Love Rashifal 30 November 2026 in Gujarati (લવ રાશિફળ): આજે 30 નવેમ્બર સોમવારના રોજ સપ્તાહનો પ્રથમ દિવસ પ્રેમ અને સબંધોની દ્રષ્ટિએ મેષથી માંડીને મીન સુધીની તમામ 12 રાશિઓ માટે ઉતાર-ચઢાવ અને રોમાંચથી ભરેલો રહેવાનો છે.
કેટલીક રાશિઓ માટે આજે પ્રેમમાં નવી શરૂઆત અને ખુશીઓના યોગ બની રહ્યા છે. બીજી તરફ અમુક રાશિના જાતકોએ આજે પોતાના સ્વાસ્થ્યનું ખાસ ધ્યાન રાખવું પડશે. તેમજ સબંધોમાં પણ વિશેષ સાવધાની રાખવી પડશે. તો ચાલો જાણીતા જ્યોતિષાચાર્ય હર્ષત શર્મા પાસેથી જાણીએ તમારો દિવસ સંબંધોની દ્રષ્ટિએ કેવો રહેશે.
મેષ (Aries)
લવ પાર્ટનર સાથે આજનો દિવસ સારો રહેશે. આજે આપ બંને વચ્ચે જૂના મતભેદો ઉકેલાશે. આજે તમારો પાર્ટનર પોતાના સંબંધોને લઈને તમારી સાથે ખુલ્લેઆમ ચર્ચા કરી શકે છે. જૂની વાતોને ભૂલીને આપ બંને એક નવી શરૂઆત કરી શકો છો.
વૃષભ (Taurus)
આજે તમારો લવ પાર્ટનર તમારાથી નારાજ થઈ શકે છે. કેટલીક બાબતોને લઈને તમારો પાર્ટનર તમારાથી અંતર બનાવી શકે છે, જેના કારણે પરસ્પર તણાવની સ્થિતિ વધી શકે છે. પોતાના પાર્ટનરને મનાવવાનો પ્રયાસ કરવો સારો રહેશે. તમારી ભૂલ માટે તમે તેમની માફી પણ માંગી શકો છો.
મિથુન (Gemini)
આજે પાર્ટનર સાથે કેટલીક ઘરેલુ બાબતોને લઈને નાના-મોટા મતભેદ થઈ શકે છે. છતાં આપ બંને વચ્ચે પરસ્પર પ્રેમ વધશે. દિવસ સારો છે, ઘરમાં એકબીજાને સહયોગ કરી શકો છો. ઘરેલુ કામકાજમાં પાર્ટનરને મદદ કરવી આજે તમારા માટે સારી રહેશે.
કર્ક (Cancer)
આજે તમારો લવ પાર્ટનર તમને કોઈ મોટી ખુશખબરી આપી શકે છે, જેને સાંભળીને તમારું મન પ્રસન્નતાથી ભરાઈ જશે. આજે આપ બંને વચ્ચે પરસ્પર પ્રેમ વધશે. પ્રેમ પ્રસંગ માટે સમય સાનુકૂળ છે. આજે તમે અને તમારો પાર્ટનર દિવસને એન્જોય કરશો.
સિંહ (Leo)
આજે લવ પાર્ટનર સાથે તમે લાંબી યાત્રા પર જઈ શકો છો. પરિવાર અને પાર્ટનર સાથે આજે તમે સમય વિતાવવાના છો. આજનો દિવસ સુખદ રહેશે. ઘરમાં કોઈ માંગલિક કાર્યના યોગ પણ બનશે અને કોઈ સુખદ સમાચાર મળશે.
કન્યા (Virgo)
આજે પાર્ટનર સાથે તમારા જૂના મતભેદો પૂરા થશે અને એક નવી શરૂઆત થશે. કેટલાક લોકો તમારા સંબંધો બગાડવા માંગે છે, આજે તેવા લોકોનું કાવતરું (ષડયંત્ર) તમારી સામે આવી શકે છે, જેના કારણે તમારા પાર્ટનર સાથે ચાલી રહેલા મતભેદોનો અંત આવશે.
તુલા (Libra)
આજે પાર્ટનર અને પરિવાર વચ્ચે પરસ્પર મતભેદની સ્થિતિ બની શકે છે. કોઈ વાતે ઘરેલુ ઝઘડો વધી શકે છે. આવી સ્થિતિમાં તમારો પાર્ટનર તમારા સહયોગની જરૂરિયાત અનુભવશે. આજે પોતાના પાર્ટનર અને પરિવાર વચ્ચે તાલમેલ સાધવો થોડો મુશ્કેલ બનશે, છતાં આ કાર્ય તમે પૂરું કરી શકો છો.
