Lakshmi Puja Muhurat 2026: દિવાળી 2026 લક્ષ્મી પૂજા મુહૂર્ત, ચોઘડિયા, પૂજન વિધિ, આરતી, મંત્ર અને સામગ્રીની યાદી

આ આર્ટિકલમાં, અમે તમને દિવાળીની ચોક્કસ તારીખ, લક્ષ્મી પૂજા મુહૂર્ત, ચોઘડિયા, પૂજન વિધિ, આરતી, મંત્ર અને સામગ્રીની યાદી વિશે વિગતવાર માહિતી આપવા જઈ રહ્યા છે.

By: Dharmendra ThakurEdited By:Dharmendra ThakurPublish Date: Mon, 13 Oct 2025 03:52 PM (IST)Updated: Tue, 30 Dec 2025 04:44 PM (IST)
diwali-lakshmi-puja-muhurat

Diwali Lakshmi Puja Muhurat 2026 (દિવાળી લક્ષ્મી પૂજા મુહૂર્ત 2026): ભારતમાં દિવાળી (Diwali 2026) માત્ર એક ધાર્મિક તહેવાર નથી, પરંતુ તે લાગણીઓ, પવિત્ર પરંપરાઓ અને ઊંડી શ્રદ્ધાનું એક જીવંત પ્રતીક છે. આ એવો સમય છે જ્યારે દરેક ઘર દીવાઓના પ્રકાશથી ઝળહળતું થાય છે, સંબંધોમાં પ્રેમ અને મીઠાશ ભળે છે, અને ધનની દેવી મા લક્ષ્મીનું પ્રત્યેક ઘરમાં સમૃદ્ધિની કામના સાથે સ્વાગત કરવામાં આવે છે.

આ આર્ટિકલમાં, અમે તમને દિવાળીની ચોક્કસ તારીખ, લક્ષ્મી પૂજા મુહૂર્ત, ચોઘડિયા, પૂજન વિધિ, આરતી, મંત્ર અને સામગ્રીની યાદી વિશે વિગતવાર માહિતી આપવા જઈ રહ્યા છે.

દિવાળી કઈ તારીખે છે 2026 (Diwali 2026 Date and Time)

દિવાળી તહેવાર આસો મહિનાની અમાવસ્યા તિથિએ ઉજવવામાં આવે છે. આ વર્ષે અમાવસ્યા તિથિનો પ્રારંભ 08 નવેમ્બરના રોજ સવારે 11:27 વાગ્યે થશે અને 09 નવેમ્બરના રોજ બપોરે 12:31 વાગ્યે પૂર્ણ થશે. સૂર્યાસ્ત બાદ લક્ષ્મી પૂજા કરવાનો વિધિ મુજબનો સમય હોવાથી, દિવાળીનો તહેવાર 08 નવેમ્બર 2026, રવિવારના રોજ ઉજવાશે.

લક્ષ્મી પૂજા મુહૂર્ત (Lakshmi Puja Muhurat 2026)

દિવાળીના દિવસે લક્ષ્મી પૂજાનું શુભ મુહૂર્ત સાંજે 06:22 થી રાત્રે 08:20 સુધી રહેશે. આ શુભ સમયગાળામાં દેવી લક્ષ્મીની પૂજા કરવી અત્યંત શુભ માનવામાં આવે છે.

દિવાળી ચોપડા પૂજન માટે શુભ ચોઘડિયા મુહૂર્ત (Diwali Chopda Pujan Muhurat 2026)

દિવાળી ચોપડા પૂજન 08 નવેમ્બર, 2026 રવિવારના રોજ થશે.

