Chandra Grahan 2025: આજે અનંતચૌદશ બાદ ગ્રહણનો આરંભ, 85 વર્ષ બાદ 5.25 કલાકનું લાંબુ ચંદ્રગ્રહણ, જાણો કઈ 4 રાશિઓ માટે છે શુભ

ગણેશ વિસર્જન એટલે કે અનંતચૌદશ બાદ તરત જ આવતા આ ગ્રહણ સાથે શ્રાદ્ધ પક્ષનો પણ પ્રારંભ થશે. આ ગ્રહણ ભારતમાં દેખાશે, જેથી તેની ધાર્મિક અસરોનું પાલન કરવું જરૂરી રહેશે.

By: Kishan PrajapatiEdited By: Kishan Prajapati Publish Date: Sat 06 Sep 2025 11:11 AM (IST)Updated: Sat 06 Sep 2025 11:12 AM (IST)
chandra-grahan-2025-5-hour-25-minute-lunar-eclipse-after-85-years-auspicious-for-these-4-zodiac-signs-598341
HIGHLIGHTS
  • ભાદરવી પૂનમના દિવસે મા અંબાનો પ્રાગટ્ય દિવસ હોવા છતાં ગ્રહણનો પ્રારંભ થવાથી ભક્તોમાં પૂજા-પાઠ અને દર્શન માટે ખાસ ધ્યાન રાખવું પડશે.
  • ગ્રહણ રાત્રે 21:00 વાગ્યે શરૂ થઈને મોડી રાત્રે 26:25 વાગ્યે પૂર્ણ થશે, જે કુલ 5 કલાક અને 25 મિનિટનો સમયગાળો છે.

Lunar Eclipse 2025: વિક્રમ સંવત 2081નું ત્રીજું અને સૌથી લાંબું ગ્રહણ, ખગ્રાસ ચંદ્રગ્રહણ, આગામી રવિવારે ભાદરવી પૂનમના દિવસે જોવા મળશે. ગણેશ વિસર્જન એટલે કે અનંતચૌદશ બાદ તરત જ આવતા આ ગ્રહણ સાથે શ્રાદ્ધ પક્ષનો પણ પ્રારંભ થશે. જ્યોતિષાચાર્યના મતે, આ ગ્રહણ ભારતમાં દેખાશે, જેથી તેની ધાર્મિક અસરોનું પાલન કરવું જરૂરી રહેશે. મહત્ત્વનું છે કે, ભાદરવી પૂનમના દિવસે મા અંબાનો પ્રાગટ્ય દિવસ હોવા છતાં ગ્રહણનો પ્રારંભ થવાથી ભક્તોમાં પૂજા-પાઠ અને દર્શન માટે ખાસ ધ્યાન રાખવું પડશે.

આ વર્ષના ગ્રહણની સૌથી મોટી ખાસિયત એ છે કે તેનો સમયગાળો ઘણો લાંબો છે. ગ્રહણ રાત્રે 21:00 વાગ્યે શરૂ થઈને મોડી રાત્રે 26:25 વાગ્યે પૂર્ણ થશે, જે કુલ 5 કલાક અને 25 મિનિટનો સમયગાળો છે. આટલો લાંબો ગ્રહણકાળ છેલ્લા 85 વર્ષમાં જોવા મળ્યો નથી. સામાન્ય રીતે ગ્રહણનો સમયગાળો 35થી 45 મિનિટનો જ હોય છે, જ્યારે આ વર્ષે બંને ગ્રહણનો સમયગાળો સરેરાશ 3.30થી 5.27 કલાકનો રહેશે.

ગ્રહણની અસરો અને રાશિ પર તેની અસર

જ્યોતિષાચાર્યએ જણાવ્યા મુજબ, ગ્રહણનો આ લાંબો સમયગાળો દેશના અર્થતંત્ર, વિદેશ નીતિ અને રાજકીય સીમાઓમાં મોટા પરિવર્તનો લાવી શકે છે. બેન્કિંગ વ્યવહારોને બદલે જૂની સાટા પદ્ધતિઓ ફરી પ્રચલિત થાય તેવા યોગ સર્જાઈ રહ્યા છે.

જોકે, આ ગ્રહણ તમામ રાશિઓ માટે અશુભ નથી. મેષ, વૃષભ, કન્યા અને ધન રાશિના જાતકો માટે આ ગ્રહણ અત્યંત શુભ ફળદાયી રહેશે. આ રાશિના જાતકોને આકસ્મિક આર્થિક લાભ થઈ શકે છે અને આવકના નવા સ્ત્રોત ઊભા થશે. જ્યારે અન્ય આઠ રાશિઓ - મિથુન, કર્ક, સિંહ, તુલા, વૃશ્ચિક, મકર, કુંભ અને મીન - માટે આ ગ્રહણ અશુભ સાબિત થઈ શકે છે, જેમાં આર્થિક નુકસાનની શક્યતા છે.