Diwali Vastu Tips: દિવાળીની સફાઈ વખતે આ વસ્તુઓ દેખાય તો તરત જ ઘરમાંથી બહાર ફેંકો, લક્ષ્મી માતા ક્રોધિત થશે તો કંગાળ કરી નાંખશે

વાસ્તુ શાસ્ત્રમાં જણાવ્યા પ્રમાણે, ઘરમાં કાંટાળા છોડ, નટરાજની મૂર્તિ, ડૂબતી હોડીની તસવીર, યુદ્ધના દ્રશ્યો જેવી વસ્તુઓ રાખવી અશુભ માનવામાં આવી છે, જેનાથી નેગેટિવ એનર્જીનો સંચાર થાય

By: Sanket ParekhEdited By:Sanket ParekhPublish Date: Thu, 09 Oct 2025 10:47 PM (IST)Updated: Thu, 09 Oct 2025 10:47 PM (IST)
diwali-vastu-tips-for-money-throw-out-these-things-of-the-house-immediately
HIGHLIGHTS
  • વાસ્તુ શાસ્ત્રમાં ઘરમાં શાંતિ રહે, તે માટે કેટલાક ઉપાયોનો ઉલ્લેખ કરાયો છે
  • ધનની દેવી લક્ષ્મીનું આગમન એવા ઘરમાં થાય છે, જ્યાં સ્વચ્છતા જળવાતી હોય

Diwali Vastu Tips For Home: ગત સપ્તાહે દશેરાનો પર્વ પત્યો, તે સાથે જ દિવાળીની રાહ જોવાઈ રહી છે. દિવાળીના તહેવારની આડે હવે ગણતરીના જ દિવસો બચ્યા છે, ત્યારે લોકો અત્યારથી પોતાના ઘરને રંગ-રોગાન તેમજ સાફ-સફાઈ કરવા લાગ્યા છે.

જો કે ખૂબ ઓછા લોકો જાણતા હશે કે, દિવાળીમાં ઘરની સાફ-સફાઈ કરતી વખતે કેટલીક એવી વસ્તુઓને કાઢવી જરૂરી છે. જે ઘરમાં આવી અશુભ વસ્તુઓ હોય, ત્યાં ક્યારેય ધનની દેવી લક્ષ્મીનો વાસ નથી થતો. જેના પરિણામે પરિવાર કંગાળ થઈ જાય છે.

તો ચાલો દિવાળી પહેલા એવી કંઈ અશુભ વસ્તુઓ છે, જેને તમારે તમારા ઘરમાંથી આજે જ હટાવવી જોઈએ? (Diwali Vastu Tips)

  • બંધ ઘડિયાળ: વાસ્તુ શાસ્ત્રમાં જણાવ્યા પ્રમાણે, ઘરમાં બંધ ઘડિયાળ રાખવી અશુભ માનવામાં આવે છે. ચાલતી ઘડિયાળ સુખ અને પ્રગતિનું પ્રતિક છે. આથી જો તમારા ઘરમાં પણ કોઈ બંધ કે તૂટેલી ઘડિયાળ હોય, તો દિવાળી પહેલા જ તેને બહાર કાઢી દો.
  • તૂટેલી મૂર્તિ કે તસવીરો: વાસ્તુ શાસ્ત્ર પ્રમાણે, ઘરમાં કોઈ પણ તૂટેલી મૂર્તિ કે તસવીરો ના રાખવી જોઈએ. તમારા ઘરમાં રાખેલી કોઈ ભગવાનની મૂર્તિ તૂટેલી, ખંડિત કે કોઈ ફોટો ફાટેલો તો નથી, તેની તપાસ કરવી જોઈએ. જે કોઈ મૂર્તિ ખંડિત કે તસવીર ફાટેલી હોય તો તેને હટાવીને ઘરમાં ભગવાનની નવી પ્રતિમા લાવીને સ્થાપના કરવી જોઈએ. જે તમારા પરિવાર માટે અત્યંત શુભ નીવડશે.
  • તૂટેલો અરિસો અને કાચ: ઘરમાં તૂટેલા કાચ કે અરિસો રાખવો પણ અશુભ ફળ આપે છે. જો તમારા ઘરમાં પણ કોઈ તૂટેલો બલ્બ, તૂટીલા કાચ કોઈ પણ કાચની તૂટેલી વસ્તુઓ હોય, તો તાત્કાલિક તેને હટાવી દો. આવી વસ્તુઓના કારણે ઘરમાં નકારાત્મક ઉર્જાનો સંચાર થાય છે.
  • જૂના જૂતા: જૂના જૂતા ચંપલ કે નકામાં શુઝ પણ દિવાળીની સાફ-સફાઈ કરતી વખતે ઘરમાંથી બહાર કાઢી દેવા જોઈએ. આવા જૂના જૂતા પણ ઘરમાં નકારાત્મક ઉર્જા ફેલાવે છે.
naidunia_image

આ તો થઈ અશુભ વસ્તુઓ, જેને તમારે ઘરમાંથી કાઢવાની છે. હવે એવી વસ્તુઓ જે નવી હોય તો પણ ઘરમાં ના રાખવી જોઈએ, તેના પર નજર નાંખીએ (Vastu Tips For Money)

તાજમહલ: પ્રેમનું પ્રતિક ગણાતા તાજમહેલની તસવીરો કે શૉ પીસ પણ ઘરમાં ના રાખવો જોઈએ, કારણ કે તે એક સમાધિ છે. તાજ મહેલમાં શાહજહાની પત્ની મુમતાઝ બેગમની કબર છે. આવી વસ્તુઓ આપણા જીવનમાં નકારાત્મક અસર કરે છે.

નટરાજની તસવીર: મોટાભાગના ઘરોમાં તમને નટરાજની તસવીર કે મૂર્તિ અચૂક જોવા મળશે. જે એક બ્રહ્માડીય નર્તકના સ્વરૂપમાં ભગવાન શિવ છે. નટરાજ મહાન કલાનું પ્રતિક છે, પરંતુ વાસ્તુમાં આ મૂર્તિને વિનાશનું પ્રતિક માનવામાં આવે છે, કારણ કે વાસ્તવમાં શિવના તાંડવ નૃત્યનો અર્થ વિનાશ માટેનું નૃત્ય છે. આથી ઘરમાં ક્યારેય પણ નટરાજનું ચિત્ર કે શૉ પીસ ના રાખવો જોઈએ.

આ સિવાય ઘરમાં ક્યારેય કેક્ટસ કે અન્ય કોઈ કાંટા ધરાવતા છોડ ના રાખવા જોઈએ. તેમજ એવી તસવીરો પણ ના રાખવી જોઈએ, જેને જોઈને તમે ઉદાસ થઈ જાવ. જેમકે ડૂબતા જહાજનું ચિત્ર, યુદ્ધનું દ્રશ્ય, શિકારનુ ચિત્ર કે રડતા લોકોની તસવીરો ક્યારેય ના લગાવવી જોઈએ.