Jaya Parvati Vrat 2025: ક્યારે છે જયા પાર્વતી વ્રત 2025, જાણો કેવી રીતે કરવું

આ વર્ષે જયા પાર્વતી વ્રત 9 જુલાઈથી શરૂ થશે. આ વ્રત પાંચ દિવસ સુધી કરવામાં આવે છે. આ વ્રતમાં કન્યાઓ શિવ પાર્વતીની પૂજા કરે છે. વ્રત દરમ્યાન એકટાણું કરવામાં આવે છે.

By: Kajal ChauhanEdited By:Kajal ChauhanPublish Date: Thu, 26 Jun 2025 04:16 PM (IST)Updated: Thu, 26 Jun 2025 04:16 PM (IST)
jaya-parvati-vrat-2025-start-and-end-date-puja-rituals-story-and-significance

Jaya Parvati Vrat 2025 Date: અષાઢ મહિનામાં અનેક વાર વ્રત તહેવારો આવતાં હોય છે. જેનું હિંદુ ધર્મમાં મહત્વ જણાવવામાં આવ્યું છે. આ મહિનામાં જયા પાર્વતી વ્રત પણ આવે છે. ચાલો જાણીએ જયા પાર્વતી વ્રતનું મહત્વ અને તેને કરવાની વિધિ...

ક્યારે છે જયા પાર્વતી વ્રત

આ વર્ષે જયા પાર્વતી વ્રત 9 જુલાઈથી શરૂ થશે. આ વ્રત પાંચ દિવસ સુધી કરવામાં આવે છે. આ વ્રતમાં કન્યાઓ શિવ પાર્વતીની પૂજા કરે છે. વ્રતના અંતમાં આખી રાતનું જાગરણ કરી વ્રત પૂર્ણ કરવામાં આવે છે. આ વ્રત પાંચ વર્ષ સુધી કરવામાં આવે છે. ત્યારબાદ વ્રતની ઉજવણી કરવામાં આવે છે.

જયા પાર્વતી વ્રત કેવી રીતે કરવું

વહેલી સવારે સ્નાન કરીને શિવ પાર્વતીની મૂર્તિ અથવા ફોટો સ્થાપિત કરવો. ગણેશ પૂજા કરી પછી શિવ પાર્વતીને દૂધ, પાણી, બિલિપત્ર, કુમકુમ, કસ્તુરી અને ફૂલ ચઢાવી પૂજા કરવામાં આવે છે. વ્રત દરમ્યાન એકટાણું કરવામાં આવે છે. ફળ-દૂધ દહીં, ફ્રુટ જ્યુસ, ડ્રાયફ્રુટ ખાઈ શકાય.

Disclaimer: આ લેખમાં સમાવિષ્ટ કોઈપણ માહિતી/સામગ્રી/ગણતરીની ચોકસાઈ અથવા વિશ્વસનીયતાની ખાતરી આપવામાં આવતી નથી. આ માહિતી વિવિધ માધ્યમો / જ્યોતિષીઓ / પંચાંગો / પ્રવચનો / માન્યતાઓ / શાસ્ત્રોમાંથી એકત્રિત કરીને તમારા સુધી લાવવામાં આવી છે. અમારો હેતુ માત્ર માહિતી પ્રસારિત કરવાનો છે, તેના વપરાશકર્તાઓએ તેને માત્ર માહિતી તરીકે લેવી જોઈએ. વધુમાં, વપરાશકર્તા પોતે તેના કોઈપણ ઉપયોગ માટે જવાબદાર રહેશે. ગુજરાતી જાગરણ આની પુષ્ટિ કરતુ નથી. તમારો અભિપ્રાય અમને gujaratijagran@jagrannewmedia.com પર મોકલી શકો છો.