચણા બન્ને પવિત્રતાને વધારે છે. આ સાથે જ તે હનુમાનજીને પણ અત્યંત પ્રિય હોય છે. જો તમે આ બન્ને વસ્તુઓ ભગવાનને અર્પણ કરશો, તો તેનાથી હનુમાનજી પ્રસન્ન થાય છે અને ભક્તોની તમામ મનોકામના પૂર્ણ કરે છે. આ ઉપાય ખાસ કરીને અડચણો દૂર કરવા અને વર્ષોથી અટકેલા ગામોને ગતિ આપવા માટે કરવામાં આવે છે.
ગોળ અને ચણાનો ઉપાય કેવી રીતે કરવો? (Hanuman Ji Remedy)
હનુમાન જયંતીના દિવસે વહેલી સવારે સ્નાન કરીને સ્વચ્છ વસ્ત્રો પહેરીને નજીકના હનુમાનજીના મંદિરે જાવ. જ્યાં હનુમાનજીની વિધિ પૂર્વક પૂજા કરો. જે બાદ હનુમાનજીને ગોળ અને ચણાનો ભોગ ધરાવો. ભોગ ધરાવ્યા બાદ ત્યાંજ બેસીને હનુમાન ચાલીસાનો પાઠ કરો અને પોતાના વર્ષોથી અટકેલા કાર્યોને સફળ થાય તે માટે પ્રાર્થના કરો.
ગોળ અને ચણાનો પ્રસાદ ધરાવવાથી શું લાભ મળે? (Jaggery And Chana Remedy)
હનુમાન જયંતીના દિવસે જો આ ઉપાય અજમાવવામાં આવે, તો તમારા અટકેલા કામોમાં ગતિ આવે છે. જો કોઈ કારણોસર તમારું કામ પુરુ થતાં-થતાં અટકી જતું હોય, તો આવી સ્થિતિમાં આ ઉપાય અચૂક અજમાવવો જોઈએ. આ સિવાય આર્થિક સમસ્યામાંથી મુક્તિ મેળવવા માટે પણ હનુમાન જયંતીના દિવસે આ ઉપાય અજમાવી શકાય છે.
આ ઉપાય કરતી વખતે મનમાં અતૂટ શ્રદ્ધા અને દ્રઢ વિશ્વાસ હોવો જ જોઈએ. કોઈ પણ પ્રકારના નકારાત્મક વિચારથી બચો અને સાચા મનથી હનુમાનજીને યાદ કરો. આ સાથે જ પ્રસાદને લોકોને આપતી વખતે વિનમ્રતા રાખવી જોઈએ. આમ કરવાથી તમારા જીવનની તમામ તકલીફો ધીમે-ધીમે ઓછી થતી જોવા મળશે.
