8th Pay Commission: કેન્દ્રીય કર્મચારીઓ અને પેન્શનધારકોની આતુરતાનો આખરે અંત, 25 ફેબ્રુઆરીની બેઠક બાદ બદલાઈ શકે પગારધોરણ!

બેઝીક પગાર વધારો અને ફેટમેન્ટ ફેક્ટર કેટલો રાખવામાં આવશે, તેમજ કામકાજની શરતો, ભથ્થા, પ્રમોશન, કામકાજનો સમય અને નિવૃતિ બાદ મળતી સુવિધાઓમાં વધારાને લઈને સૂચન કરાશે.

By: Sanket ParekhEdited By:Sanket ParekhPublish Date: Sat, 07 Feb 2026 04:12 PM (IST)Updated: Sat, 07 Feb 2026 04:15 PM (IST)
salary-hike-ahead-key-meeting-on-february-25-may-shape-8th-pay-commission-decisions
HIGHLIGHTS
  • નવી દિલ્હીમાં પગાર પંચની સત્તાવાર ઑફિસ ખોલી દેવામાં આવી
  • ફિટમેન્ટ ફેક્ટરના આધારે નક્કી થશે પગારમાં વધારો

8th Pay Commission: કેન્દ્ર સરકારના કર્મચારીઓ અને પેન્શનર્સની વચ્ચે 8માં પગાર પંચને લઈને આતુરતા સતત વધતી જઈ રહી છે. બજેટ બાદ સૌ કોઈ જાણવા ઈચ્છે છે કે, નવા પગાર પંચના લાગુ થયા પછી તેમનો પગાર અને પેન્શનમાં કેટલો વધારો થશે.

ફિટમેન્ટ ફેક્ટરના આધારે નક્કી થશે પગાર
એવું માનવામાં આવે છે કે, 8મા પગાર પંચ અંતર્ગત પગારમાં વધારો મુખ્યત્વે ફિટમેન્ટ ફેક્ટર અને ન્યૂનત્તમ પગારના આધારે નક્કી કરવામાં આવશે. આ ફેક્ટરના આધારે વર્તમાન બેઝીક સેલેરીનું માળખું બદલવામાં આવે છે.

કર્મચારીઓ સંગઠન ઈચ્છે છે કે, ફિટમેન્ટ ફેક્ટર એવું હોવ, જેનાથી મોંઘવારીની અસર ઓછી થાય અને કર્મચારીઓની વાસ્તવિક આવક વધશે. આ બાબતને લઈને કર્મચારી યુનિયનો અંદરોઅંદર સહમતિ સાધવા માટે મથી રહ્યા છે.

પગાર પંચની સત્તાવાર ઑફિસ ખુલી ગઈ
પગાર વધારાની દિશામાં સરકાર તરફથી એક મોટું પગલું ભરતા નવી દિલ્હીમાં 8મા પગાર પંચની સત્તાવાર ઑફિસ ખોલી દેવામાં આવી છે. જેનાથી સ્પષ્ટ થઈ ચૂક્યું છે કે, સરકાર હવે પગાર પંચનું કામકાજ આગળ વધી રહ્યું છે અને કર્મચારીઓના પગાર વધારાની પ્રક્રિયા પ્રાથમિક તબક્કામાં પ્રવેશ કરી ચૂકી છે.

25 ફેબ્રુઆરી, 2026ના રોજ થશે અગત્યની બેઠક
કર્મચારી સંગઠનોએ 25 ફેબ્રુઆરી, 2026ના રોજ એક મોટી બેઠક બોલાવવાનો નિર્ણય કર્યો છે. આ બેઠકમાં જોઈન્ટ કન્સલ્ટેટિવ મશીનરી (JCM) અને અન્ય મુખ્ય કર્માચારીઓ અને પેન્શનર્સ સંગઠનોના પ્રતિનિધિ ભાગ લેશે. આ બેઠક 8માં પગાર પંચની દિશા નક્કી કરવામાં ખૂબ જ અગત્યની માનવામાં આવી રહી છે.

આ બેઠકનો મુખ્ય હેતુ એક સંયુક્ત આવેદન તૈયાર કરવાનો છે. જેમાં પગાર અને પેન્શનમાં કેટલો વધારો કરવાની માંગ કરવામાં આવે, બેઝીક સેલેરી કેટલો હોવો જોઈએ અને ફિટમેન્ટ ફેક્ટર કેટલો રાખવામાં આવે સહિત વિવિધ મુદ્દાઓ પર ચર્ચા થશે. આ સિવાય કામકાજની શરતો, ભથ્થા, પ્રમોશન, કામકાજનો સમય અને નિવૃતિ બાદ મળતી સુવિધાઓમાં સુધારાને લઈને સૂચનો કરવામાં આવશે.

આ બેઠકમાં નક્કી કરવામાં આવેલી તમામ માંગણીઓને એક લેખિત દસ્તાવેજના સ્વરૂપે 8માં પગાર પંચને સોંપવામાં આવશે. આ ડૉક્યુમેન્ટના આધારે પગાર પંચન પોતાની ભલામણો તૈયાર કરશે, જેને પાછળથી કેન્દ્ર સરકાર સમક્ષ રાખવામાં આવશે.

આથી કહી શકાય કે , 25 ફેબ્રુઆરીની બેઠક ખૂબ જ અગત્યની માનવામાં આવી રહી છે. જેમાં કર્મચારીઓ નક્કી કરશે કે, તેમને સરકાર પાસેથી પગાર અને પેન્શનમાં કેટલો વધારો જોઈએ છે. આ પ્રક્રિયા 1 જાન્યુઆરીથી લાગુ થનાર સંભાવિત નવા પગારધોરણનો પાયો માનવામાં આવી રહ્યો છે.