Hanuman Jayanti 2026: હનુમાનજી એકલા નહતા, જાણો તેમના 5 ભાઈઓ વિશે; જેમના નામ ભાગ્યે જ કોઈ ભક્તને ખબર હશે!

બ્રહ્માંડ પુરાણ પ્રમાણે, તમામ ભાઈઓમાં હનુમાનજી સૌથી મોટા અને બાલ બ્રહ્મચારી હતા. જ્યારે તેમના પાંચેય ભાઈઓના લગ્ન પણ થયા હતા

By: Sanket ParekhEdited By:Sanket ParekhPublish Date: Sun, 29 Mar 2026 06:25 PM (IST)Updated: Sun, 29 Mar 2026 06:25 PM (IST)
hanuman-jayanti-2026-special-story-hanuman-jis-5-brothers-you-never-knew-about
HIGHLIGHTS
  • હનુમાનજીનો જન્મ વાનરરાજ કેસરી અને માતા અંજનાના ઘરમાં થયો હતો
  • રામાયણ અને રામચરિત માનસમાં હનુમાનજીની મહિમા વર્ણવતા અનેક તથ્યો મળી જશે

Hanuman Ji Brothers: હિન્દુ ધર્મ અનુસાર, અંજની પુત્ર હનુમાનજીનો જન્મ ચૈત્ર પૂર્ણિમાના દિવસે થયો હતો. હનુમાનજીને ભગવાન શિવનો અંશ પણ માનવામાં આવે છે, આથી તેમને શિવજીનો રુદ્રાવતાર પણ કહેવામાં આવે છે. આ વર્ષે પણ હનુમાન જયંતીનો (Hanuman Jayanti 2026) પર્વ ઉદયા તિથિને પગલે 2 એપ્રિલ, ગુરુવારના રોજ મનાવવામાં આવશે.

હનુમાનજીને હિન્દુ ધર્મના સૌથી લોકપ્રિય અને પૂજનીય દેવતાઓ પૈકી એક માનવામાં આવે છે. જેમને પ્રભુ શ્રી રામના પરમ ભક્તના સ્વરૂપે પણ પૂજવામાં આવે છે. એવું કહેવાય છે કે, હનુમાનજી જીવનમાં આવતી અડચણો દૂર કરે છે, જેથી તેમને સંકટ મોચન પણ કહેવામાં આવે છે.

રામાયણ અને રામચરિત માનસમાં હનુમાનજી સાથે સંકળાયેલા અનેક એવા તથ્થો મળી જશે, જે તેમની મહિમા વર્ણવતા હોય. આવું જ એક તથ્ય છે કે, હનુમાનજી પોતાના માતા-પિતાના એકમાત્ર પુત્ર નહતા, પરંતુ તેમના અનેક ભાઈઓ પણ હતા.

અનેક હનુમાન ભક્તો પણ આ વિશે જાણતા નહીં હોય, કારણ કે રામાયણ કે રામચરિત માનસમાં તમને ક્યાંય આ વાતનો ઉલ્લેખ નહી જોવા મળે. જો કે પુરાણોમાં આવી અનેક વાતોનું વર્ણન મળી જશે. તો ચાલો હનુમાનજીના ભાઈઓ સાથે સંકળાયેલા તથ્યો વિશે વિગતવાર જાણીએ…

હનુમાનજી પવન પુત્ર કહેવાયા (Pavan Putra Hanuman)

પૌરાણિક કથાઓ અનુસાર, હનુમાનજીનો જન્મ વાનરરાજ કેસરી અને માતા અંજનાના ઘરમાં થયો હતો. માતા અંજના અત્યંત રૂપવતી અને તપસ્વિની હતા. એવું કહેવાય છે કે, ભગવાન શિવના આશીર્વાદ અને વાયુ દેવના અંશથી હનુમાનજીનો જન્મ થયો હતો. આજ કારણોસર હનુમાનજીને પવન પુત્ર પણ કહેવામાં આવે છે. નાનપણથી જ હનુમાનજીને અસાધારણ શક્તિ, બુદ્ધિ અને સાહસ વૃતિ પ્રાપ્ત થઈ ગઈ હતી. જેના થકી તેઓ અનેક લીલાઓ દર્શાવતા હતા.

naidunia_image

બ્રહ્માંડ પુરાણમાં વાનરોની વંશાવલીનું વિસ્તૃત વર્ણન (Hanuman Ji Brothers)

ઘણાં પૌરાણિક ગ્રંથોમાં આ વાતનો ઉલ્લેખ છે. મુખ્યત્વે બ્રહ્માંડ પુરાણમાં વાનરોની વંશાવલીનું વિસ્તૃત વર્ણન મળી આવે છે. જેમાં દર્શાવવામાં આવ્યું છે કે, હનુમાનજીને પાંચ સગા ભાઈઓ હતા. આ પાંચ ભાઈઓના મતિમાન, શ્રુતિમાન, કેતુમાન, ગતિમાન અને ધ્રૃતિમાન હતા.

એવું કહેવાય છે કે, આ તમામ ભાઈઓમાં હનુમાનજી સૌથી મોટા હતા. આ ભાઈઓનું જીવન સામાન્ય ગૃહસ્થ જેમ દર્શાવવામાં આવ્યું છે અને તેમના લગ્ન પણ થયા હતા .જ્યારે હનુમાનજીને બાલ બ્રહ્મચારી કહેવામાં આવે છે.

રામચરિતમાનસમાં હનુમાનજીના ભાઈઓનો ઉલ્લેખ કેમ નહીં? (Brahmanda Purana Hanuman)

ઘણાં લોકોના મનમાં સ્વાભાવિક એક સવાલ થતો હશે કે, રામચરિતમાનસમાં હનુમાનજીના ભાઈઓનો ઉલ્લેખ કેમ નથી કરવામાં આવ્યો. હકીકતમાં રામચરિતમાનસનો ઉદ્દેશ્ય ભગવાન શ્રીરામની જીવન કથા અને તેમના ભક્તોની લીલાનું વર્ણન કરવાનો હતો.

ગોસ્વામી તુલસીદાસ દ્વારા રચિત રામચરિતમાનસમાં મુખ્યત્વે શ્રીરામ, સીતા, લક્ષ્મણ, ભરત, શત્રુઘ્ન અને રામભક્તોના ચરિત્ર પર જ ધ્યાન આપવામાં આવ્યું છે.

રામચરિત માનસમાં હનુમાનજીના પરાક્રમ અને તેમની ભક્તિનું વિસ્તૃત વર્ણન મળી આવશે, પરંતુ તેમના પારિવારિક જીવન કે વંશાવલી વિશે ચર્ચા નથી કરવામાં આવી. આજ કારણોસર હનુમાનજીના ભાઈઓ વિશે કોઈ પણ ગ્રંથમાં ઉલ્લેખ નથી મળતો.