ચંદ્ર-રાહુ બનાવશે અશુભ 'ગ્રહણ યોગ': કુંભમાં રાહુ સાથે ચંદ્રની યુતિ 3 રાશિને કરશે પાયમાલ, 13 એપ્રિલથી જાતકોની સુખ-શાંતિ છીનવાઈ જશે

જ્યોતિષ શાસ્ત્રમાં ચંદ્ર અને રાહુની યુતિને શુભ નથી માનવામાં આવતી. આ બન્ને ગ્રહોની યુતિથી બનતા ગ્રહણ યોગની તમારી રાશિ પર શું અસર થશે?

By: Sanket ParekhEdited By:Sanket ParekhPublish Date: Fri, 10 Apr 2026 03:57 PM (IST)Updated: Fri, 10 Apr 2026 03:57 PM (IST)
grahan-yog-2026-rahu-chandra-yuti-these-3-zodiac-signs-must-stay-alert
HIGHLIGHTS
  • 13 એપ્રિલે ચંદ્ર શનિની રાશિ કુંભમાં પ્રવેશ કરશે, જ્યાં પહેલાથી રાહુ બિરાજમાન છે

Grahan Yog 2026: જ્યારે પણ કોઈ ગ્રહ રાશિ પરિવર્તન કરે છે, તો તેનાથી કેટલાક શુભ યોગની સાથે-સાથે અશુભ યોગનું નિર્માણ થતું હોય છે. જેની તમામ રાશિના જાતકો ઉપર શુભ-અશુભ અસર થતી હોય છે.

વૈદિક જ્યોતિષમાં ચંદ્રના ગોચરને અત્યંત મહત્વપૂર્ણ માનવામાં આવે છે. મનનો કારક ગણાતો ગ્રહ ચંદ્ર દર અઢી દિવસે રાશિ પરિવર્તન કરે છે, જેનાથી જાતકના મન પર તેની સીધી અસર થતી હોય છે.

દ્વિક પંચાગ પ્રમાણે, અત્યારે ચંદ્ર મંગળની રાશિ વૃશ્વિકમાં બિરાજમાન છે. આજથી બે દિવસ બાદ એટલે કે 13 એપ્રિલે ચંદ્ર શનિની રાશિ કુંભમાં પ્રવેશ કરશે. જ્યાં પહેલાથી જ રાહુ બિરાજમાન છે. એવામાં રાહુ-ચંદ્રની યુતિથી ગ્રહણ યોગ બનશે, જેને ખતરનાક માનવામાં આવે છે.

આ ગ્રહણ યોગ કેટલીક રાશિના જાતકોના જીવનમાં તણાવ વધારી શકે છે, તો ચાલો જાણીએ એવી કંઈ રાશિઓ છે, જેને બે દિવસ બાદ ગ્રહણ યોગથી સતર્ક રહેવાની જરૂર છે.

કર્ક (Cancer Rashifal)

ગ્રહણ યોગની અસરથી આ રાશિના જાતકોની સુખ-શાંતિ હણાઈ શકે છે. મનમાં ખોટી ચિંતાઓ સતાવ્યા કરશે. નાની-નાની બાબતોમાં આપને મનદુઃખના પ્રસંગો બની શકે છે. કામમાં બેદરકારીથી નુકસાન ભોગવવાનો વારો આવી શકે છે. આ સમય દરમિયાન રોકાણ સબંધિત નિર્ણય લેતા પહેલા એક્સપર્ટની સલાહ અચૂક લેવી હિતાવહ રહેશે.

કન્યા (Virgo Rashifal)

આ રાશિના જાતકોને ધીરજથી કામ લેવું સલાહભર્યું રહેશે. આત્મવિશ્વાસના અભાવે ખોટા નિર્ણયો લેવાઈ શકે છે. જો તમે કોઈ નવી શરૂઆત કરવાનું વિચારી રહ્યા હોવ, તો તમારે થોડી રાહ જોવી હિતાવહ રહેશે. કોઈ પણ જાતના વાદ-વિવાદથી દૂર રહેજો. પરિવારના સભ્યો સાથે વિચારોમાં મતભેદ ઉભા થઈ શકે છે.

મીન (Pisces Rashifal)

આવનારો સમય આ રાશિના જાતકો માટે ચેતીને ચાલવા જેવો છે. જાતકોને દામ્પત્ય જીવનમાં મનદુખના પ્રસંગો બનશે. પ્રેમ સંબંધોમાં ગેરસમજ ઊભી થઈ શકે છે. કોઈ અગત્યનો નિર્ણય લેવામાં રાહ જોવી હિતાવહ રહેશે. આર્થિક દ્રષ્ટિએ ઉતાર-ચઢાવ રહેશે. આળસ આપની પ્રગતિમાં અડચણ બની શકે છે.

Disclaimer: આ લેખમાં સમાવિષ્ટ કોઈપણ માહિતી/સામગ્રી/ગણતરીની ચોકસાઈ અથવા વિશ્વસનીયતાની ખાતરી આપવામાં આવતી નથી. આ માહિતી વિવિધ માધ્યમો / જ્યોતિષીઓ / પંચાંગો / પ્રવચનો / માન્યતાઓ / શાસ્ત્રોમાંથી એકત્રિત કરીને તમારા સુધી લાવવામાં આવી છે. અમારો હેતુ માત્ર માહિતી પ્રસારિત કરવાનો છે, તેના વપરાશકર્તાઓએ તેને માત્ર માહિતી તરીકે લેવી જોઈએ. વધુમાં, વપરાશકર્તા પોતે તેના કોઈપણ ઉપયોગ માટે જવાબદાર રહેશે. ગુજરાતી જાગરણ આની પુષ્ટિ કરતુ નથી. તમારો અભિપ્રાય અમને gujaratijagran@jagrannewmedia.com પર મોકલી શકો છો.