વૃશ્ચિક (Scorpio)
પાર્ટનર સાથે આજનો દિવસ વિવાદોથી ભરેલો રહેશે. આજે તમારો પાર્ટનર તમારા પ્રત્યે રૂખો વ્યવહાર કરી શકે છે, જેના કારણે તમારા મનમાં તેમના પ્રત્યે સન્માનની ભાવના ઓછી થઈ શકે છે. એવામાં સંબંધોમાં તિરાડ કે અણબનાવની સ્થિતિ સર્જાઈ શકે છે.
ધન (Sagittarius)
આજે તમારો લવ પાર્ટનર તમારી પાસે કોઈ મોટી માંગ (ડિમાન્ડ) કરી શકે છે. આર્થિક દ્રષ્ટિએ આજે તેમની માંગ પૂરી કરવી તમારા માટે થોડી મુશ્કેલ બનશે. આજે કેટલાક મહત્વપૂર્ણ કામોને લઈને નાણાકીય સમસ્યાનો સામનો કરવો પડી શકે છે. એવામાં પોતાના પાર્ટનરને સમજાવવો કે મનાવવો તમારા માટે થોડો અઘરો રહેશે.
મકર (Capricorn)
આજે પાર્ટનર સાથે તમારો દિવસ સારો રહેશે. ઘરેલુ કામકાજમાં તમે એકબીજાની મદદ કરી શકો છો. આજે તમારો પાર્ટનર ખુલ્લેઆમ પોતાના મનની વાત તમારી સાથે શેર કરી શકે છે. આજે તમારો પાર્ટનર ખુશ જોવા મળશે અને તમારા પ્રત્યે તેમનો પ્રેમ વધુ વધશે.
કુંભ (Aquarius)
પાર્ટનર સાથેના તમારા જૂના વિવાદો પૂરા થશે, આજનો દિવસ સારો છે. આજે આપ બંને વચ્ચે પરસ્પર તાલમેલ બનશે. ઘરેલુ કામોમાં આજે તમારો પાર્ટનર તમારો સહયોગ માગી શકે છે તથા પોતાની ભૂલો માટે તમારી પાસે માફી માગી શકે છે. એવામાં તમારે પણ આગળ વધીને જૂની વાતો ભૂલી જવી જોઈએ.
મીન (Pisces)
લવ પાર્ટનર સાથે આજનો દિવસ સારો રહેશે. આજે આપ બંને કોઈ લાંબી યાત્રા પર જઈ શકો છો. પરિવાર સાથે દિવસને એન્જોય કરવાના છો. હવામાનની દ્રષ્ટિએ દિવસ સારો રહેશે, છતાં મુસાફરી દરમિયાન સાવચેતી રાખવી અને સ્વાસ્થ્યનું ધ્યાન રાખવું.
જો તમને આ લેખ પસંદ આવ્યો હોય, તો પછી તેને શેર કરવાનું ભુલશો નહીં. આવા વધુ લેખો વાંચવા માટે ગુજરાતી જાગરણ સાથે જોડાયેલા રહો.
Disclaimer: આ લેખમાં સમાવિષ્ટ કોઈપણ માહિતી/સામગ્રી/ગણતરીની ચોકસાઈ અથવા વિશ્વસનીયતાની ખાતરી આપવામાં આવતી નથી. આ માહિતી વિવિધ માધ્યમો / જ્યોતિષીઓ / પંચાંગો / પ્રવચનો / માન્યતાઓ / શાસ્ત્રોમાંથી એકત્રિત કરીને તમારા સુધી લાવવામાં આવી છે. અમારો હેતુ માત્ર માહિતી પ્રસારિત કરવાનો છે, તેના વપરાશકર્તાઓએ તેને માત્ર માહિતી તરીકે લેવી જોઈએ. વધુમાં, વપરાશકર્તા પોતે તેના કોઈપણ ઉપયોગ માટે જવાબદાર રહેશે. ગુજરાતી જાગરણ આની પુષ્ટિ કરતુ નથી. તમારો અભિપ્રાય અમને gujaratijagran@jagrannewmedia.com પર મોકલી શકો છો.
