Hanuman Jayanti 2026: સ્વપ્ન શાસ્ત્ર અનુસાર, સૂતા સમયે દેખવામાં આવેલા દરેક સપનાનો ઊંડો અર્થ હોય છે. આ સપના હંમેશા ભવિષ્યમાં ઘટનારી શુભ-અશુભ ઘટનાઓનો પૂર્વાભાસ કરાવતા હોય છે. આવતીકાલે હનુમાન જયંતિ આવી રહી છે, ત્યારે આ પાવન અવસરે જો તમને પણ સપનામાં બજરંગબલી દર્શન આપે છે, તો તે જીવનમાં મોટા પરિવર્તનનો સંકેત હોઈ શકે છે.
તો ચાલો જાણીએ, હનુમાનજીના ક્યા સ્વરૂપને સપનામાં જોવા અત્યંત ભાગ્યશાળી માનવામાં આવે છે.
સાક્ષાત હનુમાનજીના દર્શન (સફળતાનો સંકેત): જો તમને હનુમાન જયંતીની આસપાસ સપનામાં હનુમાનજીના દર્શન થાય છે, તો સમજી જાવ કે તમારા પર તેમની વિશેષ કૃપા છે.
સ્વપ્ન શાસ્ત્ર અનુસાર, આ સપના એ વાતનું પ્રતિક છે કે, તમારા લાંબા સમયથી અટકેલા કામો હવે ગતિ પકડવાના છે. આ સપનું સફળતાના નવા દ્વાર ખોલવા અને કરિયરમાં પ્રગતિનો સીધો સંકેત છે.
સપનામાં બાળ હનુમાન દેખાય (નવા અધ્યાયની શરૂઆત): સપનામાં બાળ હનુમાનનું સ્વરૂપ દેખાય, તો તે પણ અત્યંત મંગલકારી માનવામાં આવે છે. જેનો અર્થ છે કે, તમારા જીવનમાં કોઈ નવા અને સકારાત્મક અધ્યાયની શરૂઆત થવા જઈ રહી છે. આ સપનું ભવિષ્યમાં થનાર આકસ્મિક ધન લાભનો સંકેત આપે છે.
પંચમુખી હનુમાન (સંકટમાંથી મુક્તિ મળશે): સપનામાં પંચમુખી હનુમાનજીના દર્શન કરવા સૌભાગ્યની નિશાની માનવામાં આવે છે. આ સપનું દર્શાવે છે કે, તમારી કોઈ મોટી અને જૂની સમસ્યાનું સમાધાન થવા જઈ રહ્યું છે. શત્રુઓ પર વિજય અને માનસિક શાંતિ માટે આ સપનું શ્રેષ્ઠ માનવામાં આવે છે.
નોંધ: સ્વપ્ન શાસ્ત્ર અનુસાર, હનુમાનજી સાથે સંકળાયેલા આ શુભ સપના વિશે કોઈને જાણ ના કરવી જોઈએ, નહીંતર તેની સકારાત્મક અસર ઓછી થઈ શકે છે.
સપનામાં હનુમાનજીનું રૌદ્ર સ્વરૂપ દેખાય:
આવી જ રીતે જો સપનામાં બજરંગબલી ક્રોધિત અથવા રૌદ્ર સ્વરૂપમાં દેખાય, તો સમજી જવું કે હવે ચેતીને ચાલવા જેવો સમય છે. આ સપનું સંકેત છે કે, તમે જીવનમાં કોઈ મોટી ભૂલ કરી રહ્યા છો અથવા હનુમાનજી તમારી કોઈ ખોટી આદતથી નારાજ છે. એવામાં બીજા દિવસે મંદિરમાં જોઈને હનુમાનજીની માફી માંગી લેવી જોઈએ અને પોતાની ભૂલને સુધારવાનો સંકલ્પ લેવો જોઈએ.
