Shani Dev Remedies: કુંભ રાશિના જાતકો પરથી સાડા સાતીનો ભાર ક્યારે ઉતરશે?- 2026માં શનિદેવની કૃપા મેળવવા આટલું અચૂક કરો

કુંભ રાશિના સ્વામી શનિદેવ હાલ મીન રાશિમાં બિરાજમાન હોવાથી 3 રાશિના જાતકો પર સાડા સાતી ચાલી રહી છે.

By: Sanket ParekhEdited By:Sanket ParekhPublish Date: Tue, 11 Nov 2025 09:45 PM (IST)Updated: Tue, 11 Nov 2025 09:45 PM (IST)
aquarius-2026-astrology-kumbh-rashi-shani-sade-sati-remedies
HIGHLIGHTS
  • શનિદેવ કર્મ પ્રમાણે ફળ આપતા હોવાથી તેમને ન્યાયના દેવતા કહેવામાં આવે છે
  • જ્યોતિષ કુંભ રાશિના જાતકોને નીલમ ધારણ કરવાની સલાહ આપે છે

Shani Dev Remedies: શનિવારનો દિવસ ન્યાયના દેવતા શનિદેવને સમર્પિત હોય છે. આ દિવસે શનિદેવની ભક્તિભાવથી પૂજા કરવામાં આવે છે. આ સાથે જ શનિવારનું વ્રત પણ રાખવામાં આવે છે. શનિદેવની કૃપાથી ભક્તથી તમામ મનોકામના પુરી થાય છે. આ સાથે જ કરિયર અને વેપાર-ધંધામાં આવતી અડચણોમાંથી પણ મુક્તિ મળે છે.

જ્યોતિષિઓનું માનવામાં આવે તો, શનિદેવ કર્મ પ્રમાણે ફળ આપતા હોય છે. આથી જ તેમને ન્યાયના દેવતા કહેવામાં આવે છે. શનિદેવને આ વરદાન ભગવાન શિવ પાસેથી પ્રાપ્ત થયું છે. સારા કર્મ કરનારા લોકોને શનિદેવ હંમેશા શુભ ફળ આપે છે.

વર્તમાન સમયમાં શનિદેવ મીન રાશિમાં બિરાજમાન છે. જેના પગલે 3 રાશિના જાતકો પર શનિની સાડાસાતી ચાલી રહી છે. જો કે ઘણાં જાતકોના મનમાં એક સવાલ સ્વાભાવિક ઉઠી રહ્યો છે કે, શું વર્ષ 2026માં કુંભ રાશિના જાતકોને સાડા સાતીમાંથી મુક્તિ મળી જશે? તો ચાલો તમારા આ પ્રશ્નનો વિગતવાર જવાબ જાણીએ..

હકીકતમાં ન્યાયના દેવતા શનિદેવ કુંભ રાશિના સ્વામી છે અને આરાધ્ય દેવોના દેવ મહાદેવ છે. કુંભ રાશિનો શુભ રંગ આસમાની છે, જ્યારે શુભ રત્ન નીલમ છે.

જ્યોતિષ કુંભ રાશિના જાતકોને નીલમ ધારણ કરવાની સલાહ આપે છે. ભગવાન શિવની પૂજા કરવાથી શનિદેવ પ્રસન્ન થાય છે અને તેમની કૃપા સાધક પર વરસે છે.

શનિ ગોચર: ન્યાયના દેવતા કોઈ એક રાશિમાં અઢી વર્ષ સુધી રહે છે. જે બાદ રાશિ પરિવર્તન કરે છે. શનિદેવના રાશિ પરિવર્તન કરવાથી તમામ રાશિઓ પર ભાવ પ્રમાણે અસર થતી હોય છે. આ સાથે જ એક રાશિના જાતકને સાડા સાતી અને બે રાશિના જાતકોને શનિની ઢૈયાથી મુક્તિ મળે છે.

શનિદેવ ક્યારે રાશિ પરિવર્તન કરશે?
હાલ મીન રાશિમાં બિરાજમાન શનિદેવ 2 જૂન, 2027 સુધી આજ રાશિમાં રહેશે. જેના બીજા દિવસે એટલે કે 3 જૂન, 2027ના રોજ શનિદેવ રાશિ પરિવર્તન કરશે. આ સાથે જ કુંભ રાશિના જાતકોને સાડા સાતીમાંથી મુક્તિ મળી જશે.

શનિદેવને પ્રસન્ન કરવા શું કરવું?
દેવોના દેવ મહાદેવની પૂજા કરવાથી શનિદેવ પ્રસન્ન થાય છે. આ માટે સોમવાર અને શનિવારના દિવસે સ્નાનાદી ક્રિયા પતાવ્યા બાદ ગંગાજળથી ભગવાન શિવનો અભિષેક કરવો જોઈએ. જો તમે ઈચ્છો તો, ગંગાજળમાં કાળા તલ ઉમેરીને પણ ભગવાન શિવનો અભિષેક કરી શકો છો. દરરોજ પૂજાના સમયે હનુમાન ચાલીસાનો પાઠ કરવો જોઈએ. આ સાથે જ સોમવાર અને શનિવારના દિવસે સફેદ અને કાળી વસ્તુઓનું દાન કરવું જોઈએ.