Pitru Paksha (Shradh) 2025: Pitru Paksha 2025: હિંદુ ધર્મમાં પિતૃ પક્ષનું વિશેષ મહત્વ છે. આ સમયગાળા દરમિયાન સ્નાન, દાન અને પિતૃઓની પૂજા કરવામાં આવે છે. માન્યતા મુજબ પિતૃ પક્ષના સમગ્ર 16 દિવસના સમયગાળા દરમિયાન, આપણા પૂર્વજો પૃથ્વી પર આવે છે અને વંશજો પાસેથી તેમના મુક્તિની ઇચ્છા રાખે છે. આ બધા દિવસોમાં શ્રાદ્ધ કરવું ખૂબ જ શુભ માનવામાં આવે છે અને પૂર્વજોના નામે તર્પણ અને દાન પણ કરવામાં આવે છે. પિતૃ પક્ષ 7 સપ્ટેમ્બર 2025ના રોજ શરૂ થાય છે અને 21 સપ્ટેમ્બર 2025ના રોજ પૂર્ણ થાય છે.
એવું માનવામાં આવે છે કે આ સમયગાળા દરમિયાન અમુક ખોરાક ખાવાથી પિતૃઓ નારાજ થઈ શકે છે, જેના કારણે વ્યક્તિને જીવનમાં મુશ્કેલીઓ અને નિષ્ફળતાનો સામનો કરવો પડી શકે છે. પિતૃઓ નારાજ થાય ત્યારે વ્યક્તિ ગમે તેટલી મહેનત અને સારા કામ કરે પરંતુ તેઓએ માઠા પરિણામ ભોગવવા પડે છે.
પિતૃ પક્ષ દરમિયાન કઈ ચીજોનું સેવન કરવું જોઈએ
જમીનની અંદર ઉગતી શાકભાજી
પિતૃ પક્ષ દરમિયાન શક્કરિયા, મૂળા, ગાજર, સલગમ, બીટ જેવી જમીનની અંદર ઉગતી શાકભાજી ખાવાનું ટાળવું જોઈએ.
લસણ અને ડુંગળી
આ સમયમાં લસણ અને ડુંગળી ખાવાની મનાઈ છે. પિતૃઓના આશીર્વાદ મેળવવા માટે ફક્ત સાત્વિક ભોજન જ કરવું જોઈએ.
મસૂરની દાળ
પિતૃ પક્ષમાં મસૂરની દાળ ખાવી અશુભ માનવામાં આવે છે.
ચણા
એવી માન્યતા છે કે આ સમયગાળામાં ચણા અને ચણામાંથી બનેલી વસ્તુઓનું સેવન ન કરવું જોઈએ.
કાચો ખોરાક
પિતૃ પક્ષ દરમિયાન કોઈપણ વસ્તુ કાચી ન ખાવી જોઈએ; ફક્ત રાંધેલું ભોજન જ કરવું જોઈએ. આ નિયમોનું પાલન ન કરવાથી જીવનમાં સમસ્યાઓ આવી શકે છે અને પિતૃઓ નારાજ થઈ શકે છે.
જો તમને આ લેખ પસંદ આવ્યો હોય, તો પછી તેને શેર કરવાનું ભુલશો નહીં. આવા વધુ લેખો વાંચવા માટે ગુજરાતી જાગરણ સાથે જોડાયેલા રહો.
Disclaimer: આ લેખમાં સમાવિષ્ટ કોઈપણ માહિતી/સામગ્રી/ગણતરીની ચોકસાઈ અથવા વિશ્વસનીયતાની ખાતરી આપવામાં આવતી નથી. આ માહિતી વિવિધ માધ્યમો / જ્યોતિષીઓ / પંચાંગો / પ્રવચનો / માન્યતાઓ / શાસ્ત્રોમાંથી એકત્રિત કરીને તમારા સુધી લાવવામાં આવી છે. અમારો હેતુ માત્ર માહિતી પ્રસારિત કરવાનો છે, તેના વપરાશકર્તાઓએ તેને માત્ર માહિતી તરીકે લેવી જોઈએ. વધુમાં, વપરાશકર્તા પોતે તેના કોઈપણ ઉપયોગ માટે જવાબદાર રહેશે. ગુજરાતી જાગરણ આની પુષ્ટિ કરતુ નથી. તમારો અભિપ્રાય અમને gujaratijagran@jagrannewmedia.com પર મોકલી શકો છો.