Vikram Samvat 2082: વિક્રમ સંવત 2082 નો શુભારંભ, જાણો તારીખ, ઇતિહાસ અને પેઢી ખોલવાનું શુભ મુહૂર્ત

Vikram Samvat 2082 Start Date: આ આર્ટિકલમાં વિક્રમ સંવત 2082ની શરૂઆતની તારીખ, ઇતિહાસ અને વેપાર-ધંધા માટે શુભ મુહૂર્તની માહિતી મેળવો.

By: Dharmendra ThakurEdited By:Dharmendra ThakurPublish Date: Tue, 21 Oct 2025 10:47 AM (IST)Updated: Tue, 21 Oct 2025 10:48 AM (IST)
gujarati-new-year-2025-vikram-samvat-2082-start-date-time-rituals-and-significance

Vikram Samvat 2082 Start Date: ગુજરાતમાં દિવાળીના બીજા દિવસે એટલે કે કારતક સુદ એકમથી ગુજરાતીઓના નવા વર્ષની શરૂઆત થાય છે, જેને લોકો બેસતું વર્ષ (Gujarati New Year) તરીકે ઓળખે છે અને સૌને નૂતન વર્ષાભિનંદન પાઠવે છે. આ દિવસથી વિક્રમ સંવત 2082 નો પ્રારંભ થાય છે. આ આર્ટિકલમાં વિક્રમ સંવત 2082ની શરૂઆતની તારીખ, ઇતિહાસ અને વેપાર-ધંધા માટે શુભ મુહૂર્તની માહિતી મેળવો.

વિક્રમ સંવત 2082 ક્યારે શરૂ થશે?

આ વર્ષે દિવાળીની ઉજવણી 20 ઓક્ટોબર 2025 ના રોજ કરવામાં આવી છે. જોકે, 21 ઓક્ટોબરના રોજ પડતર દિવસ હોવાથી, ગુજરાતી નવું વર્ષ બેસતું વર્ષ 22 ઓક્ટોબર 2025, બુધવારના રોજ ઉજવવામાં આવશે. આ દિવસથી વિક્રમ સંવત 2082 ની શરૂઆત થઈ રહી છે.

વિક્રમ સંવતનો ઇતિહાસ

એક લોકપ્રિય માન્યતા મુજબ, આ કેલેન્ડરની શરૂઆત ઉજ્જૈનના પ્રતાપી રાજા વિક્રમાદિત્યના નામ પરથી થઈ હતી. તેમના શાસનકાળ દરમિયાન, ભારતનો મોટો ભાગ વિદેશી શાસકો, એટલે કે શકોના શાસન હેઠળ હતો, જેઓ પ્રજા પર ક્રૂરતા આચરતા હતા. રાજા વિક્રમાદિત્યે શકોના શાસનનો અંત લાવીને પોતાનું શાસન સ્થાપિત કર્યું. આ ઐતિહાસિક વિજયની યાદમાં વિક્રમ સંવતની રચના કરવામાં આવી હતી અને રાજા વિક્રમાદિત્યે આ કેલેન્ડર શરૂ કર્યું. જ્યોતિર્વિદભરણ ગ્રંથ મુજબ, રાજા વિક્રમાદિત્યે ઈ.સ પૂર્વે 57 માં વિક્રમ સંવતની સ્થાપના કરી હતી. ગુજરાતમાં સોલંકી રાજાઓના સમયથી વિક્રમ સંવત પ્રચલિત બન્યું હતું.

બેસતું વર્ષના રોજ પેઢી-ધંધો ખોલવાના શુભ મુહૂર્ત

ગુજરાતી નવું વર્ષ વેપારીઓ માટે નવા ચોપડા પૂજન અને ધંધાની નવી શરૂઆતનો દિવસ ગણાય છે. આ દિવસે શુભ ચોઘડિયા જોઈને પેઢી-ધંધો ખોલવાનો રિવાજ છે.

22 ઓક્ટોબર 2025ના ગુજરાતી ચોઘડિયા

દિવસના ચોઘડિયા

  • લાભ - 06:39 AM થી 08:05 AM
  • અમૃત - 08:05 AM થી 09:31 AM
  • શુભ - 10:57 AM થી 12:24 PM
  • લાભ - 04:42 PM થી 06:08 PM

રાત્રિના ચોઘડિયા

  • શુભ - 07:42 PM થી 09:16 PM
  • અમૃત - 09:16 PM થી 10:50 PM
  • લાભ - 03:32 AM થી 05:06 AM, ઓક્ટોબર 23

22 ઓક્ટોબર 2025ના શુભ સમય

  • બ્રહ્મ મુહૂર્ત - 04:59 AM થી 05:49 AM
  • પ્રાતઃ સંધ્યા - 05:24 AM થી 06:39 AM
  • વિજય મુહૂર્ત - 02:18 PM થી 03:04 PM
  • ગોધૂલી મુહૂર્ત - 06:08 PM થી 06:33 PM
  • સાયાહ્ન સંધ્યા - 06:08 PM થી 07:23 PM
  • અમૃત કાલ - 04:00 PM થી 05:48 PM
  • નિશિતા મુહૂર્ત - 11:59 PM થી 12:49 AM, ઓક્ટોબર 23