Rahu Gochar 2026: રાહુની ચાલથી દેશ-દુનિયામાં સર્જાશે મોટી હલચલ; જાણો કઈ રાશિઓને થશે ફાયદો અને કોને વધશે ટેન્શન!

જાણો 2026માં રાહુનું મકર રાશિમાં ગોચર તમારી રાશિ પર કેવી અસર કરશે. શું તમને થશે આર્થિક લાભ કે વધશે માનસિક તણાવ? વાંચો તેની અસરોનું વિગતવાર જ્યોતિષીય વિશ્લેષણ.

By: Dimpal GhoyalEdited By:Dimpal GhoyalPublish Date: Mon, 11 May 2026 04:39 PM (IST)Updated: Mon, 11 May 2026 04:39 PM (IST)
rahu-gochar-2026-date-effects-on-12-zodiac-signs-mesh-to-meen-rashifal-gujarati

Rahu Gochar 2026: જ્યોતિષશાસ્ત્રમાં રાહુને એક રહસ્યમય અને 'છાયા ગ્રહ' માનવામાં આવે છે. જ્યારે રાહુ શનિની માલિકીની મકર રાશિમાં પ્રવેશ કરે છે જે કર્મ અને શિસ્તની રાશિ છે, ત્યારે તે વ્યક્તિગત જીવન અને વૈશ્વિક સ્તરે મોટા ફેરફારો લાવે છે

રાશિ મુજબ ભવિષ્યવાણી

મેષ-કાર્યક્ષેત્રમાં અચાનક બદલાવ અને મુસાફરીના યોગ. ઉતાવળમાં રોકાણ કરવાનું ટાળવું.

વૃષભ-માનસિક તણાવ વધી શકે. વિદેશ પ્રવાસ કે શિક્ષણમાં લાભ. અજાણ્યા પર વિશ્વાસ ન કરવો.

મિથુન-નોકરીમાં સ્થિતિ સારી રહેશે, પણ નાણાકીય સાવધાની જરૂરી. લગ્નના યોગ બની શકે છે.

કર્ક-નાણાકીય લાભની તકો મળશે, પરંતુ દાંપત્ય જીવનમાં વિવાદ ટાળવા ધીરજ રાખવી.

સિંહ-કાર્યભાર વધશે. વેપારમાં વિસ્તાર થશે, પણ સ્વાસ્થ્ય બાબતે બેદરકારી ભારે પડી શકે.

કન્યા-આવકમાં વધારો અને મહેનતનું ફળ મળશે. જોખમી રોકાણથી દૂર રહેવું હિતાવહ છે.

તુલા-લક્ષ્યો પ્રાપ્ત થશે અને લગ્નના માગા આવી શકે છે. મિલકત બાબતે અચાનક ફેરફાર શક્ય.

વૃશ્ચિક-નવા સંપર્કો વધશે, પણ આંધળો વિશ્વાસ ન કરવો. પરિવારમાં ખુશીનું વાતાવરણ રહેશે.

ધનુ-આર્થિક સ્થિતિ મજબૂત બનશે. નવું ઘર ખરીદવાના યોગ છે, પણ ખર્ચ પર કાબૂ રાખવો.

મકર-રાહુ આ જ રાશિમાં હોવાથી પ્રમોશનના યોગ છે. માનસિકતા અને કરિયરમાં મોટો બદલાવ આવશે

કુંભ-આધ્યાત્મિકતા તરફ ઝુકાવ વધશે. ફસાયેલા નાણાં પરત મળી શકે છે, પણ મૂંઝવણ રહેશે.

મીન- તમારા વ્યાવસાયિક ક્ષેત્રમાં તમને અનુકૂળ પરિણામો મળશે. તમને નવા પરિચિતોથી ફાયદો થશે. તમારા જીવનસાથી સાથેના તમારા સંબંધોમાં સુમેળનો અભાવ હોઈ શકે છે.

Disclaimer: આ લેખમાં સમાવિષ્ટ કોઈપણ માહિતી/સામગ્રી/ગણતરીની ચોકસાઈ અથવા વિશ્વસનીયતાની ખાતરી આપવામાં આવતી નથી. આ માહિતી વિવિધ માધ્યમો / જ્યોતિષીઓ / પંચાંગો / પ્રવચનો / માન્યતાઓ / શાસ્ત્રોમાંથી એકત્રિત કરીને તમારા સુધી લાવવામાં આવી છે. અમારો હેતુ માત્ર માહિતી પ્રસારિત કરવાનો છે, તેના વપરાશકર્તાઓએ તેને માત્ર માહિતી તરીકે લેવી જોઈએ. વધુમાં, વપરાશકર્તા પોતે તેના કોઈપણ ઉપયોગ માટે જવાબદાર રહેશે. ગુજરાતી જાગરણ આની પુષ્ટિ કરતુ નથી. તમારો અભિપ્રાય અમને gujaratijagran@jagrannewmedia.com પર મોકલી શકો છો.