Bhai Dooj 2024: 02 કે 03 નવેમ્બર, ક્યારે છે ભાઈ બીજ? જાણી લો ભાઈ-બહેનના આ પવિત્ર તહેવારની સાચી તારીખ

દિવાળીનો તહેવાર ધનતેરસથી ભાઈ બીજ સુધી પાંચ દિવસ ઉજવવામાં આવે છે. ભાઈ બીજ ભાઈ-બહેનનો પવિત્ર તહેવાર છે. ત્યારે જાણો આ વર્ષે ભાઈ બીજ કઈ તારીખે છે અને શુભ મુહૂર્ત.

By: Dharmendra ThakurEdited By: Dharmendra Thakur Publish Date: Tue 22 Oct 2024 02:25 PM (IST)Updated: Tue 22 Oct 2024 02:27 PM (IST)
bhai-dooj-2024-bhai-beej-date-time-tithi-shubh-muhurat-history-and-significance-in-gujarati-417267

Bhai Dooj 2024 Date and Time: દેશભરમાં દર વર્ષે કારતક મહિનાના શુક્લ પક્ષની દ્વિતિયા તિથિના રોજ ભાઈ બીજનો તહેવાર ખૂબ જ ધામધૂમથી ઉજવવામાં આવે છે. આ શુભ અવસર પર બહેનો પોતાના ભાઈને તિલક લગાવે છે અને દીર્ઘાયુષ્ય અને સુખ-સમૃદ્ધિમાં વૃદ્ધિની કામના કરે છે. ભાઈઓ બહેનોને ભેટો અને રક્ષણના વચનો આપે છે.

ભાઈ બીજના તહેવારને યમ દ્વિતિયા તરીકે પણ ઓળખવામાં આવે છે. આ દિવસે ભગવાન ચિત્રગુપ્તની પૂજા કરવાનો પણ નિયમ છે. ત્યારે આ આર્ટિકલમાં અમે તમને વર્ષ 2024માં ભાઈ બીજનો તહેવાર કઈ તારીખે ઉજવવામાં આવનાર છે, તે વિશે જણાવવા જઈ રહ્યા છે. જાણો.

ભાઈ બીજ 2024 ક્યારે છે? (Bhai Dooj 2024 Shubh Muhurat)

પંચાંગ અનુસાર, કારતક મહિનાના કૃષ્ણ પક્ષની દ્વિતિયા તિથિ 02 નવેમ્બર, 2024 ના રોજ રાત્રે 08:21 વાગ્યે શરૂ થશે. આ તિથિ 03 નવેમ્બર, 2024 ના રોજ સમાપ્ત થશે. પંચાંગના આધારે, આ વર્ષે ભાઈ બીજનો તહેવાર 3 નવેમ્બર 2024, રવિવારના રોજ ઉજવવામાં આવશે.

  • બપોરનું મુહૂર્ત - બપોરે 01:10 થી 03:22 સુધી
  • બ્રહ્મ મુહૂર્ત - સવારે 04:51 થી 05:43 સુધી
  • વિજય મુહૂર્ત - બપોરે 01:54 થી 02:38 સુધી
  • સંધિકાળ મુહૂર્ત - સાંજે 05:34 થી 06 વાગ્યા સુધી

આ પણ વાંચો - Diwali 2024 Date: કઈ તારીખે છે દિવાળી? જાણો ધનતેરસ, ભાઈ બીજની સાચી તારીખ તેમજ શુભ મુહૂર્ત

ભાઈ બીજ પૂજા સામગ્રી લિસ્ટ

  • આરતીની થાળી
  • ચોખા
  • ઘી
  • નાળિયેર
  • ગોલા
  • મીઠાઈઓ
  • ધૂપ
  • જ્યોત
  • ચોકી

ભાઈ બીજ પૂજા વિધિ

  • સવારે વહેલા ઉઠીને સ્નાન કર્યા પછી પૂજા કરો.
  • ભાઈ બીજના દિવસે ભગવાન વિષ્ણુ અને ભગવાન ગણેશની વિશેષ પૂજા કરવી શુભ માનવામાં આવે છે.
  • શુભ મુહૂર્તમાં બહેને પોતાના ભાઈને તિલક લગાવવું જોઈએ.
  • ધાર્મિક માન્યતા છે કે શુભ મુહૂર્તમાં તિલક લગાવવાથી ભાઈને જીવનમાં સફળતા મળે છે અને જીવનની તમામ બાધાઓ દૂર થાય છે.
  • તિલક લગાવ્યા પછી દીવો પ્રગટાવીને આરતી કરો અને હાથ પર રક્ષા સૂત્ર બાંધો.
  • આ પછી મીઠાઈ ખવડાવો.
  • આ રીતે ભાઈ પોતાની બહેનને ભેટ આપે છે.