કુંભમાં સૂર્ય-રાહુની યુતિઃ આ 3 રાશિ માટે ચેતીને ચાલવા જેવો સમય, જાતકોની ધારણાઓ અવળી પડશે; મનની મુરાદ મનમાં જ રહી જશે

13 ફેબ્રુઆરીએ સૂર્ય ગ્રહ કુંભમાં ગોચર કરશે, જ્યાં પહેલાથી બિરાજમાન રાહુ સાથે યુતિ સર્જશે. આ યુતિ 15 માર્ચ સુધી 3 રાશિના જાતકો માટે મુશ્કેલી વધારશે

By: Sanket ParekhEdited By:Sanket ParekhPublish Date: Sun, 01 Feb 2026 09:19 PM (IST)Updated: Sun, 01 Feb 2026 09:19 PM (IST)
astrology-alert-sun-rahu-yuti-in-aquarius-these-zodiac-signs-will-face-challenges
HIGHLIGHTS
  • ગ્રહોના રાજા સૂર્ય દેવ એક મહિના બાદ રાશિ પરિવર્તન કરશે

Sun-Rahu Yuti in Aquarius: ગ્રહોના રાજા સૂર્ય દેવ લગભગ દર એક મહિના બાદ રાશિ પરિવર્તન કરતા હોય છે. એવામાં આગામી 13 ફેબ્રુઆરીના રોજ સૂર્ય ગ્રહ શનિની રાશિ કુંભમાં પ્રવેશ કરશે. જ્યાં પહેલાથી જ રાહુ બિરાજમાન છે. જેના કારણે કુંભ રાશિમાં સૂર્ય અને રાહુની યુતિ બનશે, જે 15 માર્ચ સુધી રહેવાની છે.

જ્યોતિષ વિદ્યાના જાણકારોનું માનીએ તો, કુંભમાં સૂર્ય-રાહુની યુતિ કેટલીક રાશિના જાતકો માટે પડકાર રૂપ રહેવાની છે. આ દરમિયાન જાતકો ખોટા નિર્ણય લઈ શકે છે, જેના કારણે તેમને મોટું નુકસાન થઈ શકે છે. તો ચાલો જાણીએ કંઈ છે આ રાશિ..

સિંહ: કુંભ રાશિમાં સૂર્ય અને રાહુની યુતિ આ રાશિના જાતકો માટે મુશ્કેલી લઈને આવશે. અણધાર્યા ખર્ચા આવી શકે છે. પરિવારના સભ્યો તેમજ સહકર્મીઓ સાથે વાદ-વિવાદ થઈ શકે છે. ઉતાવળમાં લીધેલા નિર્ણય મુસીબત વધારી શકે છે. જાતકોને સફળતા મેળવવા માટે વધારે મહેનત કરવી પડશે. જીવનસાથી સાથે ખટરાગ થઈ શકે છે.

મકરઃ સૂર્ય-રાહુની યુતિને પગલે આ રાશિના જાતકોએ આર્થિક વ્યવહારોમાં સતર્ક રહેવું પડશે. આવક ઘટવાની સામે આકસ્મિક ખર્ચા વધી શકે છે. નવું રોકાણ કરવાનું હાલ ટાળવામાં જ ભલાઈ છે. પરિવારના સભ્યો સાથે મનદુખ થાય.વડીલો સાથે વૈચારિક મતભેદો થઈ શકે છે. પ્રેમમાં નિષ્ફળતા આપને હતાશ ના કરે તે જોવું

મીનઃ ગ્રહોના આધિપતિ સૂર્યનું ગોચર આ રાશિના જાતકોને આર્થિક મોરચે સતર્ક રહેવાનો સંકેત આપી રહ્યું છે. ધાર્યા કરતાં ખર્ચા વધી જવાથી બચત પણ વપરાઈ જશે. પતિ-પત્ની વચ્ચે તણખા ઝરશે. ખોટા માર્ગે નાણાં ના વેડફાય તેનું ધ્યાન રાખવું. ચેતીને ચાલવા જેવો સમય છે. નવા રોકાણો માટે રાહ જોવી. ધીરજની કસોટી થતી જણાશે.

Disclaimer: આ લેખમાં સમાવિષ્ટ કોઈપણ માહિતી/સામગ્રી/ગણતરીની ચોકસાઈ અથવા વિશ્વસનીયતાની ખાતરી આપવામાં આવતી નથી. આ માહિતી વિવિધ માધ્યમો / જ્યોતિષીઓ / પંચાંગો / પ્રવચનો / માન્યતાઓ / શાસ્ત્રોમાંથી એકત્રિત કરીને તમારા સુધી લાવવામાં આવી છે. અમારો હેતુ માત્ર માહિતી પ્રસારિત કરવાનો છે, તેના વપરાશકર્તાઓએ તેને માત્ર માહિતી તરીકે લેવી જોઈએ. વધુમાં, વપરાશકર્તા પોતે તેના કોઈપણ ઉપયોગ માટે જવાબદાર રહેશે. ગુજરાતી જાગરણ આની પુષ્ટિ કરતુ નથી. તમારો અભિપ્રાય અમને gujaratijagran@jagrannewmedia.com પર મોકલી શકો છો.