Budh Gochar 2025: આગામી 9 ઓગસ્ટ, 2025ના રોજ રક્ષાબંધનના દિવસે જ બુદ્ધિ, વાણી, શિક્ષણ, વેપાર અને એકાગ્રતાના કારક ગ્રહ બુધવાર કર્ક રાશિમાં ઉદય થવા જઈ રહ્યા છે. જેની અસર તમામ રાશિના જાતકો પર જોવા મળશે. ખાસ કરીને 7 રાશિઓ માટે શુભ સમય શરૂ થવાનો છે. જેમને કારકિર્દી, વેપારમાં લાભ થશે, તેમજ તેમની નાણાંકીય સ્થિતિ પણ સુધરશે.
હકીકતમાં ગત 24 જુલાઈના રોજ બુધ ગ્રહ ચંદ્રની રાશિ કર્કમાં અસ્ત થયા હતા. જો કે ઓગસ્ટ મહિનાની શરૂઆતમાં રક્ષાબંધનના દિવસે બુધ કર્ક રાશિમાં ઉદિત અવસ્થામાં આવી જવાના છે. તો ચાલો જાણીએ બુધના ઉદયથી કંઈ રાશિના જાતકોને કેવું ફળ મળશે?
મેષ: કર્ક રાશિમાં બુધનો ઉદય મેષ રાશિના જાતકો પર ઊંડી અસર કરશે. આ સમયગાળા દરમિયાન જાતકો પોતાના બગડેલા કામને સુધારી શકશે. જાતકોની બુદ્ધિ તીવ્રતાથી કામ કરશે. આ સમયગાળા દરમિયાન ઘણા અટકેલા કાર્યો પૂર્ણ થશે. જાતકોની બુદ્ધિની પ્રશંસા થશે અને માન-પ્રતિષ્ઠા વધશે.
વૃષભ: આ ગોચર દરમિયાન જાતકને મિશ્ર પરિણામો મળશે. અણધાર્યા ખર્ચા આવી પડવાથી તમારું બજેટ ખોરવાઈ શકે છે. આ દરમિયાન મહત્ત્વના કામ મુલતવી રાખવા સારું રહેશે. ખાસ કરીને આળસ તમારા પર હાવિ ના થઈ જાય, તેનું ધ્યાન રાખજો.
મિથુન: આ સમયગાળા દરમિયાન જાતક પ્રતિભાશાળી અને એનર્જીથી ભરપુર રહેશે. વ્યવસાયમાં અણધારી સફળતા પ્રાપ્ત થશે. જાતક આ સમયગાળા દરમિયાન પુષ્કળ નફો મેળવી શકે છે. ધંધાદારી વર્ગને પણ મોટી ડીલ મળી શકે છે. નોકરિયાત વર્ગનો કાર્યક્ષેત્રમાં બઢતી-બદલી સંભવ.
કર્ક: આ રાશિના જે જાતકો સ્પર્ધાત્મક પરીક્ષાઓની તૈયારી કરી રહ્યા છે, તેમને આ સમયગાળા દરમિયાન સફળતા મળી શકે છે. નોકરીમાં પરિવર્તનની ઈચ્છા રાખનારાઓ માટે અનુકુળ સમય છે. વેપારી વર્ગને લેવડ-દેવડના વ્યવહારો સચવાય. વાણી પર સંયમ જાળવવું હિતાવહ રહેશે.
સિંહ: આ ગોચરના પરિણામે આ રાશિના જાતકોના વર્ષોથી અટકેલા કામો એક પછી એક પુરા થવા લાગશે. બુદ્ધિ અને તર્કથી નાણાકીય પ્રશ્નોનું નિરાકરણ આવશે.કારકિર્દીમાં સકારાત્મક પરિવર્તન અનુભવાશે.
કન્યા: આ રાશિના જાતકોને મિશ્ર પરિણામ મળશે. આ રાશિના જાતકોને મળેલી તક હાથતાળી આપતી જણાશે. જૂના નાણાકીય પ્રશ્નો બેચેનીમાં વધારો કરશે. આ સમયગાળો શાંતિથી પસાર કરવામાં જ હિત રહેલું છે.
તુલા: આ રાશિના જાતકોના મનના મનોરથો સફળ થતાં જણાશે. તમારી સમાજમાં માન-પ્રતિષ્ઠા વધશે. કોઈ પ્રભાવશાળી વ્યક્તિના સંપર્કમાં આવવાથી નાણાકીય લાભ થઈ શકે છે. આ સમયગાળા દરમિયાન જાતકને પેટમાં દુખાવો થવાની સમસ્યા સતાવી શકે છે. આથી બને ત્યાં સુધી આહાર પર ધ્યાન આપવું હિતાવહ રહેશે.
વૃશ્વિક: આ રાશિના જાતકો માટે ગોચર અશુભ ફળ આપનારું રહેશે. તમારે માનસિક અશાંતિનો સામનો કરવો પડી શકે છે. પરિવારના સભ્યો સાથે મતભેદ થવાના યોગ બનશે. તમે જોયેલું કોઈ સ્વપ્ન તૂટી જતું જણાશે. આ સમય દરમિયાન તબિયતની ખાસ કાળજી રાખવી હિતાવહ રહેશે.
ધનુ: આ ગોચર ધન રાશિના જાતકો માટે લાભદાયી સિદ્ધ થશે. તમે મનમાં ધારશો એ કામ પાર પડતું જશે. વેપારી વર્ગને વિદેશ વ્યાપારમાં ફાયદો થશે. નોકરી-ધંધામાં કલ્પના બહારની સફળતા મળતા આનંદ પ્રાપ્ત થાય. કોર્ટ-કચેરીના કામકાજમાં પ્રગતિ જણાશે.
મકર: આ રાશિના જાતકો માટે ગોચર સારું નીવડશે. આકસ્મિક ધનલાભ થવાના યોગ છે. આવકની નવી દિશા ખુલશે
કામકાજના સ્થળે આપની કામગીરી અને કરેલા નિર્ણય સરાહનીય બને.
કુંભ: આ રાશિના જાતકોને બુધનો ઉદય મિશ્ર પરિણામો આપશો. આ રાશિના જાતકો પોતાની વાણીથી બધાને મોહિત કરી શકશે. નવું મકાન-વાહન ખરીદીના યોગ બની રહ્યા છે. વેપારમાં અણધાર્યો લાભ થશે. જો કે બાળકોના સ્વાસ્થ્યની ચિંતા સતાવતી રહેશે.
મીન: આ રાશિના જાતકો માટે ગોચર અશુભ પરિણામ લઈન આવશે. તમારા બનેલા કામો પણ બગડવા માંડશે. તમારે કોર્ટ કેસનો પણ સામનો કરવો પડી શકે છે. કોઈ મોટો નિર્ણય લેતા પહેલા વડીલો અને જાણકારની સલાહ લેવી હિતાવહ રહેશે.
