Vastu Tips, Camphor Remedies: એવું કહેવાય છે કે, જો તમે તમારું ઘર વાસ્તુના નિયમને ધ્યાનમાં રાખીને બનાવો અને સજાવો, તો તમારી અનેક પ્રકારની મુશ્કેલીઓનો આપોઆપ અંત આવી જાય છે. વાસ્તુ શાસ્ત્રમાં કપૂરને નેગેટિવ એનર્જીમાંથી મુક્તિ મેળવવા માટેનો એક સારા ઉપાય તરીકે વર્ણન કરવામાં આવ્યું છે, તો ચાલો જાણીએ કે, તમે કેવી રીતે કપૂરની મદદથી તમારા જીવનની ઘણી સમસ્યાઓમાંથી છૂટકારો મેળવી શકો છો.
બગડતા કામ બનવા લાગશે, આર્થિક સમસ્યા દૂર થશે
જો તમારું કોઈ કામ વારંવાર કરવા છતાં બગડી રહ્યું હોય, તો તેનું કારણ ઘરમાં રહેલ નેગેટિવ એનર્જી હોઈ શકે છે. આવી સ્થિતિમાં તમારે દરરોજ સવારે અને સાંજના સમયે કપૂર પ્રગટાવવું જોઈએ. જેનાથી ઘરમાંથી નેગેટિવ એનર્જી દૂર થાય છે અને પોઝિટિવ એનર્જીનો સંચાર વધે છે.
આમ કરવાથી તમારા બગડતા કામ પણ બનવા લાગે છે. જો તમને ધન સબંધિત આર્થિક સમસ્યા રહેતી હોય, તો કપૂરમાં લવિંગ નાંખીને સળગાવવું જોઈએ. આમ કરવાથી તમે લાભ મળતો જોઈ શકશો.
વાસ્તુ દોષમાંથી મુક્તિ મળશે
જો તમારા ઘરમાં પણ વાસ્તુ દોષની સમસ્યા રહેતી હોય, તો તેને દૂર કરવા માટે તમે કપૂર સાથે સંકળાયેલા કેટલાક ઉપાયો અજમાવી શકો છે. આ માટે ઘરના અલગ-અલગ ખૂણામાં કપૂરના ટૂકડા રાખી દો. જ્યારે આ ટૂકડા એની મેળે ઓગળી જાય, તો તેની જગ્યાએ નવા ટૂકડા રાખી શકો છો. આમ કરવાથી તમને વાસ્તુ દોષમાંથી મુક્તિ મળી શકે છે.
ઘરમાં આ જગ્યાએ કપૂર રાખવાથી થશે ફાયદો
વાસ્તુ પ્રમાણે, તમે ઘરના મુખ્ય પ્રવેશ દ્વાર, પૂજા ઘર અને તીજોરીમાં પણ કપૂરના ટૂકડા રાખી શકો છે. આ સિવાય બેડરૂમમાં પણ કપૂર રાખવાથી દાંમ્પત્ય જીવનમાં મધુરતા આવે છે અને ઘરકંકાશ દૂર થાય છે.
જો તમે સૂતા સમયે તકિયા નીચે કપૂરનો એક ટૂકડો રાખીને સૂવો છો, તો તેનાથી માનસિક શાંતિનો અહેસાસ થશે અને ઊંઘ પણ સારી આવશે. આમ ઘરની અહીં જણાવેલી જગ્યાએ કપૂરના ટૂકડા રાખવાથી તેમજ ઉપરોક્ત ઉપાય અજમાવવાથી તમારો વાસ્તુ દોષ દૂર થશે અને નેગેટિવ એનર્જીમાંથી પણ મુક્તિ મળી શકે છે.
