Diwali 2024 Lakshmi Puja Date, Time, Muhurat: આજે ગુજરાત સહિત સમગ્ર દેશમાં દિવાળીના તહેવારની ઉજવણી કરવામાં આવી રહી છે. આ વખતે અમાસ બે દિવસની હોવાના કારણે દિવાળીની તારીખને લઈને ઘણી મૂંઝવણની સ્થિતિ ઉભી થઈ હતી. જો કે, પંડિતોના જણાવ્યા પ્રમાણે, આજે 31 ઓક્ટોબરના રોજ દિવાળીની ઉજવણી કરવામાં આવી રહી છે. ત્યારે આ આર્ટિકલમાં જાણો દિવાળીની પૂજા વિધિ અને શુભ મુહૂર્તની જાણકારી.
દિવાળી 2024 શુભ મુહૂર્ત
- લક્ષ્મી પૂજા મુહૂર્ત - સાંજે 06:45 થી રાત્રે 08:30 વાગ્યા સુધી
- સમયગાળો - 01 કલાક 45 મિનિટ
- પ્રદોષ કાલ - સાંજે 05:48 થી રાત્રે 08:21 વાગ્યા સુધી
- વૃષભ કાલ - સાંજે 06:35 થી રાત્રે 08:33 વાગ્યા સુધી
આ પણ વાંચો - Happy Diwali Wishes 2024: દિવાળીના અવસરે મોકલો આ શુભેચ્છા મેસેજ
લક્ષ્મી પૂજન સંપૂર્ણ પૂજા વિધિ
- દિવાળીની સાંજે દેવી લક્ષ્મીની પૂજા માટે સૌથી પહેલા પૂર્વ દિશામાં અથવા ઉત્તર-પૂર્વ ખૂણામાં ચોકી રાખો.
- આ ચોકી પર સ્વચ્છ લાલ કપડું પાથરી દો.
- આ પછી ભગવાન શ્રી ગણેશની મૂર્તિને ચોકી પર મૂકો અને દેવી લક્ષ્મીની મૂર્તિને જમણી બાજુ રાખો.
- આ સાથે જ પાણીથી ભરેલું કલશ પણ રાખો.
- પૂજાની તમામ સામગ્રી સાથે લઈને આસન પર બેસી જાઓ.
- ચારે બાજુ ગંગાજળનો છંટકાવ કરીને પૂજાની શરૂઆત કરો.
- સૌ પ્રથમ ગણેશજીની સ્તુતિ અને પ્રાર્થના કરતી વખતે ગણેશજીને પુષ્ય, અક્ષત, ગંધ, ફળ અને ભોગ અર્પણ કરતા તિલક લગાવો.
- ભગવાન શ્રી ગણેશની પૂજા કરતી વખતે દેવી લક્ષ્મીને સિંદૂર ચઢાવીને તમામ પ્રકારની પૂજા સામગ્રી અર્પણ કરો.
- ત્યારબાદ ભગવાન શ્રી ગણેશ અને દેવી લક્ષ્મીની પૂજા કર્યા પછી કુબેર દેવ અને દેવી સરસ્વતીની પૂજા વિધિપૂર્વક કરો.
- આ પછી પરિવારના તમામ સભ્યોએ મહાલક્ષ્મીની આરતી કરવી જોઈએ, મંત્રોનો જાપ કરવો જોઈએ અને સ્તુતિ કરવી જોઈએ.
- દીવા પ્રગટાવીને તેને ઘરના દરેક ભાગમાં મૂકો.
- મહાલક્ષ્મીની પૂજા કર્યા પછી તિજોરી અને ખાતાવહીની પૂજા કરો.
- આ સિવાય દિવાળી પર તમારા પૂર્વજોને યાદ કરો અને તેમની પૂજા કરો, તેમને ધૂપ અને ભોગ ધરાવો.