  • સવારનું મુહૂર્ત (ચલ, લાભ, અમૃત): 11:27 AM થી 12:23 PM
  • બપોરનું મુહૂર્ત (શુભ): 01:47 PM થી 03:11 PM
  • સાંજનું મુહૂર્ત (શુભ, અમૃત, ચલ): 05:58 PM થી 10:47 PM
  • રાત્રિ મુહૂર્ત (લાભ): 02:00 AM થી 03:36 AM (તારીખ 09 નવેમ્બર)
  • વહેલી સવારનું મુહૂર્ત (શુભ): 05:13 AM થી 06:49 AM (તારીખ 09 નવેમ્બર)
  • અમાસ તિથિ પ્રારંભ - 11:27 AM નવેમ્બર 08, 2026
  • અમાસ તિથિ સમાપ્ત - 12:31 PM નવેમ્બર 09, 2026
  • પ્રદોષ કાળ: સાંજે 05:58 થી રાત્રે 08:32 વાગ્યા સુધી.
  • વૃષભ લગ્ન: સાંજે 06:22 થી રાત્રે 08:20 વાગ્યા સુધી.
  • સૂર્યોદય: 06:48 AM
  • સૂર્યાસ્ત: 05:58 PM
  • ચંદ્રોદય: 09 નવેમ્બરે સવારે 06:43 AM
  • ચંદ્રાસ્ત: 05:08 PM
  • બ્રહ્મ મુહૂર્ત: 05:06 AM થી 05:57 AM
  • વિજય મુહૂર્ત: 02:15 PM થી 02:59 PM
  • ગોધુલી મુહૂર્ત: 05:58 PM થી 06:24 PM
  • નિશિતા મુહૂર્ત: 11:58 PM થી 12:49 AM, 09 નવેમ્બર

દિવાળી લક્ષ્મી પૂજા વિધિ (Diwali Lakshmi Puja Vidhi)

દિવાળીના દિવસે સવારે સ્નાન કરીને આખા ઘરને સ્વચ્છ કરો. ત્યારબાદ ગંગાજળ છાંટીને ઘર અને પૂજા સ્થળને શુદ્ધ બનાવો. લાલ કે પીળા કપડાં પર ભગવાન શ્રી ગણેશજી અને દેવી લક્ષ્મીજીની મૂર્તિઓ સ્થાપિત કરો. ચોખાના ઢગલા પર અખંડ ઘીનો દીવો પ્રગટાવો.

તાંબા કે માટીના વાસણમાં પાણી, સોપારી, હળદર અને સિક્કો મૂકી, તેને કેરીના પાન અને નારિયેળથી ઢાંકી સ્થાપિત કરો. દેવી લક્ષ્મીને ફૂલેલા ભાત, શેરડી, મોસમી ફળો અને મીઠાઈઓ અર્પણ કરો. સૌપ્રથમ વૈદિક મંત્રોચ્ચાર સાથે ભગવાન શ્રી ગણેશજીની આરતી કરો અને ત્યારબાદ દેવી લક્ષ્મીની આરતી કરો.

પૂજા દરમિયાન થયેલી કોઈ ભૂલ માટે નમ્રતાપૂર્વક ક્ષમા પ્રાર્થના કરો. પૂજા પૂર્ણ થયા બાદ ઘરના દરેક ખૂણે, દરવાજા અને આંગણામાં દીવા પ્રગટાવી આખું ઘર પ્રકાશિત કરો.

દિવાળી લક્ષ્મી પૂજા સામગ્રી (Diwali Lakshmi Puja Samagri)

  • ભગવાન શ્રી ગણેશજી અને દેવી લક્ષ્મીજીની મૂર્તિઓ
  • સ્વચ્છ લાલ કપડું (ચોકી અથવા આસન પર મૂકવા માટે)
  • પંચામૃત (દૂધ, દહીં, ઘી, મધ અને ખાંડનું મિશ્રણ) તેમજ શુદ્ધ જળ અથવા ગંગાજળ
  • હળદર, કુમકુમ, અક્ષત (ચોખાના દાણા), અત્તર, તાજા ફૂલો અને ફૂલમાળા
  • સોપારી, લવિંગ, એલચી, ખીલ, બતાશા, શેરડી, મોસમી ફળો અને વિવિધ મીઠાઈઓ
  • ધૂપ, અગરબત્તી, કપૂર અને ચાંદીના સિક્કા અથવા અન્ય પવિત્ર ધાતુઓ
  • માટીના દીવા સાથે તેલ અથવા ઘી (દીવા પ્રગટાવવા માટે)
  • કળશ જેમાં પાણી, સોપારી, કેરીના પાન અને નાળિયેર સામેલ હોય

