Love Rashifal 28 November 2026 in Gujarati (લવ રાશિફળ): નવા દિવસની શરૂઆત સાથે જ પ્રેમી પંખીડાઓ અને પરિણીત યુગલોમાં પોતાની લવ લાઈફમાં આજે કેવા પરિવર્તનો આવશે, તે જાણવાની ઉત્સુક્તા રહેતી હોય છે. આજે 28 નવેમ્બર, શનિવારનો દિવસ કેટલીક રાશિઓ માટે રોમાન્સ અને ખુશીઓથી ભરેલો રહેવાનો છે.
જ્યારે કેટલીક રાશિના જાતકોએ આજે પોતાના સબંધોમાં થોડા સંયમ સાથે સમજદારી દાખવવાની જરૂર પડશે. તો ચાલો જાણીતા જ્યોતિષાચાર્ય હર્ષિત શર્મા પાસેથી જાણીએ મેષથી માંડીને મીન સુધીની તમામ 12 રાશિઓ માટે લવ લાઈફની દ્રષ્ટિએ આજનો દિવસ કેવો રહેશે?
મેષ (Aries)
પોતાના પાર્ટનર સાથે આજનો દિવસ સારો રહેશે. આજે પરિવાર સાથે સમય વિતાવવાની ઉત્તમ તક મળશે અને ઘરે રહીને જ આપ આજે દિવસને એન્જોય કરવાના છો. પોતાના પાર્ટનર સાથે સંબંધો સારા રહેશે અને ઘરમાં કોઈ માંગલિક કાર્યના યોગ બનશે.
વૃષભ (Taurus)
પોતાના પાર્ટનર સાથે આજનો દિવસ સારો રહેશે. પાર્ટનર સાથેના જૂના વિવાદો પૂરા થશે અને ઘરમાં માહોલ શાનદાર રહેશે. આજે ઘરે મૌજ-મસ્તી સાથે દિવસ વિતશે અને તમારો પાર્ટનર આજે તમારાથી ખુશ જોવા મળશે.
મિથુન (Gemini)
લવ પાર્ટનર સાથે આજનો દિવસ વિવાદોથી ભરેલો રહેશે. કેટલીક ઘરેલુ બાબતોને લઈને આપસી મતભેદ વધી શકે છે. જોકે એ વાતનું ખાસ ધ્યાન રાખવું કે તમારા વિવાદથી પાર્ટનરના સન્માનને કોઈ ઠેસ ન પહોંચે.
કર્ક (Cancer)
આજે પોતાના લવ પાર્ટનર સાથે દિવસ સારો રહેશે. આજે લાંબી યાત્રા પર જવાનો યોગ બની શકે છે અને ઘણા સમય પછી પોતાના પાર્ટનર સાથે ક્યાંક બહાર જવાની તક મળશે. દિવસ સારો રહેશે, છતાં પાર્ટનર સાથે નાની-મોટી નોક-ઝોક બની રહેશે.
સિંહ (Leo)
લવ પાર્ટનર સાથે આજે કોઈ મોટા ફંક્શનની તૈયારીમાં તમે સહયોગ કરી શકો છો. આજે તમારી સલાહ તમારા પાર્ટનર માટે ખાસ રહેશે અને તેમના માટે કોઈ મોટો લાભ થવાનો છે. લોકો તેમના કાર્યની સરાહના કરશે.
કન્યા (Virgo)
પોતાના પાર્ટનર સાથે દિવસ સારો રહેશે. આજે ઘરમાં માંગલિક કાર્યના યોગ બનશે અને પાર્ટનર સાથે દિવસને એન્જોય કરવાના છો. ઘરમાં કોઈ સુખદ સમાચાર મળશે અને પારિવારિક લોકો સાથે પણ દિવસ સારો રહેવાનો છે.
તુલા (Libra)
આજે કોઈ કામના સિલસિલામાં પોતાના પાર્ટનર સાથે લાંબી યાત્રા પર જઈ શકો છો. આજે તમારો પાર્ટનર તમારા મહત્વપૂર્ણ કાર્યોમાં સહયોગ કરશે. દિવસ સારો છે, લાંબી યાત્રાની સાથે સાથે ઉત્તમ ભોજન અને સમય વિતાવવાની તક મળશે.
