Rahu Transit 2026: 25 નવેમ્બરથી આ 6 રાશિનું નસીબ ચમકશે, 18 મહિના સુધી જાતકોને મળશે રાજવી સુખ અને અઢળક પૈસા

નવેમ્બર 2026માં રાહુ-કેતુનું રાશિ પરિવર્તન થશે, જે આગામી 18 મહિના સુધી 6 રાશિઓ માટે રાજવી સુખ અને અઢળક પૈસા લાવશે. આ ગોચર મેષ, વૃષભ, મિથુન, કર્ક, સિંહ અને કન્યા રાશિના જાતકોના જીવનમાં મોટા ફેરફારો લાવશે.

By: Sanket ParekhEdited By:Sanket ParekhPublish Date: Thu, 12 Nov 2026 12:04 AM (IST)Updated: Thu, 12 Nov 2026 12:04 AM (IST)
rahu-ketu-transit-2026-these-6-signs-to-get-lucky-from-november-25

Rahu Transit 2026: વૈદિક જ્યોતિષમાં છાયા ગ્રહ રાહુ અને કેતુનું રાશિ પરિવર્તન હંમેશા મોટા પરિવર્તનનું કારણ માનવામાં આવે છે. 2026ના અંત સુધીમાં આ બન્ને માયાવી ગ્રહોની સ્થિતિ બદલાઈ રહી છે. જેમાં આગામી 25 નવેમ્બર, 2026ના રોજ રાહુ કુંભ રાશિમાંથી નીકળીને મકર રાશિમાં પ્રવેશ કરશે, જેનો સ્વામી શનિ છે. જ્યારે કેતુ ગ્રહ સિંહ રાશિમાંથી નીકળીને ચંદ્રની રાશિ સિંહમાં પ્રવેશ કરશે.

આ બન્ને ગ્રહો હંમેશા એકબીજાના સાતમા સ્થાન પર રહે છે. આથી રાહુનું રાશિ પરિવર્તન થાય, તો તેની સાથે જ કેતુ પણ ગોચર કરે છે. આ બન્ને ગ્રહોના રાશિ પરિવર્તન સાથે જ છેલ્લા લગભગ દોઢ વર્ષથી ચાલી આવતી ગ્રહોની સ્થિતિમાં મોટું પરિવર્તન આવશે.

રાહુ-કેતુનું આ ગોચર આગામી 18 મહિના એટલે કે જૂન 2028 સુધી લાગુ રહેશે. એક તરફ મકર રાશિ જે કરિયર, સોશિયલ સ્ટેટસ અને મહત્ત્વાકાંક્ષાઓ સાથે સંકળાયેલી છે, તો બીજી તરફ કર્ક રાશિ લાગણી, પરિવાર અને માનસિક શાંતિ સાથે સંકળાયેલી છે. તો ચાલો રાહુ-કેતુનું આ ગોચર તમારી રાશિ પર કેવી અસર કરશે અને તેના દુષ્પ્રભાવથી બચવા માટે તમારે શું કરવું જોઈએ?

 

મેષ (Aries)

રાહુ તમારી કુંડળીના દસમા ઘર અર્થાત કર્મભાવમાં આવી રહ્યો છે. જેના પરિણામે તમારા વર્ષોથી અટકેલા કામો એક પછી એક ગતિ પકડવા માંડશે. તમારી કોઈ મનની ઈચ્છા ફળિભૂત થતી જણાશે. નોકરિયાત વર્ગને કામકાજના સ્થળે કોઈ મોટું પદ મળી શકે છે. રાહુની સાથે-સાથે કેતુ તમારી કુંડળીના ચોથા ઘરમાં હોવાથી તમારે ફેમિલી લાઈફ અને માતાના સ્વાસ્થ્યની ખાસ કાળજી રાખવી હિતાવહ રહે.

વૃષભ (Taurus)

તમારી કુંડળીના નવમા ઘર અર્થાત ભાગ્ય સ્થાનમાં રાહુની અસરથી તમારા પણ અટકેલા કામો ગતિ પકડશે અને એક પછી એક પુરા થતાં જણાય. પરદેશના કામમાં પ્રગતિ જણાય. લાંબી મુસાફરીના યોગ બની રહ્યા છે.

મિથુન (Gemini)

તમારી કુંડળીના આઠમાં ઘરમાં રાહુ અને બીજા ઘરમાં કેતુ આવવાથી તમને આકસ્મિક ધનલાભ થઈ શકે છે. જેના પરિણામે તમારી આર્થિક સ્થિતિ વધારે સદ્ધર બનશે. જો કે તમારી તમારી વાણી તેમજ ખાણી-પીણીની આદતો પર સંયમ રાખવો હિતાવહ રહે.

કર્ક (Cancer)

તમારી કુંડળીના પહેલા ઘર અર્થાત લગ્ન ભાવમાં કેતુનો પ્રવેશ તમને આદ્યાત્મિક્તા તરફ લઈ જઈ શકે છે. આ સાથે જ સાતમાં ઘરમાં રાહુના આવવાની અસર તમારા લગ્નજીવન પર પડી શકે છે. આથી ધંધામાં ભાગીદાર અને પરિવારમાં પત્ની સાથે ગેરસમજ ટાળવી હિતાવહ રહેશે.

સિંહ (Leo)

તમારી કુંડળીના છઠ્ઠા ઘર અર્થાત શત્રુભાવમાં રાહુ આવવાથી તમે દુશ્મનો પર વિજય મેળવશો. કોર્ટ-કચેરીના કામકાજમાં પણ તમારી જીત નિશ્ચિત જણાય છે. ધંધાદારી વર્ગને પણ પોતાના હરીફોની સરખામણીએ સારો એવો મળશે અને તમારી રોકાયેલી ઉઘરાણી પરત આવવાના યોગ બનશે.

કન્યા (Virgo)

તમારી કુંડળીના પાંચમા ઘરમાં રાહુ આવતા જ તમારી વિચારવાની ક્ષમતા નિખરશે. તમારી ક્રિએટિવિટી વધશે. વિદ્યાર્થી વર્ગ માટે આ સમય ખૂબ જ પ્રભાવશાળી પુરવાર થાય. જો કે પ્રેમ સબંધોમાં કોઈ પણ પ્રકારના મતભેદ ટાળવા હિતાવહ રહે.