લક્ષ્મી પૂજા મંત્ર જાપ (Diwali Lakshmi Puja Mantra)

  • ॐ श्री महालक्ष्म्यै च विद्महे विष्णु पत्न्यै च धीमहि तन्नो लक्ष्मी प्रचोदयात् ॐ॥
  • ॐ ऐं श्रीं महालक्ष्म्यै कमल धारिण्यै गरूड़ वाहिन्यै श्रीं ऐं नमः
  • ॐ श्रीं ह्रीं क्लीं त्रिभुवन महालक्ष्म्यै अस्मांक दारिद्र्य नाशय प्रचुर धन देहि देहि क्लीं ह्रीं श्रीं ॐ ।
  • ॐ श्रीं ह्रीं क्लीं ऐं सौं ॐ ह्रीं क ए ई ल ह्रीं ह स क ह ल ह्रीं सकल ह्रीं सौं ऐं क्लीं ह्रीं श्री ॐ।
  • ॐ ह्री श्रीं क्रीं श्रीं क्रीं क्लीं श्रीं महालक्ष्मी मम गृहे धनं पूरय पूरय चिंतायै दूरय दूरय स्वाहा ।
  • ॐ सर्वाबाधा विनिर्मुक्तो, धन धान्यः सुतान्वितः। मनुष्यो मत्प्रसादेन भविष्यति न संशयः ॐ ।।
  • ॐ श्रीं ह्रीं श्रीं कमले कमलालये प्रसीद प्रसीद ॐ श्रीं ह्रीं श्रीं महालक्ष्मयै नम:॥

લક્ષ્મી માની આરતી (Laxmi Ji Ni Aarti Gujarati Lyrics)

મહાલક્ષ્મી નમસ્તુભ્યં, નમસ્તુભ્યં સુરેશ્વરી,
હરિ પ્રિય નમસ્તુભ્યં, નમસ્તુભ્યં દયાનિધે.

પદ્માલયે નમસ્તુભ્યં, નમસ્તુભ્યં ચ સર્વદે,
સર્વભૂત હિતાર્થાય, વસુ સૃષ્ટિ સદા કુરું.

ॐ જય લક્ષ્મી માતા, મૈયા જય લક્ષ્મી માતા,
તુમકો નિશદિન સેવત, હર વિષ્ણુ વિધાતા.
ॐ જય લક્ષ્મી માતા.

ઉમા, રમા, બ્રહ્માણી, તુમ હી જગ માતા,
સુર્ય-ચંદ્રમા ધ્યાવત, નારદઋષિ ગાતા.
ॐ જય લક્ષ્મી માતા.

દુર્ગા રૂપ નિરંજનિ, સુખ સંપતિ દાતા,
જો કોઈ તુમકુ ધ્યાવત, રિદ્ધી-સિદ્ધિ ધન પાતા. ॐ જય લક્ષ્મી માતા.

તુમ પાતાલ નિવાસિનિ, તુમ હી શુભ દાતા,
કર્મ-પ્રભાવ-પ્રકાશિની, ભવનિધિ કી ત્રાતા.
ॐ જય લક્ષ્મી માતા.

જીસ ઘર મેં તુમ રહેતી, સબ સદ્ગુણ આતા,
સબ સંભવ હો જાતા, મન નહીં ઘબરાત.
ॐ જય લક્ષ્મી માતા.

તુમ બિન યજ્ઞ ન હોવે, વસ્ત્ર ન કોઈ પાતા,
ખાન-પાન કા વૈભવ, સબ તુમસે આતા.
ॐ જય લક્ષ્મી માતા.

શુભ-ગુણ મંદિર સુંદર, ક્ષીરોદધિ જાતા,
રત્ન ચતુર્દશ તુમ બિન, કોઈ નહીં પાતા.
ॐ જય લક્ષ્મી માતા.

મહાલક્ષ્મીજી કી આરતી, જો કોઈ જન ગાતા,
ઉર આનંદ સમાતા, પાપ ઉતર જાતા.
ॐ જય લક્ષ્મી માતા.

ॐ જય લક્ષ્મી માતા, મૈયા જય લક્ષ્મી માતા,
તુમકો નિશદિન સેવત, હર વિષ્ણુ વિધાતા.