વૃશ્ચિક (Scorpio)
આજે તમારો પાર્ટનર તમારા વ્યવહારને લઈને તમારાથી નારાજ થઈ શકે છે. પોતાના વ્યવહારમાં થોડું પરિવર્તન લાવીને પોતાના પાર્ટનરને મનાવી શકો છો. પાર્ટનરના સન્માનનું ધ્યાન રાખવું તમારા માટે સારું રહેશે, જેનાથી તેમના મનમાં તમારા પ્રત્યે સન્માન વધશે.
ધન (Sagittarius)
તમારા પાર્ટનર આજે તમારી સાથે જૂની વાતોને લઈને ઝઘડો કરી શકે છે. કેટલીક વાતોને લઈને તમારો પાર્ટનર આજે તમારા પર શંકા કરી શકે છે, જેથી આપ બંને વચ્ચે આપસી મતભેદ વધી શકે છે. કોઈ ત્રીજો વ્યક્તિ આપના આ ઝઘડાનો ફાયદો ઉઠાવી શકે છે.
મકર (Capricorn)
આજે પોતાના નારાજ પાર્ટનરને મનાવવા માટે તમે કોઈ સુંદર ભેટ (ગિફ્ટ) આપી શકો છો અથવા પોતાના પાર્ટનર સાથે યાત્રા પર જઈ શકો છો. આજનો દિવસ પોતાના પાર્ટનર સાથે વિતાવવો તમારા સંબંધોમાં લાભ આપશે અને આપસી સંબંધ વધુ મજબૂત બનશે.
કુંભ (Aquarius)
તમારો લવ પાર્ટનર આજે તમારી સાથે કેટલીક પર્સનલ વાતો શેર કરી શકે છે. એવામાં તમારો પાર્ટનર પોતાની પર્સનલ વાતોને સિક્રેટ રાખવાનું કહી શકે છે. તમારે તેમની ભાવનાઓનું સન્માન કરવું પડશે અને તેમની પર્સનલ વાતો પ્રત્યે પોતાની જવાબદારી નિભાવવી તમારા માટે સારી રહેશે.
મીન (Pisces)
આજે તમારો પાર્ટનર તમારી પાસે ઘરેલુ કામોમાં સહયોગ લઈ શકે છે. આર્થિક દ્રષ્ટિએ પણ આજે તમારો પાર્ટનર તમારી પાસે મદદ માગી શકે છે, તેથી તેમની આર્થિક મદદ કરવી તમારા માટે સારી રહેશે. આજે કોઈ મોટા ફંક્શનમાં પોતાના પાર્ટનર સાથે સામેલ થઈ શકો છો.
જો તમને આ લેખ પસંદ આવ્યો હોય, તો પછી તેને શેર કરવાનું ભુલશો નહીં. આવા વધુ લેખો વાંચવા માટે ગુજરાતી જાગરણ સાથે જોડાયેલા રહો.
Disclaimer: આ લેખમાં સમાવિષ્ટ કોઈપણ માહિતી/સામગ્રી/ગણતરીની ચોકસાઈ અથવા વિશ્વસનીયતાની ખાતરી આપવામાં આવતી નથી. આ માહિતી વિવિધ માધ્યમો / જ્યોતિષીઓ / પંચાંગો / પ્રવચનો / માન્યતાઓ / શાસ્ત્રોમાંથી એકત્રિત કરીને તમારા સુધી લાવવામાં આવી છે. અમારો હેતુ માત્ર માહિતી પ્રસારિત કરવાનો છે, તેના વપરાશકર્તાઓએ તેને માત્ર માહિતી તરીકે લેવી જોઈએ. વધુમાં, વપરાશકર્તા પોતે તેના કોઈપણ ઉપયોગ માટે જવાબદાર રહેશે. ગુજરાતી જાગરણ આની પુષ્ટિ કરતુ નથી. તમારો અભિપ્રાય અમને gujaratijagran@jagrannewmedia.com પર મોકલી શકો છો.
