Janmashtami 2024 Date: આ વર્ષે ક્યારે આવે છે જન્માષ્ટમી ? જાણો શુભ મુહૂર્ત, પૂજા અને ઉપવાસનું મહત્વ

Krishna Janmashtami 2024 Date: હિન્દુ ધર્મમાં જન્માષ્ટમીનું વિશેષ મહત્વ છે.જેને શ્રીકૃષ્ણના જન્મદિવસ તરીકે ઉજવવામાં આવે છે. કહેવાય છે કે આ દિવસે શ્રી કૃષ્ણની પૂજા કરવામાં આવે તો દરેક પ્રકારની સમસ્યાઓથી મુક્તિ મળે છે. તો ચાલો જાણીએ કે આ વર્ષે કૃષ્ણ જન્માષ્ટમી ક્યારે ઉજવાશે ?

By: Kajal ChauhanEdited By: Kajal Chauhan Publish Date: Mon 29 Jul 2024 05:38 PM (IST)Updated: Mon 29 Jul 2024 05:39 PM (IST)
krishna-janmashtami-2024-date-time-shubh-muhurat-history-significance-rituals-and-more-in-gujarati-371323

Krishna Janmashtami 2024 Date: પંચાગ પ્રમાણે ભાદ્રપદ મહિનાની કૃષ્ણ પક્ષની અષ્ટમી તિથિએ જન્માષ્ટમી ઉજવવામાં આવે છે. ધાર્મિક માન્યતાઓ અનુસાર આ ખાસ દિવસે ભગવાન શ્રી કૃષ્ણની પૂજા કરવાથી જીવનમાં દરેક પ્રકારની સમસ્યાઓ દૂર થાય છે અને સુખ-સમૃદ્ધિના આશીર્વાદ મળે છે.

ક્યારે છે જન્માષ્ટમી અને તેનું શુભ મુહૂર્ત

  • પંચાગ પ્રમાણે જન્માષ્ટમી ભાદ્રપદ મહિનાના કૃષ્ણ પક્ષની અષ્ટમી તિથિ 26 ઓગસ્ટના રોજ સવારે 03:40 વાગ્યે શરૂ થશે અને 27 ઓગસ્ટના રોજ સવારે 02:19 વાગ્યે સમાપ્ત થશે. એટલે કે 26 ઓગસ્ટ 2024ના રોજ કૃષ્ણ જન્માષ્ટમીનો ઉપવાસ રાખી શકાશે.
  • આ ખાસ દિવસે મધ્યરાત્રિનું મુહૂર્ત 27મી ઓગસ્ટના રોજ સવારે 12:25 મિનિટનું છે અને પૂજા માટેનો શુભ સમય સવારે 12:02થી 12:45ની વચ્ચે રહેશે. 27 ઓગસ્ટના રોજ સવારે 05:55 વાગ્યા પછી ઉપવાસ તોડી શકાશે.

કેવી રીતે કરવી જોઈએ પૂજા ?
જન્માષ્ટમીના દિવસે કાનુડાને ચંદન અથવા કેસરનું તિલક લગાવવું જોઈએ. પંચામૃતથી સ્નાન કરાવ્યા બાદ કૃષ્ણને નવા વસ્ત્રો પહેરાવવા જોઇએ. આ સાથે મોરપંખ કે વાંસળી પણ તેમની સાથે મુકવી જોઇએ. કેમકે આ બંને તેમની પ્રિય વસ્તુઓ છે. પ્રસાદમાં કાકડી અથવા માખણ કે પંજરી પણ ધરાવી શકાય છે.

ઉપવાસ દરમિયાન શું ધ્યાન રાખવું જોઇએ ?
શાસ્ત્રો પ્રમાણે આ ખાસ દિવસે ભગવાન શ્રી કૃષ્ણની પૂજા કરવાથી જીવનમાં દરેક પ્રકારની સમસ્યાઓ દૂર થાય છે અને સુખ-સમૃદ્ધિના આશીર્વાદ મળે છે. જન્માષ્ટમી વ્રતના દિવસે ભોજનની મનાઈ છે. ઉપરાંત જન્માષ્ટમીનો ઉપવાસ અષ્ટમી તિથિ સમાપ્ત થયા પછી જ તોડવો જોઈએ. ઉપવાસ દરમિયાન વ્યક્તિએ મનમાં કોઈ નકારાત્મક વિચારો ન કરવા જોઈએ. માંસ, દારૂ, ડુંગળી, લસણ વગેરેના સેવનથી દૂર રહેવું જોઈએ.