Control Your Mind: હાલના મોબાઈલ યુગમાં મન પર કાબુ કેવી રીતે મેળવશો? પ્રેમાનંદજી મહારાજ પાસેથી જાણો સ્ટેપ બાય સ્ટેપ પ્રોસેસ

પ્રેમાનંદજી મહારાજે મનને શાંત રાખવા માટેની સ્ટેપ બાય સ્ટેપ પ્રોસેસ વિશે વાત કરી છે. જેને તમે તમારા જીવનમાં પણ અપનાવી શકો છો.

By: Sanket ParekhEdited By:Sanket ParekhPublish Date: Tue, 05 Aug 2025 04:21 PM (IST)Updated: Tue, 05 Aug 2025 04:21 PM (IST)
premanand-ji-maharaj-spiritual-tips-how-to-control-your-mind
HIGHLIGHTS
  • અત્યારના સમયમાં મનને કાબુમાં રાખવો સૌથી મોટો પડકાર
  • ઓવરથિંકિંગ અને ખરાબ વિચારો અનેક સમસ્યાનું મૂળ

Control Your Mind Premanand Ji Maharaj: આજની ઝડપી દુનિયામાં મનને કાબુમાં રાખવું એ સૌથી મોટો પડકાર છે. કહેવાય છે કે, જેણે પોતાના મન પર કાબુ મેળવી લીધો, તેણે જાણે આખા સંસાર પર કાબૂ મેળવી લીધો. ઓવરથિંકિંગ, ખરાબ વિચારો અને અન્ય ઘણી સમસ્યાઓનું મૂળ આ મન જ છે. પ્રેમાનંદજી મહારાજે મનને શાંત રાખવા માટેની સ્ટેપ બાય સ્ટેપ પ્રોસેસ વિશે વાત કરી છે. જેને તમે તમારા જીવનમાં પણ અપનાવી શકો છો.

આહાર સુધારો: પ્રેમાનંદજી મહારાજ કહે છે કે, મનને શાંત રાખવા માટે સૌથી પહેલા તમારા આહારમાં સુધારો કરવો પડ્યો. હંમેશા સાત્વિક ભોજન ખાવ. આ સાથે એ પણ ધ્યાન રાખો કે, તમારું ભોજન ધર્મ દ્વારા કમાયેલા ધનથી હોવું જોઈએ. આપણે જે પ્રકારનો આહાર લઈએ છીએ, તેની સીધી અસર આપણા મન અને કર્મ બંને પર પડે છે.

ઊંઘમાં સુધારો કરો: સાત્વિક દિનચર્યા માટે તમારી ઊંઘમાં પણ સુધારો કરવો જરૂરી છે. દરરોજ સવારે બ્રહ્મમુહૂર્તમાં (વહેલી સવારે) ઉઠવાની આદત પાડો. માત્ર 6 કલાકની ઊંઘ લો અને સવારે 4 વાગ્યે પથારી છોડી દો. પ્રેમાનંદ મહારાજ કહે છે કે, જે લોકો લાંબા સમય સુધી સૂતા રહે છે, તેમનું જીવન વ્યર્થ જાય છે.

વાણી પર સંયમ રાખો: પ્રેમાનંદજી મહારાજ કહે છે કે, જ્યારે બોલવું જરૂરી લાગે, ત્યારે જ બોલો. નકામી વાતો છોડીને મૌન પાળવામાં જ શાણપણ છે. જ્યારે પણ તમે બોલો, ત્યારે વાણી પર સંયમ અચૂક રાખો અને ધ્યાન રાખો કે ભૂલથી પણ કોઈના વિશે ખરાબ ના બોલાઈ જાય.

ખરાબ વર્તનથી બચો: તમારું ખરાબ વર્તન તમને ક્યારેય મુક્તિ તરફ નહીં લઈ જાય. આજકાલ લોકો મોબાઈલમાં અશ્લિલ કન્ટેન્ટ જુએ છે અને ખરાપ વર્તન કરે છે. પોતાની રીતે ગમે તે મળે, તે ખાઈ લેતા થયા છે. આ તમામ વસ્તુઓ તમને ભલાઈથી દૂર લઈ જાય છે.

ઈન્દ્રીયો પર અંકુશ રાખો: આધ્યાત્મિક્તાનું પહેલું પગથિયું તમે તમારી ઈન્દ્રીયો પર અંકુશમાં રાખો તે છે. આ માટે સૌ પ્રથમ તમારે તમારું ભોજન, સૂવાની આદત, નિહાળવું અને સાંભળવાના દ્રષ્ટિકોણમાં પરિવર્તન કરવું જોઈએ. હોટલોમાં ખાવાનું તેમજ મરજી પ્રમાણે સૂવુ અને ઉઠવું તેમજ ખોટું વર્તન વ્યક્તિને વિનાશ તરફ લઈ જાય છે.

ભગવાનને આત્મસમર્પણ કરો: પ્રેમાનંદ મહારાજ કહે છે કે, ભગવાનને તમારા જીવનના કેન્દ્રમાં રાખો. હંમેશા તેમના વિશે જ વિચારો, તેમનું નામ જપો, તેમને તમારા મિત્ર બનાવો અને સંપૂર્ણપણે તમારી જાતને ભગવાનને સમર્પિત કરો. જ્યારે તમે ભગવાનને તમારું સર્વસ્વ સોંપી દો છો, ત્યારે ભગવાન પણ તમને પોતાના બનાવી લે છે.