Chanakya Niti: આચાર્ય ચાણક્યએ પોતાની નીતિમાં જીવનને સફળ બનાવવા માટે અનેક મહત્ત્વપૂર્ણ સિદ્ધાંતો જણાવ્યા છે. તેમણે જણાવ્યું છે કે, વ્યક્તિની સોબત તેના ભવિષ્ય અને વ્યક્તિત્વ પર ઊંડી અસર કરે છે.
આથી જ ચાણક્યએ પોતાના નીતિ શાસ્ત્રમાં એવા લોકોનો ઉલ્લેખ કર્યો છે, જેમનાતી કાયમ અંતર જાળવવું જોઈએ. તેમનું માનવું છે કે, આવા લોકોની સોબત જીવનમાં તકલીફો, નિષ્ફળતા અને તણાવનું કારણ બની શકે છે. આવા લોકો પર વધારે પડતો વિશ્વાસ રાખવાથી વ્યક્તિને માનસિક, સામાજિક અને આર્થિક નુક્સાન ભોગવવાનો વારો આવી શકે છે.
મુર્ખ વ્યક્તિથી દૂર રહોઃ આચાર્ય ચાણક્ય અનુસાર, મુર્ખ વ્યક્તિઓની સોબત ક્યારેય આપણને ફાયદો નથી પહોંચાડતી. આવા લોકોથી દૂર રહેવામાં જ ભલાઈ છે. આવા વ્યક્તિઓ સમજ્યા-વિચાર્યા વિના નિર્ણય લેતા હોય છે અને હંમેશા ખોટી સલાહ આપતા હોય છે.
આ ઉપરાંત પોતાના વિચારો અને નિર્ણયો થકી નિકટના લોકોને પણ મુશ્કેલીમાં મૂકી દેતા હોય છે. એવું કહેવાય છે કે, મુર્ખા લોકો હંમેશા જીવનમાં મોટા માનસિક તણાવનું કારણ બને છે. આથી આવા લોકોથી દૂર રહેવામાં જ ભલાઈ માનવામાં આવે છે.
બીજાની બુરાઈ કરનારાથી દૂર રહોઃ જે લોકો હંમેશા બીજા લોકોની ટીકા કરે છે, તેમનાથી પણ અંતર જાળવવું જોઈએ. આવા લોકો ઈર્ષ્યાની ભાવનાથી બીજાની છબી ખરડાવવાનો ભરપુર પ્રયાસ કરે છે.
આચાર્ય ચાણક્યા અનુસાર, જે વ્યક્તિ આજે કોઈની બુરાઈ કરી રહ્યો છે, તે આવતી કાલે તમારી પણક રી શકે છે. આથી આવી વ્યક્તિઓ પર ક્યારેય ભરોસો ના કરવો જોઈએ.
સ્વભાવે સ્વાર્થી હોય તેનાથી અંતર જાળવોઃ દુષ્ટ સ્વભાવના લોકો સૌથી વધારે ખતરનાક હોય છે. આવા લોકો પોતાના સ્વાર્થ માટે કોઈનો પણ વિશ્વાસ તોડી શકે છે. આ ઉપરાંત જરૂર પડવા પર તમારી અંગત વાતોને પણ જાહેર કરી શકે છે. તેમજ મુશ્કેલ સમયમાં તમારો સાથ પણ છોડી શકે છે. આવા લોકો બહારથી ભલે મિત્ર હોવાનો ઢોંગ કરતાં હોય, પરંતુ અંદરોઅંદર તેમના મનમાં છળ-કપટની ચાલ હોઈ શકે છે. આથી આવા લોકોને સમયસર ઓળખીને તેમનાથી અંતર જાળવવામાં જ શાણપણ છે.
