Crassula Plant Vastu: 'મની પ્લાન્ટ' કરતાં પણ વધારે ચમત્કારિક છે આ છોડ, ઘરમાં આ દિશામાં રાખવાથી પૈસા ચુંબકની જેમ ખેંચાઈને આવશે

ઘરની આર્થિક સ્થિતિ સુધારવામાં 'ક્રાસુલા'નો છોડ જાદુઈ ભૂમિકા ભજવે છે, પરંતુ તેને ક્યારેય દક્ષિણ દિશામાં ન રાખવો જોઈએ નહીંતર તે અત્યંત અશુભ ફળ આપે છે.

By: Sanket ParekhEdited By:Sanket ParekhPublish Date: Tue, 03 Mar 2026 08:42 PM (IST)Updated: Tue, 03 Mar 2026 08:42 PM (IST)
crassula-plant-vastu-tips-which-one-attracts-more-wealth
HIGHLIGHTS
  • 'ક્રાસુલા'ના પાંદડા જેટલા લીલા, તેટલી જ ઘરમાં સુખ-શાંતિ રહે છે

Crassula Plant Vastu: વાસ્તુશાસ્ત્રમાં છોડ અને વૃક્ષોને વિશેષ મહત્વ આપવામાં આવ્યું છે. લોકો ઘણીવાર સુખ અને સમૃદ્ધિ માટે પોતાના ઘરમાં 'મની પ્લાન્ટ' વાવે છે, પરંતુ શું તમે જાણો છો કે એક એવો છોડ છે, જે મની પ્લાન્ટ કરતાં પણ વધુ શક્તિશાળી અને 'ધન આકર્ષિત કરનાર' છોડ માનવામાં આવે છે? આ છોડને 'ક્રાસુલા' કહેવામાં આવે છે, જેને કુબેર પ્લાન્ટ અથવા જેડ પ્લાન્ટ તરીકે પણ ઓળખવામાં આવે છે.

ક્રેસુલા છોડ તેના જાડા, મખમલી, ઘેરા લીલા પાંદડા માટે જાણીતો છે. વાસ્તુશાસ્ત્ર અનુસાર, આ છોડ ઘરની આર્થિક સ્થિતિ સુધારવામાં જાદુઈ ભૂમિકા ભજવે છે. જેમ ચુંબક લોખંડને આકર્ષે છે, તેમ આ છોડ પોઝિટિવ એનર્જીનો માર્ગ મોકળો કરે છે.

સાચી દિશાનું મહત્ત્વ Crassula Plant Vastu Tips

વાસ્તુશાસ્ત્રમાં કોઈપણ વસ્તુનો સંપૂર્ણ લાભ ત્યારે જ મળે છે, જ્યારે તેને યોગ્ય દિશામાં રાખવામાં આવે. પૌરાણિક માન્યતાઓ અને વાસ્તુ નિયમો અનુસાર, ઘરના મુખ્ય દરવાજાની જમણી બાજુ 'ક્રાસુલા' છોડ રાખવો ખૂબ જ શુભ માનવામાં આવે છે. જો તમે તેને મુખ્ય પ્રવેશદ્વાર પર મૂકો છો, તો તે નકારાત્મક ઉર્જાને ઘરમાં પ્રવેશતા અટકાવે છે.

'ક્રાસુલા'ના છોડને ઓફિસ ડેસ્ક પર રાખવાથી વ્યવસાયમાં પ્રગતિ અને પ્રમોશનની શક્યતાઓ વધી જાય છે. ધાર્મિક માન્યતાઓ અનુસાર, આ છોડને ક્યારેય દક્ષિણ દિશામાં ન રાખવો જોઈએ, કારણ કે તે અશુભ ફળ આપી શકો છો.

  • આ છોડની સૌથી મોટી ખાસિયત એ છે કે, તેને વધારે સાચવવાની જરૂર નથી. તેને દરરોજ પાણી આપવાની જરૂર નથી.

    અઠવાડિયામાં બે કે ત્રણ વાર પાણી આપવું પૂરતું છે. તેમજ આ છોડ છાંયડામાં સારી રીતે ખીલે છે, તેથી તેને સરળતાથી ઘરની અંદર રાખી શકાય છે.
  • 'ક્રાસુલા'ના પાંદડા જેટલા લીલા રહે છે, તેટલી જ ઘરમાં શાંતિ અને ખુશીનો માહોલ રહે છે.
  • વાસ્તુ અનુસાર, સૂકાઈ ગયેલા અથવા કરમાઈ ગયેલા છોડને તાત્કાલિક દૂર કરવો જોઈએ, કારણ કે તે પ્રગતિમાં અવરોધ ઉભો કરે છે.
  • જો તમે લાંબા સમયથી દેવા અથવા નાણાંકીય મુશ્કેલીઓનો સામનો કરી રહ્યા છો, તો 'ક્રાસુલા'નો છોડ તમારા માટે આશાનું કિરણ બની શકે છે.
  • પ્રાચીન શાસ્ત્રોમાં વર્ણવેલ પ્રકૃતિના નિયમોના આધારે, આ છોડ માત્ર સંપત્તિને આકર્ષિત કરતું નથી, પરંતુ પરિવારના સભ્યો વચ્ચે પણ પ્રેમ વધારે છે.