Guru Gochar 2026: ભાગ્યના કારક ગુરુ બદલશે નક્ષત્ર, 18 જૂનથી આ 3 રાશિના આવશે 'અચ્છે દિન', જાતકોની મુશ્કેલીઓનો અંત આવશે

18 જૂનના રોજ ગુરુ શનિના પુષ્ય નક્ષત્રમાં ગોચર કરશે, જ્યાં તે 18 ઓગસ્ટ એટલે કે 2 મહિના સુધી બિરાજમાન રહશે. ગુરુનું આ નક્ષત્ર પરિવર્તન 3 રાશિના જાતકો માટે 'રાજયોગ' સમાન સમય લાવશે.

By: Sanket ParekhEdited By:Sanket ParekhPublish Date: Thu, 23 Apr 2026 09:58 PM (IST)Updated: Thu, 23 Apr 2026 09:58 PM (IST)
guru-gochar-2026-financial-growth-for-these-3-lucky-zodiac-signs
HIGHLIGHTS
  • ગુરુનું નક્ષત્ર પરિવર્તન 3 રાશિના જાતકોને આકસ્મિક ધનલાભ કરાવશે

Guru Gochar 2026: ચોક્કસ સમયના અંતરે તમામ ગ્રહો ગોચર કરતાં જ રહે છે, જેની શુભ-અશુભ અસર લગભગ તમામ રાશિના જાતકો પર પડતી હોય છે. જો ભાગ્યના કારક ગુરુ ગ્રહની વાત કરવામાં આવે તો, તે અત્યારે પુનર્વસુ નક્ષત્રમાં ગોચર કરી રહ્યા છે અને આવનારા દિવસોમાં શનિના નક્ષત્રમાં પ્રવેશ કરવા જઈ રહ્યા છે.

હિન્દુ પંચાગ પ્રમાણે, આગામી 18 જૂન, 2026ના દિવસે ગુરુ પુષ્ય નક્ષત્રમાં ગોચર કરવા જઈ રહ્યા છે. આ નક્ષત્રમાં ગુરુ 18 ઓગસ્ટ, 2026 સુધી બિરાજમાન રહેવાના છે. ગુરુનું આ ગોચર ખાસ કરીને 3 રાશિના જાતકો માટે અત્યંત લાભકારી સિદ્ધ થવાનું છે, તો ચાલો જાણીએ કંઈ છે આ લકી રાશિ…

ધન (Sagittarius Rashial)

આ રાશિના જાતકો માટે ગુરુનું શનિના પુષ્ય નક્ષત્રમાં ગોચર ફાયદેમંદ સાબિત થશે. આ સમય દરમિયાન માનસિક શાંતિ મળશે. ગુરુના શુભ પ્રભાવથી આવકની નવી દિશા ખુલશે. આકસ્મિક ધનલાભના યોગ બની રહ્યા છે. કરિયરની દ્રષ્ટિએ સફળતાનો સમય રહેશે. પ્રેમપ્રકરણના કિસ્સામાં નિકટતા અનુભવાય, દામ્પત્યજીવનનું શ્રેષ્ઠ સુખ પ્રાપ્ત થાય.

કર્ક (Cancer Rashifal)

ગુરુનું શનિના પુષ્ય નક્ષત્રમાં ગોચર આ રાશિના જાતકો માટે પ્રગતિના દ્વાર ખોલી નાંખશે. પરિવારમાં શાંતિ અને ખુશીનું વાતાવરણ રહેશે. આર્થિક સમસ્યામાંથી મુક્તિ મળશે. વેપારી વર્ગને લેવડ-દેવડના વ્યવહારો સચવાશે. વિદેશમાં અભ્યાસ કરવા ઈચ્છુક વિદ્યાર્થીઓને સારા સમાચાર મળી શકે છે. દાંપત્ય જીવન સુખદ રહેશે. વાહન કે મકાન ખરીદી માટે સારા સંજોગોનું નિર્માણ થાય.

કન્યા (Virgo Rashifal)

શનિના પુષ્ય નક્ષત્રમાં ગુરુનું ગોચર આ રાશિના જાતકો માટે વરદાનરૂપ સાબિત થવા જઈ રહ્યું છે. નોકરિયાતોનો આત્મવિશ્વાસ વધે અને તરક્કી થાય. નવા રોકાણો અને આર્થિક પ્રગતિ માટે શુભ સમય આવશે. ધંધા-વ્યવસાય માટે કરેલી મુસાફરી લાભદાયી નીવડશે. જૂની બીમારીઓથી રાહત મળશે.મનનો ભાર ધીમે-ધીમે હળવો થતો જણાશે. આકસ્મિક ધનલાભ થઈ શકે છે.

Disclaimer: આ લેખમાં સમાવિષ્ટ કોઈપણ માહિતી/સામગ્રી/ગણતરીની ચોકસાઈ અથવા વિશ્વસનીયતાની ખાતરી આપવામાં આવતી નથી. આ માહિતી વિવિધ માધ્યમો / જ્યોતિષીઓ / પંચાંગો / પ્રવચનો / માન્યતાઓ / શાસ્ત્રોમાંથી એકત્રિત કરીને તમારા સુધી લાવવામાં આવી છે. અમારો હેતુ માત્ર માહિતી પ્રસારિત કરવાનો છે, તેના વપરાશકર્તાઓએ તેને માત્ર માહિતી તરીકે લેવી જોઈએ. વધુમાં, વપરાશકર્તા પોતે તેના કોઈપણ ઉપયોગ માટે જવાબદાર રહેશે. ગુજરાતી જાગરણ આની પુષ્ટિ કરતુ નથી. તમારો અભિપ્રાય અમને gujaratijagran@jagrannewmedia.com પર મોકલી શકો છો.