Ashwin Month 2025 Gujarati Calendar: આસો મહિનાનું સંપૂર્ણ ગુજરાતી કેલેન્ડર, વાંચો ક્યારે છે વાઘ બારસ

આ મહિનામાં નવરાત્રી અને આનવારા નવાવર્ષ સાથે જોડાયેલા તહેવારો વાઘ બારસ, ધનતેરસ અને દિવાળી જોડાયેલા છે. તો ચાલો જાણીએ આસો મહિનાનું સંપૂર્ણ ગુજરાતી કેલેન્ડર

By: Jagran GujaratiEdited By: Jagran Gujarati Publish Date: Fri 05 Sep 2025 01:50 PM (IST)Updated: Fri 05 Sep 2025 01:50 PM (IST)
ashwin-month-2025-gujarati-calendar-vikram-samvat-2082-tithi-toran-festival-list-from-pitra-paksha-to-dussehra-all-vrats-celebrations-597821

Ashwin Month 2025 Gujarati Calendar: આસો મહિનો ગુજરાતીઓ માટે ખુબ જ મહત્વનો છે. ગુજરાતી કેલેન્ડરનો છેલ્લો મહિનો એટલે આસો મહિનો (Ashwin Month 2025). આ મહિનામાં નવરાત્રી અને આનવારા નવાવર્ષ સાથે જોડાયેલા તહેવારો વાઘ બારસ, ધનતેરસ અને દિવાળી જોડાયેલા છે. તો ચાલો જાણીએ આસો મહિનાનું સંપૂર્ણ ગુજરાતી કેલેન્ડર (Aaso Mas Gujarati Calendar 2025).

આસો મહિનાનું કેલેન્ડર (ગુજરાતી કેલેન્ડર 2025 ઓક્ટોબર- ગુજરાતમાં તહેવારો, ગુજરાતી પંચાગ)

  • 22 સપ્ટેમ્બર 2025 : સોમવારના રોજ આસો મહિનાની શરૂઆત થઈ રહી છે. આ સાથે શારદીય નવરાત્રીનો પણ પ્રારંભ થશે
  • 23 સપ્ટેમ્બર 2025 : ભારતીય અશ્વિન મહિનો શરૂ.
  • 24 સપ્ટેમ્બર 2025 : ચંદ્રધરા- સિંદુર ત્રીજ.
  • 25 સપ્ટેમ્બર 2025 : આસો સુદ 3 અને વૃદ્ધિ તિથિ.
  • 26 સપ્ટેમ્બર 2025 : વિનાયક ચોથ, વિછુડો બેસે છે.
  • 27 સપ્ટેમ્બર 2025 : શ્રી પંચમી.
  • 30 સપ્ટેમ્બર 2025 : મહા અષ્ટમી, દુગ્રા હવન, સરસ્વતી પૂજન.
  • 1 ઓક્ટોબર 2025 : નવરાત્રી સમાપ્ત.
  • 2 ઓક્ટોબર 2025 : દશેરા, ગાંધી જયંતી, શમી-શસ્ત્ર પૂજા.
  • 3 ઓક્ટોબર 2025 : પાશાંકુશા એકાદશી
  • 4 ઓક્ટોબર 2025 : ગોપીનાથ ઉત્સવ.
  • 6 ઓક્ટોબર 2025 : અનંત ચૌદશ, રંભા રોપણ.
  • 7 ઓક્ટોબર 2025 : શરદ પુનમ.
  • 8 ઓક્ટોબર 2025 : કાર્તિક સ્નાન શરૂ.
  • 10 ઓક્ટોબર 2025 : કરવડા-સંકટ ચોથ.
  • 12 ઓક્ટોબર 2025 : સ્કંધ છઠ.
  • 14 ઓક્ટોબર 2025 : પુષ્ય નક્ષત્ર, ચોપડા ખરીદવાનો શુભ દિવસ.
  • 15 ઓક્ટોબર 2025 : ભૌમ નવમી.
  • 16 ઓક્ટોબર 2025 : સૂર્ય દશમી.
  • 17 ઓક્ટોબર 2025 : રમા એકાદશી.
  • 18 ઓક્ટોબર 2025 : વાઘ બારસ, ધનતેરસ, શિવરાત્રી, ધનવંતરી પુજન.
  • 19 ઓક્ટોબર 2025 : કાળી ચૌદશ.
  • 20 ઓક્ટોબર 2025 : દિવાળી. ગોવર્ધન પુજા, ચોપડા પુજન, મહાલક્ષ્મ પુજન.
  • 21 ઓક્ટોબર 2025 : આસો વદ અમાસ.