Budh Gochar 2026: બુધનું રાહુના નક્ષત્રમાં ગોચર કર્ક સહિત 5 રાશિને કરશે માલામાલ, જાતકો માટે 10 દિવસ 'લૉટરી' સમાન રહેશે

ગ્રહોના રાજકુમાર બુધે રાહુના નક્ષત્ર આર્દ્રામાં ગોચર કર્યું છે, જ્યાં તે 11 જૂન એટલે કે આગામી 10 દિવસ સુધી બિરાજમાન રહેશે.

By: Sanket ParekhEdited By:Sanket ParekhPublish Date: Tue, 02 Jun 2026 10:54 PM (IST)Updated: Tue, 02 Jun 2026 10:54 PM (IST)
budh-gochar-2026-mercury-transit-in-ardra-nakshatra-lucky-for-these-5-zodiac-signs
HIGHLIGHTS
  • મેષ, કર્ક, કન્યા, તુલા અને મકર રાશિના જાતકોને ડગલેને પગલે સફળતા મળશે

Budh Gochar 2026: ગ્રહમંડળના 9 ગ્રહો પૈકી ગ્રહોના રાજકુમાર બુધનું આગવું મહત્ત્વ છે. બુદ્ધિ, વાણી, તર્ક અને વેપારનો કારક મનાતો બુધ ગ્રહ જ્યારે ગોચર કરે છે, ત્યારે તેની શુભાશુભ અસર તમામ 12 રાશિના જાતકો પર પડતી હોય છે.

દ્વિક પંચાગ પ્રમાણે, આજે 2 જૂન 2026ના રોજ સવારે 6:14 કલાકે બુધ ગ્રહે આર્દ્રા નક્ષત્રમાં ગોચર કર્યું છે, જેનો સ્વામી રાહુ ગ્રહ છે. આર્દ્રા નક્ષત્રમાં રાહુલ 11 જૂન સુધી બિરાજમાન રહેશે. આ 10 દિવસ દરમિયાન 5 રાશિના જાતકોને ડગલે અને પગલે સફળતા મળશે.

મેષ (Aries Rashifal)

આ રાશિના જાતકો માટે બુધનું નક્ષત્ર ગોચર લાભકારી સિદ્ધ થશે. આ દરમિયાન સમજી વિચારીને કોઈ નિર્ણય લેશો, તો તેનાથી તમને અઢળક ફાયદો થશે. અંગત જીવનમાં પણ ખુશીના પ્રસંગો બનશે. કોઈ જૂની બીમારીમાંથી મુક્તિ મળી શકે છે.

કર્ક (Cancer Rashifal)

દામ્પત્યજીવન મધુર બનશે. જીવનસાથી સાથે સારો સમય પસાર કરી શકશો. વેપારી વર્ગને પણ સારો નફો રળવાની તક મળી રહેશે. ધંધાદારી વર્ગને કોઈ મોટી ડીલ તમારી રાહ જોઈ રહી છે. નોકરિયાત વર્ગને સીનિયર્સ પાસેથી શીખવાની તક મળશે, જે ભવિષ્યમાં આગળ આવવામાં મદદરૂપ થશે.

કન્યા (Virgo Rashifal)

પતિ-પત્ની વચ્ચેના સબંધોમાં પ્રેમ અને મધુરતા જળવાઈ રહેશે. નોકરિયાત વર્ગ પર ઉપલા અધિકારીઓ ખુશ રહેવાથી પગાર વધારાનો ચાન્સ છે. મનપસંદ કામ કરવાની તક મળવાથી તમારો આત્મવિશ્વાસ પણ વધશે. વેપારી વર્ગને અનુભવી વ્યક્તિની સલાહ ફાયદો પહોંચાડશે.

તુલા (Libra Rashifal)

અચાનક ધનલાભના યોગ બની રહ્યા છે. શત્રુઓનો સામનો કરવી શકવા માટે સક્ષમ બનશો. તમારી ધગશથી કોઈ અગત્યનું કામ સંપન્ન થવા જઈ રહ્યું છે. સંતાન સબંધિત સમસ્યાનો ઉકેલ મળતા રાહત અનુભવશો. વૈવાહિક સંબંધોમાં મધુરતા રહેશે.

મકર (Capricorn Rashifal)

નોકરિયાત વર્ગને કામકાજના સ્થળે તેમના કામની કદર થવાથી ઉત્સાહ બેવડાશે. ધંધાદારી વર્ગ માટે ધંધો વિસ્તારવા માટેનો શ્રેષ્ઠ સમય છે. વર્ષોથી અટકેલા કામો ગતિ પકડશે. સમાજમાં માન-પ્રતિષ્ઠા વધશે.

Disclaimer: આ લેખમાં સમાવિષ્ટ કોઈપણ માહિતી/સામગ્રી/ગણતરીની ચોકસાઈ અથવા વિશ્વસનીયતાની ખાતરી આપવામાં આવતી નથી. આ માહિતી વિવિધ માધ્યમો / જ્યોતિષીઓ / પંચાંગો / પ્રવચનો / માન્યતાઓ / શાસ્ત્રોમાંથી એકત્રિત કરીને તમારા સુધી લાવવામાં આવી છે. અમારો હેતુ માત્ર માહિતી પ્રસારિત કરવાનો છે, તેના વપરાશકર્તાઓએ તેને માત્ર માહિતી તરીકે લેવી જોઈએ. વધુમાં, વપરાશકર્તા પોતે તેના કોઈપણ ઉપયોગ માટે જવાબદાર રહેશે. ગુજરાતી જાગરણ આની પુષ્ટિ કરતુ નથી. તમારો અભિપ્રાય અમને gujaratijagran@jagrannewmedia.com પર મોકલી શકો છો.