Budh Nakshatra Gochar: આજે 23 જાન્યુઆરી, 2026ના રોજ વસંત પંચમીનો (Vasant Panchami 2026) પર્વ મનાવવામાં આવી રહ્યો છે, જે વિદ્યાની દેવી સરસ્વતી માતાને સમર્પિત છે. આ વસંત પંચમી ગ્રહોની ચાલની દ્રષ્ટિએ પણ ખૂબ જ મહત્ત્વની છે. હકીકતમાં આજે વસંત પંચમીના દિવસે સવારે 10:27 કલાકે ગ્રહોના રાજકુમાર બુધ શ્રવણ નક્ષત્રમાં પ્રવેશ કરી ચૂક્યા છે.
વૈદિક જ્યોતિષ પ્રમાણે, ચંદ્રને શ્રવણ નક્ષત્રના સ્વામી અને દેવતા ભગવાન વિષ્ણુ માનવામાં આવે છે. જે જાતકની શીખવાની ક્ષમતા અને જ્ઞાનનું પ્રતિક પણ ગણાય છે. જેની અસર જાતકના વિચારવા-સમજવાની ક્ષમતાને વધારે છે. એવામાં બુદ્ધિનો કારક બુધ ગ્રહનું શ્રવણ નક્ષત્રમાં ગોચર કેટલીક રાશિના જાતકો માટે વરદાનરૂપ સાબિત થઈ શકે છે, તો ચાલો કઈ છે આ લકી રાશિઓ…
મેષ: બુધનું નક્ષત્ર પરિવર્તન આ રાશિ માટે સરપ્રાઈઝ લઈને આવ્યું છે. મેષ રાશિના જાતકોને આકસ્મિક ધનલાભ થવાના યોગ બની રહ્યા છે. વેપાર-ધંધામાં પણ અણધારી સફળતા મળી શકે છે. જૂની કોઈ બીમારીમાંથી મુક્તિ મળી શકે છે. દામ્પત્યજીવનમાં મધુરતા જળવાશે. વડીલોનો સાથ-સહકાર મળી રહેશે. કોર્ટ-કચેરીના કામકાજમાં તમારી તરફેણમાં ચુકાદો આવી શકે છે.
કર્કઃ આ રાશિના જાતકો માટે બુધની ચાલ ફળદાયી નીવડશે. તમારી આર્થિક સ્થિતિ વધારે મજબૂત બનશે. માતા સરસ્વતીના આશીર્વાદ પ્રાપ્ત થવાથી જાતકોને માનસિક શાંતિનો અહેસાસ થશે. નોકરીમાં પદોન્નતિ થઈ શકે છે. માતા-પિતા તરફથી સારો સહયોગ અને માર્ગદર્શન મળી રહેશે. વૈવાહિક પ્રગતિ થશે.
કન્યાઃ બુધના નક્ષત્ર પરિવર્તનથી આ રાશિ પર વિદ્યાની દેવી સરસ્વતીની વિશેષ કૃપા વરસશે. જાતકોના મનની તમામ મનોકામના એક પછી એક પૂર્ણ થઈ શકે છે. કરિયરમાં પણ અણધારી સફળતા મળશે. વર્ષોથી અટકેલા કામો આગળ વધી શકે છે. વ્યવસાયિક સબંધોમાં સફળતા મળશે. મહેનતનું મીઠું ફળ ચાખવા મળશે.
મીનઃ ગ્રહોના રાજકુમારનું નક્ષત્ર પરિવર્તન આ રાશિના જાતકો માટે વરદાનથી કમ નથી. પ્રગતિના દ્વાર ખુલતા જણાશે. ઓચિંતા નાણાંકીય લાભથી આર્થિક સ્થિતિ મજબૂત બનશે. કસોટીમાંથી પાર ઉતરી શકશો. શત્રુ વિજયના યોગ બની રહ્યા છે.મકાન-વાહન ખરીદવાનું સ્વપનું સાકાર થઈ શકે છે.
Disclaimer: આ લેખમાં સમાવિષ્ટ કોઈપણ માહિતી/સામગ્રી/ગણતરીની ચોકસાઈ અથવા વિશ્વસનીયતાની ખાતરી આપવામાં આવતી નથી. આ માહિતી વિવિધ માધ્યમો / જ્યોતિષીઓ / પંચાંગો / પ્રવચનો / માન્યતાઓ / શાસ્ત્રોમાંથી એકત્રિત કરીને તમારા સુધી લાવવામાં આવી છે. અમારો હેતુ માત્ર માહિતી પ્રસારિત કરવાનો છે, તેના વપરાશકર્તાઓએ તેને માત્ર માહિતી તરીકે લેવી જોઈએ. વધુમાં, વપરાશકર્તા પોતે તેના કોઈપણ ઉપયોગ માટે જવાબદાર રહેશે. ગુજરાતી જાગરણ આની પુષ્ટિ કરતુ નથી. તમારો અભિપ્રાય અમને gujaratijagran@jagrannewmedia.com પર મોકલી શકો છો.
