Ganesh Chaturthi 2024 Date, ગણેશ ચતુર્થી 2024 તારીખ: હિંદુ ધર્મમાં ગણેશ ચતુર્થીનો તહેવાર ખૂબ જ ધૂમધામથી ઉજવવામાં આવે છે. ભગવાન ગણેશને સમર્પિત આ તહેવાર દસ દિવસ સુધી ઉજવવામાં આવે છે. ત્યારે જાણો વર્ષ 2024માં ક્યારે છે ગણેશ ચતુર્થી અને શું છે શુભ મુહૂર્ત.
ગણેશ ચતુર્થીના દિવસે ભગવાન ગણેશની વિશેષ પૂજા કરવામાં આવે છે. સમગ્ર દેશમાં એેમાં પણ ખાસ કરીને મહારાષ્ટ્ર અને ગુજરાતમાં ગણેશ ચતુર્થીના દિવસ ગણેજીની પ્રતિમા સ્થાપિત કરીને પૂજા કરવામાં આવે છે. ગણેશ ઉત્સવ 10 દિવસ સુધી હોય છે.
ક્યારે છે ગણેશ ચતુર્થી? જાણો શુભ મુહૂર્ત
દર વર્ષે ભાદ્રપદના શુક્લ પક્ષની ચતુર્થી તિથિ પર ભગવાન ગણેશના અવતરણ દિવસ એટલે જન્મોત્સવ મનાવવામાં આવે છે. વૈદિક પંચાગ અનુસાર, ભાદ્રપદના શુક્લ પક્ષની ચતુર્થી તિથિ 6 સપ્ટેમ્બરે બપોરના 3 વાગીને 31 મિનિટે શરૂ થઈને 7 સપ્ટેમ્બરે સાંજે 5 વાગીને 37 મિનિટ પર સમાપ્ત થશે. ઉદયા તિથિ પ્રમાણે 7 સપ્ટેમ્બરના રોજ ગણેશ ચતુર્થીની ઉજવણી કરવામાં આવશે. આ વર્ષે ગણેશ મૂર્તિનું વિસર્જન 17 સપ્ટેમ્બરના રોજ થશે.
ગણેશ ચતુર્થી શુભ યોગ
ગણેશ ચતુર્થી પર દુર્લભ બ્રહ્મ અને ઈન્દ્ર યોગ સહિત અનેક મંગલકારી યોગ બની રહ્યા છે.
- બ્રહ્મ યોગ રાત્રે 11.17 વાગ્યા સુધી છે.
- જે બાદ ઈન્દ્ર યોગનું નિર્માણ થઈ રહ્યું છે.
- આ દિવસે ભદ્રાવાસનો પણ સંયોગ છે.
- ગણેશ ચતુર્થી પર ભદ્રા પાતાળમાં રહેશે.
- ગણેશ ચતુર્થી પર સર્વાર્થ સિદ્ધિ યોગ અને રવિ યોગનું પણ નિર્માણ થઈ રહ્યું છે.
પંચાંગ
- સૂર્યોદય - સવારે 06 વાગીને 02 મિનિટ પર
- સૂર્યાસ્ત - સાંજે 06 વાગીને 35 મિનિટ પર
- ચંદ્રોદય - સવારે 09 વાગીને 30 મિનિટ પર
- ચંદ્રાસ્ત - રાત્રે 08 વાગીને 44 મિનિટ પર
- બ્રહ્મ મુહૂર્ત - સવારે 04 વાગીને 31 મિનિટથી 05 વાગીને 16 મિનિટ સુધી
- વિજય મુહૂર્ત - બપોરે 02 વાગીને 24 મિનિટથી 03 વાગીને 14 મિનિટ સુધી
- ગોધૂલિ મુહૂર્ત - સાંજે 06 વાગીને 35 મિનિટથી 06 વાગીને 58 મિનિટ સુધી
- નિશિતા મુહૂર્ત - રાત્રે 11 વાગીને 56 મિનિટથી 12 વાગીને 42 મિનિટ સુધી