Budh Gochar 2026: બુધનું નક્ષત્ર પરિવર્તન 4 રાશિની કિસ્મત ચમકાવશે, પ્રગતિના દ્વાર ખુલતા જાતકો ધારેલી સફળતા મેળવશે

મકર રાશિમાં બિરાજમાન બુધ અને મંગળના નક્ષત્રનો આ દુર્લભ સંયોગ અનેક રાશિઓ માટે વરદાનરૂપ સાબિત થઈ શકે છે.

By: Sanket ParekhEdited By:Sanket ParekhPublish Date: Thu, 29 Jan 2026 05:36 PM (IST)Updated: Thu, 29 Jan 2026 05:36 PM (IST)
budh-gochar-2026-mercury-transit-good-effects-on-these-4-zodiac-signs
HIGHLIGHTS
  • 31 જાન્યુઆરી બપોરે 3:27 કલાકે બુધ મંગળના નક્ષત્ર ધનિષ્ઠામાં ગોચર કરશે

Budh Gochar 2026: નવા વર્ષનો પ્રથમ મહિનો જાન્યુઆરી પૂરો થવા જઈ રહ્યો છે, ત્યારે આગામી 31 જાન્યુઆરી 2026 રોજ બપોરે 3:27 કલાકે ગ્રહોના રાજકુમાર બુધ મંગળ ગ્રહના નક્ષત્ર ધનિષ્ટામાં ગોચર કરશે. જ્યોતિષ શાસ્ત્રમાં આ નક્ષત્રને અત્યંત શુભ માનવામાં આવે છે.

ધનિષ્ઠા નક્ષત્રમાં બુધનો પ્રવેશ કરવો કેટલીક રાશિના જાતકો માટે વરદાનરૂપ સાબિત થઈ શકે છે. ખાસ કરીને 4 રાશિના જાતકોનો કરિયરની સાથે-સાથે પારિવારીક તેમજ સામાજિક ક્ષેત્રે શુભ ફળ પ્રાપ્ત થઈ શકે છે, તો ચાલો જાણીએ આ લકી રાશિઓ કંઈ-કઈ છે..

મેષઃ નોકરી-વેપારને લગતી સમસ્યામાંથી મુક્તિ મળશે. મનગમતા કાર્ય પૂર્ણ થતા જણાશે. મૂડી રોકાણમાં લાભ મળશે.કૌટુંબિક વણઉકેલ્યા પ્રશ્નોનું નિરાકરણ આવશે. મહત્ત્વના કાર્યોમાં સફળતાનો સ્વાદ ચાખવા મળશે. વારસાગત સંપત્તીથી લાભ થશે. સંતાન તરફથી શુભ સમાચાર પ્રાપ્ત થઈ શકે છે.

કન્યા: સાહસિક કાર્યો થકી ભાગ્યવૃદ્ધિનો યોગ બનશે. મનગમતી તક મળી શકે છે. માંગલિક પ્રસંગનું આયોજન સંભવ. વિરોધીઓ સામે પ્રગતિ જણાશે. મિલકતના પ્રશ્નોનું નિરાકરણ આવશે. નોકરિયાત વર્ગને પ્રમોશન-ઈન્ક્રીમેન્ટની સંભાવના રહેશે. સંતાનના વિકાસના પ્રશ્નોનો ઉકેલ આવશે.સમાજની અંદર તમારા યશ-માન-પ્રતિષ્ઠામાં વધારો થશે.

વૃશ્વિક: વેપારમાં અણધાર્યો લાભ થઈ શકે છે. જૂના રોકાણ પર સારો નફો પ્રાપ્ત થશે. નવા કામ અથવા મૂડી રોકાણ માટે આ સમય આપના માટે શ્રેષ્ઠ રહેશે. શારીરિક અને માનસિક તકલીફો ઘટશે.નોકરિયાત વર્ગને સહકર્મીઓનો સારો સહકાર મળી રહેશે. આર્થિક સંકડામણમાંથી બહાર આવી શકશો.

મીનઃ વિદેશમાં સ્ટડી અથવા જૉબ માટે પ્રયાસ કરતાં હશો, તો તમને સફળતા મળી શકે છે. સામાજિક કાર્યક્રમો તમારી પ્રતિષ્ઠામાં વધારો કરશે. વડીલ વર્ગ તરફથી સારા સમાચાર મળશે. સંતાન સાથે થયેલા મનદુખ દૂર થશે. નોકરિયાત વર્ગનો પ્રમોશનના ચાન્સ મળશે. જૂની ઉઘરાણી પરત આવશે.

Disclaimer: આ લેખમાં સમાવિષ્ટ કોઈપણ માહિતી/સામગ્રી/ગણતરીની ચોકસાઈ અથવા વિશ્વસનીયતાની ખાતરી આપવામાં આવતી નથી. આ માહિતી વિવિધ માધ્યમો / જ્યોતિષીઓ / પંચાંગો / પ્રવચનો / માન્યતાઓ / શાસ્ત્રોમાંથી એકત્રિત કરીને તમારા સુધી લાવવામાં આવી છે. અમારો હેતુ માત્ર માહિતી પ્રસારિત કરવાનો છે, તેના વપરાશકર્તાઓએ તેને માત્ર માહિતી તરીકે લેવી જોઈએ. વધુમાં, વપરાશકર્તા પોતે તેના કોઈપણ ઉપયોગ માટે જવાબદાર રહેશે. ગુજરાતી જાગરણ આની પુષ્ટિ કરતુ નથી. તમારો અભિપ્રાય અમને gujaratijagran@jagrannewmedia.com પર મોકલી શકો છો.