Diwali 2025: દીવાની નીચે આ ત્રણમાંથી કોઈ એક વસ્તુ છૂપાવો, રાતો-રાત ભાગ્યના બંધ દ્વાર ખુલી જશે; ક્યારેય નહીં થાય અન્ન-ધનની કમી

દીવાને ક્યારેય સીધા જમીન પર ના મૂકવા જોઈએ. આમ કરવું અગ્નિ દેવતા અને દેવી લક્ષ્મીનું અપમાન માનવામાં આવે છે.

By: Sanket ParekhEdited By: Sanket Parekh Publish Date: Sun 19 Oct 2025 04:09 PM (IST)Updated: Sun 19 Oct 2025 04:09 PM (IST)
diya-rituals-diwali-2025-good-luck-ideas-in-gujarati-623765
HIGHLIGHTS
  • દિવાળીની રાતે લક્ષ્મીજી ભક્તોના ઘરે આવીને વરદાન આપે છે

Diya Rituals Diwali 2025: હિન્દુ ધર્મમાં દિવાળીનો તહેવાર પવિત્ર અને શુભ પર્વ પૈકી એક માનવામાં આવે છે. આ તહેવાર અંધકારથી પ્રકાશ અને બુરાઈ પર અચ્છાઈની જીતના પ્રતિક તરીકે ઉજવવામાં આવે છે. ગઈકાલે ધનતેરસની સાથે જ દિવાળીના તહેવારોની શરૂઆત થઈ ચૂકી છે.

એવી માન્યતા છે કે, દિવાળીની રાતે ધનની દેવી માઁ લક્ષ્મી પોતાના ભક્તોના ઘરે આવે છે અને તેમને ધન, સૌભાગ્ય તેમજ ખુશહાલીનું વરદાન આપે છે. શાસ્ત્રોમાં પણ કહેવામાં આવ્યું છે કે, જો દિવાળીના દિવસે દીવાની નીચે કેટલીક ખાસ વસ્તુઓ રાખવામાં આવે, તો લક્ષ્મી માતા અચૂક પ્રસન્ન થાય છે અને ઘર-પરિવારમાં સુખ-શાંતિ અને સમૃદ્ધિનો વાસ થાય છે.

લક્ષ્મી માતાને પ્રસન્ન કરવાના સરળ ઉપાય (Goddess Lakshmi Blessings)

વૈદિક પરંપરા પ્રમાણે, દીવાને ક્યારેય સીધા જમીન પર ના મૂકવા જોઈએ. આમ કરવું અગ્નિ દેવતા અને દેવી લક્ષ્મીનું અપમાન માનવામાં આવે છે. આથી દીવાની નીચે કેટલીક શુભ વસ્તુઓ રાખવાથી ઘરમાં સકારાત્મક એનર્જીનો સંચાર થાય છે.

દીવાની નીચે કેવી શુભ વસ્તુઓ રાખી શકાય? (Diwali Good Luck Ideas)

અક્ષત: અક્ષત અર્થાત આખા ચોખાને પૂર્ણતા અને સમૃદ્ધિનું પ્રતિક માનવામાં આવે છે. જ્યોતિષ અનુસાર, ચોખાનો સબંધ શુક્ર ગ્રહ સાથે છે, જે ધન અને વૈભવના કારક માનવામાં આવે છે. આથી દીવાની નીચે થોડા ચોખા રાખવાથી આર્થિક પ્રગતિની સાથે-સાથે પારિવારિક સુખ પણ વધે છે.

હળદર: હળદરને શુભતા, સ્વાસ્થ્ય અને સૌભાગ્યનું પ્રતિક માનવામાં આવે છે. દીવાની નીચે હળદરનો ગાંઠ કે ચપટી હળદર રાખવાથી નેગેટિવ એનર્જી દૂર થાય છે અને ઘરમાં પોઝિટિવ એનર્જી આવે છે.

સિક્કો: સિક્કો ધન અને સ્થાયી સમૃદ્ધિનો પ્રતિક છે. દીવાની નીચે એક રૂપિયા કે ધાતુનો સિક્કો રાખવાથી લક્ષ્મીની કૃપા સ્થિર રહે છે. પૂજા બાદ આ સિક્કાને તિજોરીમાં રાખવાથી આખુ વર્ષ આર્થિક સ્થિરતા જળવાઈ રહે છે.