Diwali Rashifal, Tirgrahi Yog: જ્યોતિષ શાસ્ત્રનો સંપૂર્ણ આધાર 9 ગ્રહ, 27 નક્ષત્ર, 12 ભાવ અને 12 રાશિઓ પર ટકેલો છે. વૈદિક જ્યોતિષમાં જણાવ્યા પ્રમાણે, ગ્રહોની સ્થિતિની સીધી અસર જે-તે રાશિના જાતકો પર પડતી રહે છે.
આગામી 20 ઓક્ટોબરના રોજ દિવાળીનો પર્વ આવી રહ્યો છે, ત્યારે આ તહેવારોમાં ગ્રહોનો એક દુર્લભ સંયોગ બની રહ્યો છે. જે તમામ રાશિના જાતકોના જીવનને ઊંડી અસર કરશે. ખાસ કરીને 3 રાશિના જાતકો માટે વિશેષ લાભકારી સિદ્ધ થશે.
હકીકતમાં આ દિવાળીએ ગ્રહોના રાજા સૂર્ય, ગ્રહોના રાજકુમાર બુધ અને ગ્રહોના સેનાપતિ મંગળ મળીને ત્રિગ્રહી યોગ (Tirgrahi Yog) બનાવી રહ્યા છે. આ દુર્લભ યોગથી ત્રણ રાશિના જાતકોને જીવનમાં અણધાર્યો આર્થિક લાભ થશે. આ સાથે જ તેમને ભાગ્યનો ભરપુર સાથ મળવાથી સપના સાકાર કરી શકશે. તો ચાલો તેના વિશે વિગતવાર જાણીએ..
- તુલા: દિવાળી પર બની રહેલા ત્રિગ્રહી યોગની શુભ અસર આ રાશિના જાતકો પર જોવા મળશે. જાતકો માટે ખૂબ જ સારો સમય રહેવાનો છે. આ દરમિયાન તમારો આત્મવિશ્વાસ વધશે. નોકરિયાત વર્ગને કાર્યસ્થળે માન, પ્રભાવ અને પ્રતિષ્ઠા વધશે. તમારા વર્ષોથી અટકેલા કામો એક પછી એક પુરા થવા લાગશે. સ્વાસ્થ્ય એકંદરે સારું રહેશે. દામ્પત્યજીવનમાં મધુરતા જળવાઈ રહેશે. લગ્નોત્સુકો માટે આનંદમય માહોલ સર્જાઈ શકે છે.
- મકર: ત્રિગ્રહી યોગ આ રાશિના જાતકો માટે પણ ફળદાયી નીવડશે. કરિયરની દ્રષ્ટિએ સફળતાનો સમય રહે. કર્મ ભાવમાં પ્રગતિ અને સફળતાના યોગ બની રહ્યા છે. નોકરિયાત વર્ગને પોતાની પ્રતિભા વિકસાવવાની તક, કોઈ મોટું પદ મળી શકે છે. સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી કરી રહેલા જાતકોને સફળતાના ચાન્સ રહેશે. પરિવારમાં શુભ કાર્ય થાય
- ધન: આ રાશિના જાતકો માટે પણ ત્રિગ્રહી યોગ લાભકારી સિદ્ધ થશે. આર્થિક સંકડામણનો સામનો કરતા જાતકોને આવકનો નવો માર્ગ મળશે. કૌટુંબિક તણાવનો અંત આવશે. મૂંઝવણ કે પરેશાનીનો ઉપાય મળી આવતા જાતકોને રાહત રહેશે. લગ્નઈચ્છુકોને યોગ્ય જીવનસાથીની પસંદગી થઈ શકે. તમારા વર્ષોથી અટકેલા કામો એક પછી એક પુરા થશે.
Disclaimer: આ લેખમાં સમાવિષ્ટ કોઈપણ માહિતી/સામગ્રી/ગણતરીની ચોકસાઈ અથવા વિશ્વસનીયતાની ખાતરી આપવામાં આવતી નથી. આ માહિતી વિવિધ માધ્યમો / જ્યોતિષીઓ / પંચાંગો / પ્રવચનો / માન્યતાઓ / શાસ્ત્રોમાંથી એકત્રિત કરીને તમારા સુધી લાવવામાં આવી છે. અમારો હેતુ માત્ર માહિતી પ્રસારિત કરવાનો છે, તેના વપરાશકર્તાઓએ તેને માત્ર માહિતી તરીકે લેવી જોઈએ. વધુમાં, વપરાશકર્તા પોતે તેના કોઈપણ ઉપયોગ માટે જવાબદાર રહેશે. ગુજરાતી જાગરણ આની પુષ્ટિ કરતુ નથી. તમારો અભિપ્રાય અમને gujaratijagran@jagrannewmedia.com પર મોકલી શકો છો.
