Dev Diwali 2024 Date: 15 કે 16 નવેમ્બર, ક્યારે છે દેવ દિવાળી? અહીં જાણો તારીખ અને શુભ મુહૂર્ત

Dev Diwali 2024 Date in Gujarati: હિંદુ ધર્મમાં દેવ દિવાળીનો તહેવાર ખૂબ જ શુભ માનવામાં આવે છે. દર વર્ષે કારતક માસની પૂર્ણિમાના દિવસે દેવ દિવાળીની ઉજવણી કરવામાં આવે છે.

By: Dharmendra ThakurEdited By: Dharmendra Thakur Publish Date: Tue 12 Nov 2024 10:18 AM (IST)Updated: Tue 12 Nov 2024 10:39 AM (IST)
dev-diwali-2024-when-is-dev-deepavali-in-gujarat-date-and-significance-in-gujarati-427064

Dev Diwali 2024 Date in Gujarati: હિંદુ ધર્મમાં દેવ દિવાળીનો તહેવાર ખૂબ જ શુભ માનવામાં આવે છે. દર વર્ષે કારતક માસની પૂર્ણિમાના દિવસે દેવ દિવાળીની ઉજવણી કરવામાં આવે છે. કહેવાય છે કે, આ દિવસે તમામ દેવી-દેવતાઓ દિવાળીની ઉજવણી કરે છે. આ આર્ટિકલમાં અમે તમને દેવ દિવાળીની તારીખ, શુભ મુહૂર્ત અને પૂજા વિધિ જણાવવા જઈ રહ્યા છે.

પૌરાણિક કથાઓ અનુસાર, આ દિવસે ભગવાન શિવે ત્રિપુરાસુર નામના રાક્ષસનો વધ કર્યો હતો. કહેવાય છે કે, આ દિવસે વૈદિક મંત્રોની પૂજા અને જાપ કરવાથી બમણું ફળ મળે છે. માનવામાં આવે છે કે આ દિવસે તમામ દેવી-દેવતાઓ સ્વર્ગમાંથી પૃથ્વી પર આવે છે અને પોતાના ભક્તોના તમામ કષ્ટો દૂર કરે છે.

દેવ દિવાળી 2024 ક્યારે છે? (Dev Diwali 2024 Date and time)

હિંદુ કેલેન્ડર મુજબ, કાર્તિક પૂર્ણિમા તિથિ 15 નવેમ્બરના રોજ સવારે 6:19 વાગ્યે શરૂ થશે. આ તિથિ 16 નવેમ્બરના રોજ બપોરે 2:58 વાગ્યે સમાપ્ત થશે. હિન્દુ ધર્મમાં ઉદયા તિથિનું મહત્વ છે. આવી સ્થિતિમાં, 15 નવેમ્બરના રોજ દેવ દિવાળીની ઉજવણી કરવામાં આવશે.

દેવ દિવાળી 2024 શુભ મુહૂર્ત (Dev Diwali Shubh Muhurat 2024)

દેવ દિવાળીના દિવસે એટલે કે 15 નવેમ્બરના રોજ 2 કલાક 37 મિનિટનો શુભ મુહૂર્ત રહેશે. કાર્તિક પૂર્ણિમાના રોજ પ્રદોષ કાળમાં સાંજે 5:10 થી 7:47 સુધી દેવ દિવાળી ઉજવવામાં આવશે. આ શુભ મુહૂર્તમાં ગંગાના ઘાટ પર દીવા પ્રગટાવવામાં આવે છે.

દેવ દિવાળી શા માટે ઉજવવામાં આવે છે? (Dev Diwali 2024)

  • ધાર્મિક માન્યતાઓ અનુસાર, તમામ દેવતાઓ કાર્તિક પૂર્ણિમાના દિવસે દિવાળીની ઉજવણી કરે છે, તેથી આ ખાસ દિવાળીને દેવ દિવાળી કહેવામાં આવે છે.
  • કહેવામાં આવે છે કે, આ દિવસે ભગવાન શિવે ત્રિપુરાસુર રાક્ષસનો વધ કર્યા પછી દેવતાઓએ સ્વર્ગમાં દીવા પ્રગટાવીને ઉજવણી કરી હતી.
  • માનવામાં આવે છે કે ત્રિપુરાસુરના વધ પછી, બધા દેવતાઓએ સ્વર્ગમાં દિવાળી ઉજવી હતી. ત્યારથી દેવ દિવાળીની ઉજવણી શરૂ થઈ.

દેવ દિવાળી પૂજા વિધિ (Dev Diwali Pujan Vidhi 2024)

  • કારતક પૂર્ણિમાના દિવસે બ્રહ્મ મુહૂર્તમાં ઊઠીને સ્નાન કરો.
  • આ દિવસે ગંગા નદી અથવા કોઈપણ પવિત્ર નદીમાં સ્નાન કરવું શુભ માનવામાં આવે છે.
  • પવિત્ર નદીમાં સ્નાન કરી શકાય તો ઘરના પાણીમાં ગંગા જળ ભેળવીને સ્નાન કરો.
  • સવારે માટીના દીવામાં ઘી અથવા તલનું તેલ મૂકી દીપદાન કરો.
  • ભગવાન વિષ્ણુની વિધિવત પૂજા કરો.
  • પૂજા દરમિયાન ભગવાન વિષ્ણુના મંત્રોનો જાપ કરો.
  • ઘરના દરેક ખૂણામાં દીવા પ્રગટાવો.
  • સાંજે મંદિરમાં દીપદાન પણ કરો.
  • આ દિવસે શ્રી વિષ્ણુ સહસ્ત્રનામ, વિષ્ણુ ચાલીસાનો પાઠ કરો.
  • આરતી સાથે પૂજા સમાપ્ત કરો.
  • પૂજામાં થયેલી ભૂલો માટે માફી માંગો.

દેવ દિવાળી પૂજન મંત્ર

ऊं नमो नारायण नम:
ऊँ श्रीं ल्कीं महालक्ष्मी महालक्ष्मी एह्येहि सर्व सौभाग्यं देहि मे स्वाहा।।
ऊँ ह्रीं श्री क्रीं क्लीं श्री लक्ष्मी मम गृहे धन पूरये, धन पूरये, चिंताएं दूरये-दूरये स्वाहा:।।
ॐ त्र्यम्बेकं यजामहे सुगन्धिं पुष्टिवर्धनम् उर्वारुकमिव बन्धूनान् मृत्योवर्मुक्षीय मामृतात्।।