Grahan Yog 2026: વૈદિક જ્યોતિષમાં ગ્રહણ યોગને અશુભ માનવામાં આવે છે, જે કુંડળીના 12 ભાવો પૈકી કોઈ એક ભાવમાં સૂર્ય કે ચંદ્રની સાથે રાહુ કે કેતુની યુતિ સર્જાવાના કારણે બનતો હોય છે. આગામી 19 જૂનના રોજ મનનો કારક ચંદ્ર ગ્રહ સવારે 10:06 કલાકે સિંહ રાશિમાં પ્રવેશ કરશે, જ્યાં પહેલાથી જ છાયા ગ્રહ કેતુ બિરાજમાન છે.
એવામાં જ્યારે ચંદ્ર અને કેતુ એક જ રાશિમાં આવવાથી ગ્રહણ યોગનું નિર્માણ થાય છે. ગ્રહણ યોગની અસરથી જાતકોને જીવનમાં અનેક ચડ-ઉતર જોવા મળી શકે છે. ભ્રમના કારણે જાતક ખોટો નિર્ણય લઈ બેસે છે, જેના કારણે તેને પારવાર નુકસાન ભોગવવું પડે છે. આજ કારણોસર 19 જૂનથી બનતા ગ્રહણ યોગ દરમિયાન 3 રાશિના જાતકોને સતર્ક રહેવાની સલાહ આપવામાં આવી છે.
- મેષ (Aries Rashifal): ગ્રહણ યોગના કારણે આ રાશિના જાતકોની ચિંતા વધી શકે છે. માનસિક તણાવ અનુભવશો. કામમાં એકાગ્રતાનો અભાવ જોવા મળશે. વાહન ચલાવતી વખતે ખાસ ધ્યાન રાખવું હિતાવહ રહેશે. કોઈ જૂની બીમારી ઉથલો મારવાની સંભાવના છે. પૈસાની લેવડ-દેવડમાં તકેદારી રાખજો, નહીંતર આર્થિક નુકસાનના યોગ બની રહ્યા છે.
- કન્યા (Virgo Rashifal): આ રાશિના જાતકોના જીવનમાં ગ્રહણ યોગ અનેક મોટા પડકારો લઈને આવી રહ્યો છે. આ સમય દરમિયાન પરિવાર અને કામકાજ એટલે કે નોકરી, વેપાર-ધંધા વચ્ચે સંતુલન જાળવી રાખવામાં ભારે મથામણ કરવી પડશે. ખાવા-પીવામાં ધ્યાન નહીં આપો તો સ્વાસ્થ્ય સબંધિત સમસ્યા વકરી શકે છે. મિત્રો તેમજ પરિવાજનો સાથે મતભેદ વણસી શકે છે. આ સમયગાળામાં ધીરજ અને સમજદારીપૂર્વક કામ કરવું હિતાવહ રહેશે.
- મીન (Pisces Rashifal): ચંદ્ર-કેતુની યુતિથી બનતો ગ્રહણ યોગ આ રાશિના જાતકોના જીવનમાં મોટી ઉથલપાથલ કરી શકે છે. તનતોડ મહેનત કરવા છતાં સફળતા હાથ છેટી રહે તેવો અહેસાસ રહેશે. પ્રેમ સંબંધોમાં ગેરસમજ ઊભી થઈ શકે છે. નવા રોકાણો માટે રાહ જોવી હિતાવહ રહશે. દામ્પત્ય જીવનમાં મનદુખના પ્રસંગો બને.નોકરિયાતોને સાધારણ તકલીફ રહે.
Disclaimer: આ લેખમાં સમાવિષ્ટ કોઈપણ માહિતી/સામગ્રી/ગણતરીની ચોકસાઈ અથવા વિશ્વસનીયતાની ખાતરી આપવામાં આવતી નથી. આ માહિતી વિવિધ માધ્યમો / જ્યોતિષીઓ / પંચાંગો / પ્રવચનો / માન્યતાઓ / શાસ્ત્રોમાંથી એકત્રિત કરીને તમારા સુધી લાવવામાં આવી છે. અમારો હેતુ માત્ર માહિતી પ્રસારિત કરવાનો છે, તેના વપરાશકર્તાઓએ તેને માત્ર માહિતી તરીકે લેવી જોઈએ. વધુમાં, વપરાશકર્તા પોતે તેના કોઈપણ ઉપયોગ માટે જવાબદાર રહેશે. ગુજરાતી જાગરણ આની પુષ્ટિ કરતુ નથી. તમારો અભિપ્રાય અમને gujaratijagran@jagrannewmedia.com પર મોકલી શકો છો.
