Adhik Maas 2026: હિન્દુ ધર્મમાં અધિક માસ અર્થાત અધિક મહિનાને પુરુષોત્તમ માસ (Purushottam Maas) પણ કહેવામાં આવે છે, જે ભગવાન વિષ્ણુને (Lord Vishnu) સમર્પિત છે અને દર ત્રણ વર્ષે એકવાર આવે છે. પુરુષોત્તમ માસ દરમિયાન કરવામાં આવેલ જપ, તપ, દાન અને પૂજાનું ફળ અનેક ગણું વધી જાય છે.
વર્ષ 2026માં અધિક માસ 17 મે એટલે કે આજથી શરૂ થઈને 15 જૂન સુધી રહેશે. આ વખતે જેઠ મહિનામાં અધિક મહિનો આવી રહ્યો હોવાથી, જેઠ મહિનો બે વાર આવશે. આ પવિત્ર ગાળામાં ભગવાન વિષ્ણુની વિધિ-વિધાનથી પૂજા કરવાથી વિશેષ કૃપા પ્રાપ્ત થાય છે.
આ પણ વાંચો
અધિક માસનું મહત્ત્વ
પુરાણોમાં જણાવ્યા પ્રમાણે, અધિક માસને ચમત્કારી મહિનો માનવામાં આવે છે. આ મહિનામાં ભગવાન વિષ્ણુની પૂજા, મંત્ર જાપ અને સાત્વિક કાર્ય કરવાથી પાપોનો નાશ થાય છે અને પુણ્યની પ્રાપ્ત થાય છે.
આ મહિના એવા લોકો માટે અત્યંત શુભ મનાય છે, જેઓ લાંબા ગાળાથી કોઈને કોઈ સમસ્યાનો સામનો કરી રહ્યા છે. પુરાણોમાં કહેવામાં આવ્યું છે કે, પુરુષોત્તમ માસમાં ભગવાન વિષ્ણુ અત્યંત પ્રસન્ન થાય છે. એવામાં આજે અમે આપને કેટલાક એવા ચમત્કારિક મંત્રો વિશે જણાવવા જઈ રહ્યા છીએ, જેને તમે તમારી અલગ-અલગ સમસ્યામાંથી મુક્તિ મેળવવા માટે જાપ કરી શકો છો.
ધન લાભ અને વર્ષોથી અટકેલા કામો પુરા કરવા માટે
"ॐ ह्रीं कार्तविर्यार्जुनो नाम राजा बाहु सहस्त्रवान।
यस्य स्मरेण मात्रेण ह्रतं नष्टं च लभ्यते।।"
આ મંત્રનો અધિક માસમાં દરરોજ જાપ કરવો જોઈએ. જેનાથી તમારું અટકેલું ધન પાછું આવી શકે છે, તેમજ વર્ષોથી અટકેલા કામો ગતિ પકડવા માંડે છે. આ સાથે જ આવકના નવા માર્ગ ખુલતાની સાથે આર્થિક સ્થિરતા આવે છે.
લગ્ન સુખ માટેનો મંત્ર
ॐ अ: अनुरुद्धाय नमः।
જો લગ્નમાં વિલંબ થઈ રહ્યો હોય કે પછી લગ્ન જીવનમાં સમસ્યાઓ આવતી હોય, ત્યારે આ મંત્રનો જાપ કરવો જોઈએ. ખાસ કરીને અધિક માસમાં આ મંત્રનો નિયમિત જાપ કરવાથી શુભ પરિણામ પ્રાપ્ત થાય છે.
લક્ષ્મી-નારાયણ કૃપા માટે મંત્ર
ॐ अं वासुदेवाय नमः।
આ મંત્ર ભગવાન વિષ્ણુ અને ધનની દેવી લક્ષ્મી માતા બન્ને પ્રસન્ન કરે છે. આથી દરરોજ આ મંત્રનો જાપ કરવાથી ઘરમાં સકારાત્મક ઉર્જાનો સંચાર થાય છે અને પ્રગતિના માર્ગ ખુલે છે.
લક્ષ્મી વિનાયક મંત્ર
दन्ताभये चक्र दरो दधानं,
कराग्रगस्वर्णघटं त्रिनेत्रम्।
धृताब्जया लिंगितमब्धिपुत्रया,
लक्ष्मी गणेशं कनकाभमीडे।।
આ મંત્રનો જાપ ધન, સમૃદ્ધિ અને બાધા નિવારવા માટે અત્યંત પ્રભાવી છે. અધિક માસમાં આ મંત્રનો જાપ કરવાથી લક્ષ્મી અને ભગવાન ગણેશ બન્નેની કૃપા પ્રાપ્ત થાય છે.
વિષ્ણુના પંચરૂપ મંત્ર
ॐ अं वासुदेवाय नमः
ॐ आं संकर्षणाय नमः
ॐ अं प्रद्युम्नाय नमः
ॐ अ: अनिरुद्धाय नमः
ॐ नारायणाय नमः
આ પાંચ મંત્ર ભગવાન વિષ્ણુના પાંચ સ્વરૂપોને સમર્પિત છે. અધિક માસમાં પાંચ મંત્રનો જાપ કરવાથી જીવનમાં શુભ ફળ પ્રાપ્ત થાય છે.
દરિદ્રતા નાશ મંત્ર
ॐ भूरिदा भूरि देहिनो, मा दभ्रं भूर्या भर। भूरि घेदिन्द्र दित्ससि।
ॐ भूरिदा त्यसि श्रुत: पुरूत्रा शूर वृत्रहन्। आ नो भजस्व राधसि।
ॐ नमो नारायण। श्री मन नारायण नारायण हरि हरि।
આ સરળ મંત્રનો દરરોજ જાપ કરવાથી મન શાંત રહે છે અને જીવનમાં ભગવાન વિષ્ણુની કૃપા બની રહે છે.
અધિક માસમાં દરરોજ ભગવાન વિષ્ણુની પૂજા કરો. આ માસમાં સાત્વિક ભોજન લો અને જેટલું બની શકે તેટલું દાન કરો અને નકારાત્મક વિચારોથી દૂર રહો. ખાસ વાત ઉપરોક્ત મંત્રનો જાપ સવાર કે સાંજના સમયે કરવા જોઈએ.
ભગવાન વિષ્ણુની કૃપા મેળવવા માટેની આ સોનેરી તક છે. આથી અહીં જણાવેલા મંત્રોના શ્રદ્ધાપૂર્વક જાપ કરવાથી જીવનમાં સુખ,શાંતિ અને સમૃદ્ધિ આવી શકે છે.
