કુંભમાં ચાર ગ્રહોનો મહાસંગમઃ 4 રાશિના જીવનમાં આવશે ખુશીઓની હેલી, ભાગ્યનો સાથ મળતાં જાતકો ધારેલા લક્ષ્યો સિદ્ધ કરી શકશે

અત્યારે ગ્રહોના રાજકુમાર બુધ અને શુક્ર કુંભ રાશિમાં બિરાજમાન છે, જ્યાં 13 ફેબ્રુઆરીએ સૂર્ય અને 23નીએ મંગળ ગોચર કરીને પ્રવેશ કરશે.

By: Sanket ParekhEdited By:Sanket ParekhPublish Date: Sat, 07 Feb 2026 07:32 PM (IST)Updated: Sat, 07 Feb 2026 07:32 PM (IST)
february-astrology-special-rare-planetary-conjunction-in-aquarius-4-zodiac-signs-set-to-big-benefit
HIGHLIGHTS
  • ફેબ્રુઆરી મહિનાના આખરી સપ્તાહમાં બુધ, શુક્ર, સૂર્ય અને મંગળ શનિની રાશિ કુંભમાં એકઠા થશે

February Astrology Special: આજે 7મી તારીખે ફેબ્રુઆરી મહિનાનો પ્રથમ સપ્તાહ વીતી ચૂક્યો છે, ત્યારે આ મહિનો જ્યોતિષની દ્રષ્ટિએ પણ ખૂબ જ ખાસ રહેવાનો છે. હકીકતમાં શનિની રાશિ કુંભમાં વારાફરતી ચાર મોટા ગ્રહો ગોચર કરીને એક દુર્લભ યુતિ સર્જી રહ્યા છે. (February Horoscope)

વર્તમાનમાં ગ્રહોના રાજકુમાર બુધ અને ધનના કારક શુક્ર ગ્રહ કુંભ રાશિમાં પહેલાથી જ બિરાજમાન છે. આગામી 13 ફેબ્રુઆરીએ ગ્રહોના રાજા સૂર્ય પણ કુંભ રાશિમાં ગોચર કરવાના છે. જેના 10 દિવસ બાદ ગ્રહોના સેનાપતિ મંગળ પણ કુંભ રાશિમાં પ્રવેશ કરશે.

આમ બુધ, શુક્ર, સૂર્ય અને મંગળ કોઈ એક જ રાશિમાં એકઠા થવાથી બનતો મહાગ્રહ યોગ કેટલીક રાશિના જાતકોને જીવનમાં પ્રગતિના દ્વાર ખોલી રહ્યો છે, તો ચાલો કુંભ રાશિમાં 4 ગ્રહોનો જમાવડો કઈ ચાર રાશિના જાતકો માટે લકી સાબિત થશે…

મેષ રાશિ (Aries Rashifal):

કુંભ રાશિમાં બનતો મહાગ્રહ યોગ આ રાશિના જાતકો માટે અત્યંત લાભકારી સિદ્ધ થશે. જાતકોને સમાજમાં માન-પ્રતિષ્ઠા વધશે. કાયદાકીય આંટીઘૂંટીમાંથી બહાર નીકળવાના યોગ બની રહ્યા છે. કરિયરની દ્રષ્ટિએ સફળતાનો સમય રહેશે. લાંબા સમયથી અટકેલા કામો એક પછી એક પુરા થઈ શકે છે. લાંબાગાળાના રોકાણો પર સારું વળતર મળશે.

મિથુન રાશિ (Gemini Rashifal):

આ રાશિના જાતકો માટે પણ આવનારો સમય ફળદાયી નીવડશે. જાતકોને કપરા સંજોગોમાં ભાગ્યનો સાથ મળતો જણાશે. વેપારી વર્ગને વિદેશ વ્યાપારમાં ફાયદો થાય. આપના કામમાં આકસ્મિક અનુકુળતા મળી રહેતા કામનો ઉકેલ આવતો જાય. પુરુષાર્થ દ્વારા નવી પ્રેરણા મળશે. નવી તકનું નિર્માણ સંભવ. આવક માટેના નવા માર્ગ મળી રહેશે. દાંમ્પત્ય જીવનમાં શાંતિ જળવાઈ રહે.

તુલા રાશિ (Libra Rashifal):

શનિની રાશિમાં ગ્રહોનો જમાવડો આ રાશિના જાતકોને જીવનમાં નવી ઉર્જા આપશે. પ્રેમપ્રકરણના કિસ્સામાં નિકટતા અનુભવાશે. લગ્નઈચ્છુકોને યોગ્ય જીવનસાથીની પસંદગી થઈ શકે. સંતાનોની સમસ્યા ઉકેલાય અને પ્રગતિ થાય. આગોતરું આયોજન આપને ધન પ્રાપ્તિ કરાવશે.મનને આનંદ પમાડે તેવો પ્રવાસ થશે. ભાગીદારી ક્ષેત્રે સારો સહયોગ મળી રહેશે.

ધન રાશિ (Sagittarius Rashifal)

કુંભમાં ગ્રહોનું મિલન આ રાશિના જાતકો માટે અત્યંત શુભ માનવામાં આવી રહ્યું છે. નવી નોકરીની રાહ જોનારા જાતકો માટે આશાનું કિરણ ઉગશે.કારકિર્દીમાં આગળ વધવાનો નવો મોકો મળશે. વિદ્યાર્થી વર્ગ માટે કરિયરની દ્રષ્ટિએ ઉજ્જવળ તકો સર્જાશે. સમાજમાં માન-સન્માન જળવાઈ રહેશે. ભાગ્યના પ્રભાવથી નવી તક મળશે. આર્થિક પાસાં સવળા પડતાં સતત પૈસાનો પ્રવાહ વધશે.

Disclaimer: આ લેખમાં સમાવિષ્ટ કોઈપણ માહિતી/સામગ્રી/ગણતરીની ચોકસાઈ અથવા વિશ્વસનીયતાની ખાતરી આપવામાં આવતી નથી. આ માહિતી વિવિધ માધ્યમો / જ્યોતિષીઓ / પંચાંગો / પ્રવચનો / માન્યતાઓ / શાસ્ત્રોમાંથી એકત્રિત કરીને તમારા સુધી લાવવામાં આવી છે. અમારો હેતુ માત્ર માહિતી પ્રસારિત કરવાનો છે, તેના વપરાશકર્તાઓએ તેને માત્ર માહિતી તરીકે લેવી જોઈએ. વધુમાં, વપરાશકર્તા પોતે તેના કોઈપણ ઉપયોગ માટે જવાબદાર રહેશે. ગુજરાતી જાગરણ આની પુષ્ટિ કરતુ નથી. તમારો અભિપ્રાય અમને gujaratijagran@jagrannewmedia.com પર મોકલી શકો છો.