Venus Rises: જ્યોતિષશાસ્ત્રમાં શુક્રને સુખ, પ્રેમ અને સમૃદ્ધિનો કારક માનવામાં આવે છે. જ્યારે પણ શુક્ર અસ્ત થાય છે, ત્યારે આવા સુખોમાં થોડી ઓટ અનુભવાય છે. જો કે સારી વાત એ છે કે, શુક્ર 1 ફેબ્રુઆરી, 2026ના રોજ મકર રાશિમાં ઉદય કરવાના છે. આમ સૂર્યદેવના પ્રભાવથી મુક્ત શુક્ર પોતાની તમામ શક્તિ સાથે જાતકોને શુભ ફળ આપવા માટે તૈયાર છે.
આ ઉદય ફક્ત પ્રેમ સબંધમાં જ નહીં, પરંતુ તમારા બેંક બેલેન્સ અને કરિયરમાં સ્થિરતા લઈને આવશે. મકર રાશિમાં હોવાથી શુક્ર ખૂબ જ વ્યવહારુ અને જવાબદાર પરિણામો આપશે. તો ચાલો જાણીએ કે, શુક્રનું ગોચર કંઈ રાશિના જાતકો માટે જેકપૉટ સાબિત થવાનું છે.
આ 5 રાશિના જાતકો માટે શુક્રનું ગોચર સરપ્રાઈઝ લાવશે (Venus Rises in Capricorn 2026)
શુક્રનો ઉદય ખાસ કરીને વૃષભ, કન્યા, તુલા, મકર અને મીન રાશિના જાતકો માટે સુખ અને સમૃદ્ધિના દ્વાર ખોલશે. લાંબા સમયથી ચાલી આવતી નાણાકીય મુશ્કેલીઓ અથવા સંબંધોમાં કડવાશ હવે દૂર થવા જઈ રહી છે.
વૃષભ (Taurus): આ રાશિના જાતકો માટે શુક્ર નવમા ભાવ (ભાગ્યના ઘર)માં ઉદય કરી રહ્યો છે. જો તમારું કોઈ કામકાજ ભાગ્યના ભરોસે અટકી રહ્યું હશે, તો તે હવે પુરું થવાના યોગ બની રહ્યા છે. તમને વડીલોનો સાથ-સહકાર અને માર્ગદર્શન મળી રહેશે. હવે તમારા વિચારો વધુ પરિપક્વ થશે. જેના પરિણામે તમે યોગ્ય નાણાંકીય નિર્ણય લઈ શકશો.
કન્યા (Virgo): આ રાશિના જાતકો માટે શુક્ર પાંચમા (શિક્ષણ અને પ્રેમનું ક્ષેત્ર)માં ઉદય કરી રહ્યો છે. જે વિદ્યાર્થીઓ પોતાના અભ્યાસને લઈને ચિંતિત રહેતા હતા, તેમને હવે ધ્યાન કેન્દ્રિત કરવામાં સરળતા રહેશે. પ્રેમસબંધમાં પ્રગતિ થાય. મિત્રો સાથે કોઈ નવું કામ શરૂ કરવાનું વિચારી રહ્યા હોવ, તો આ સમય શ્રેષ્ઠ રહેશે. વિદ્યાર્થીઓ વધુ અભ્યાસ માટે વિદેશ જઈ શકશે.
તુલા (Libra): તુલા રાશિના જાતકો માટે, શુક્ર ચોથા ભાવ (સુખ અને સંપત્તિનું ક્ષેત્ર) માં પોતાની શક્તિનો ઉપયોગ કરશે. ઘરમાં શાંતિ રહેશે, અને મિલકત સંબંધિત વિવાદો ઉકેલાઈ શકે છે. તમે તમારા ઘરને સુંદર બનાવવા માટે વૈભવી વસ્તુઓ પર ખર્ચ કરી શકો છો. કામ પર તમારી છબી પણ સુધરશે.
મકર (Capricorn): શુક્રદેવ આ રાશિના તમારી પ્રથમ ભાવ (લગ્ન)માં ઉદય પામી રહ્યા છે. જેના કારણે તમારા આત્મવિશ્વાસ અને આકર્ષણમાં નોંધપાત્ર વધારો થશે. લોકો તમારી વાતથી પ્રભાવિત થશે. સમાજમાં તમારી માન-પ્રતિષ્ઠા વધશે. જો તમે ભાગીદારીમાં વ્યવસાય ચલાવી રહ્યા છો, તો નોંધપાત્ર નફાના સંકેતો છે. મુશ્કેલ સ્થિતિમાં ભાગીદાર સંકટ મોચક તરીકે પડખે ઉભા રહેશે.
મીન (Pisces): મીન રાશિ માટે, શુક્ર અગિયારમા ભાવમાં (નફા અને ઇચ્છા પૂર્ણતાનું ક્ષેત્ર) ઉદય કરી રહ્યો છે. તમારી ભૂતકાળની મહેનત હવે નાણાકીય પરિણામો આપશે. તમારું સામાજિક નેટવર્ક વિસ્તરશે, અને તમે પ્રભાવશાળી નવા લોકોને મળશો. તમારી દબાયેલી ઇચ્છાઓ હવે વાસ્તવિકતા બની શકે છે.અઘરા અને અટવાયેલા કામકાજ સહજતાથી પાર પાડી શકશો.
શુક્ર ગ્રહની કૃપા મેળવવાના સરળ ઉપાયો (Venus Remedies)
જો તમે ઈચ્છો છો કે શુક્ર ગ્રહના આશીર્વાદ કાયમ તમારા ઉપર રહે, તો આ નાના ફેરફારો તમારા જીવનને બદલી શકે છે:
- સફેદ રંગનો ઉપયોગ: શુક્રવારે સફેદ કપડાં પહેરવાથી તમને શુક્ર ગ્રહનો અપાર આશીર્વાદ મળી શકે છે.
- દાન: શુક્રવારે કોઈ જરૂરિયાતમંદ વ્યક્તિને સફેદ મીઠાઈ, દૂધ અથવા ચોખાનું દાન કરો.
- સ્વચ્છતા: તમારી આસપાસનો વિસ્તાર સ્વચ્છ અને સુગંધિત રાખો. આહલાદ્દક ખુશ્બુવાળા પરફ્યુમનો ઉપયોગ કરો.
- લક્ષ્મી પૂજા: શુક્રવારે દેવી લક્ષ્મીની સામે ઘીનો દીવો પ્રગટાવો અને સફેદ ફૂલો અર્પણ કરો.
Disclaimer: આ લેખમાં સમાવિષ્ટ કોઈપણ માહિતી/સામગ્રી/ગણતરીની ચોકસાઈ અથવા વિશ્વસનીયતાની ખાતરી આપવામાં આવતી નથી. આ માહિતી વિવિધ માધ્યમો / જ્યોતિષીઓ / પંચાંગો / પ્રવચનો / માન્યતાઓ / શાસ્ત્રોમાંથી એકત્રિત કરીને તમારા સુધી લાવવામાં આવી છે. અમારો હેતુ માત્ર માહિતી પ્રસારિત કરવાનો છે, તેના વપરાશકર્તાઓએ તેને માત્ર માહિતી તરીકે લેવી જોઈએ. વધુમાં, વપરાશકર્તા પોતે તેના કોઈપણ ઉપયોગ માટે જવાબદાર રહેશે. ગુજરાતી જાગરણ આની પુષ્ટિ કરતુ નથી. તમારો અભિપ્રાય અમને gujaratijagran@jagrannewmedia.com પર મોકલી શકો છો.
