Shukrawar Daan: શુક્રવારે કરો આ ખાસ વસ્તુઓનું દાન; દેવી લક્ષ્મીના આશીર્વાદથી ઘરમાં થશે ધન-ધાન્યની વર્ષા, આર્થિક તંગી થશે દૂર

શુક્રવારે કરવામાં આવતા દાન કાર્યોને જ્યોતિષશાસ્ત્રમાં ફળદાયી અને શુભ માનવામાં આવે છે. આ દિવસે સફેદ અને શુદ્ધ વસ્તુઓનું દાન કરવાથી દેવી લક્ષ્મીના આશીર્વાદ પ્રાપ્ત થાય છે.

By: Jignesh ParmarEdited By:Jignesh ParmarPublish Date: Fri, 15 May 2026 12:50 PM (IST)Updated: Fri, 15 May 2026 12:50 PM (IST)
shukrawar-daan-remedies-to-please-goddess-lakshmi

Friday Daan Tips: ભારતીય સનાતન ધર્મમાં દાન પુણ્યનું ખૂબ જ ધાર્મિક મહત્ત્વ રહેલું છે. વિશેષ દિવસે કરેલું દાન ખૂબ જ શુભ માનવામાં આવે છે. ત્યારે શુક્રવારે કરવામાં આવતા દાન કાર્યોને જ્યોતિષશાસ્ત્રમાં ફળદાયી અને શુભ માનવામાં આવે છે. આ દિવસે સફેદ અને શુદ્ધ વસ્તુઓનું દાન કરવાથી દેવી લક્ષ્મીના આશીર્વાદ પ્રાપ્ત થાય છે. તેમજ શુક્ર ગ્રહનો પ્રભાવ મજબૂત થાય છે. હિન્દુ ધર્મમાં, શુક્રવારને દેવી લક્ષ્મી અને શુક્ર ગ્રહના આશીર્વાદ મેળવવા માટે વિશેષ મહત્વનો દિવસ માનવામાં આવે છે.

આ દિવસે કરવામાં આવતી દાન, પૂજા અને ઉપવાસનું વ્યક્તિના જીવન પર ઊંડી સકારાત્મક અસર કરે છે. એવું પણ માનવામાં આવે છે કે, શુક્રવારે ચોક્કસ વસ્તુઓનું દાન પુણ્ય કરવાથી નાણાાકીય મુશ્કેલીઓ જ નહીં, પરંતુ ઘરમાં સુખ, સમૃદ્ધિ અને સૌભાગ્યની વૃદ્ધિ થાય છે. વધુમાં શુક્ર ગ્રહના શુભ પ્રભાવથી વ્યક્તિના જીવનમાં વૈભવ અને ભૌતિક સુખ-સુવિધાઓમાં વધારો થાય છે.

શુક્રવારના દિવસે દાનનું વિશેષ મહત્ત્વ

ધાર્મિક અને જ્યોતિષીય બંને દ્રષ્ટિકોણથી શુક્રવારનું અનેરુ મહત્વ છે. કેમ કે, આ દિવસ દેવી લક્ષ્મીને સમર્પિત છે. એવું પણ મનાય છે કે, આ દિવસે ભક્તિભાવથી દાન પુણ્ય કરવામાં આવે તો ઘરમાં સુખ અને સમૃદ્ધિ વધે છે. જ્યોતિષશાસ્ત્રમાં, શુક્ર ગ્રહને આકર્ષણ, વૈભવ અને સુંદરતાનો કારક મનાય છે. તેથી માનવામાં આવે છે કે, શુક્રવારે દાન અને પૂજા કરવાથી શુક્રના નકારાત્મક પ્રભાવને ઓછો કરવામાં મદદ મળે છે અને વ્યક્તિના જીવનમાં સકારાત્મક ઉર્જા વધે છે.

ચોખા અને ખાંડનું દાન ફળદાયી

આ દિવસે ખાંડ અને ચોખાનું દાન કરવું શુભદાયક માનવામાં આવે છે. માન્યતા છે કે, આ વસ્તુઓનું દાન કરવાથી ઘરમાં ક્યારેય ખોરાક કે સંપદાની અછત રહેતી નથી અને વ્યક્તિના જીવનમાં સમૃદ્ધિમાં સતત વધારો થયા છે. જરુરિયાતમંદોને આ વસ્તુઓ દાન કરવાથી સકારાત્મક ઉર્જા ઉત્પન્ન થાય છ અને આધ્યાત્મિક પુણ્યનું ફળ મળે છે.

શુક્રવારે સફેદ વસ્તુઓનું દાન કરવું

શુક્ર ગ્રહ સફેદ રંગ સાથે સંકળાયેલો છે. માટે શુક્રવારના દિવસે સફેદ વસ્તુઓનું દાન કરવું ખૂબ જ પુણ્યદાયક મનાય છે. એવું મનાય છે કે, આ દિવસે દૂધ, દહી, ખાંડ, સફેદ કપડા, અત્તર કે ખીર જેવી વસ્તુઓનું દાન કરવાથી માનસિક શાંતિ મળે છે અને વ્યક્તિની આર્થિક સ્થિતિ વધુ મજબૂત બને છે.

વૈવાહિક મહત્વની વસ્તુઓનું દાન

શુક્રવારના વિશેષ દિવસે વૈવાહિક જીવન સાથે સંકળાયેલી વસ્તુઓનું દાન કરવું શુભ મનાય છે. પરિણીત સ્ત્રીઓ વૈવાહિક આનંદ સાથે જોડાયેલી વસ્તુઓનું દાન કરી શકે છે. સિંદુર, બંગડીઓ, બિંદી કે મહેંદી અને લાલ વસ્ત્રોનું દાન કરવાથી વ્યક્તિનું સૌભાગ્ય પણ વધે છે. તેમજ તેના લગ્ન જીવનમાં પ્રેમ અને સ્થિરતા જળવાય છે.

આ દિવસે મીઠું અને અન્ય દાન

હિન્દુ ધર્મની માન્યતાઓ અનુસાર, મીઠાને દેવી લક્ષ્મીનું પ્રતીક માનવામાં આવે છે; પરિણામે, મીઠાનું શુક્રવારના દિવસે દાન કરવાથી નકારાત્મક ઉર્જા દૂર થાય છે, તેવું માનવામાં આવે છે. વધુમાં, કમળના ફૂલો, શંખ, ગોમતી ચક્રનું દાન કરવાથી દેવી લક્ષ્મીના આશીર્વાદ મળે છે, જેનાથી જીવનમાં સુખ અને સમૃદ્ધિમાં વધારો થાય છે.

ડિસ્કલેઈમર: આ લેખમાં આપવામાં આવેલી માહિતી, માન્યતાઓ અને પંચાંગ, ધાર્મક ગ્રંથો પર આધારિત છે.