Gauri Vrat 2025: ક્યારે છે ગૌરી વ્રત 2025, જાણો શા માટે ઉજવવામાં આવે છે?

આ વર્ષે 6 જુલાઈથી ગૌરી વ્રત શરૂ થાય છે. આ વ્રત પાંચ દિવસ સુધી કરવામાં આવે છે. ગૌરી વ્રતને મોળાકત વ્રત તરીકે પણ ઓળખવામાં આવે છે.

By: Kajal ChauhanEdited By:Kajal ChauhanPublish Date: Thu, 26 Jun 2025 04:01 PM (IST)Updated: Thu, 26 Jun 2025 04:07 PM (IST)
gauri-vrat-2025-start-and-end-date-puja-rituals-story-and-significance-of-jaya-parvati-vrat

Gauri Vrat 2025 Date, ગૌરી વ્રત 2025: અષાઢ મહિનામાં અનેક વાર વ્રત તહેવારો આવતાં હોય છે. જેનું હિંદુ ધર્મમાં મહત્વ જણાવવામાં આવ્યું છે. આ મહિનામાં ગૌરી વ્રત પણ આવે છે. આ વ્રત ખાસ કરીને ગુજરાતમાં ઉજવવામાં આવે છે. આ વ્રતમાં શિવ પાર્વતીની પૂજા કરવામાં આવે છે. નાની બાળકીઓ આ વ્રત કરતી હોય છે. ચાલો જાણીએ ગૌરી વ્રતનું કરવાની પૂજા વિધિ

ક્યારે છે ગૌરી વ્રત (Gauri Vrat 2025)

આ વર્ષે 6 જુલાઈથી ગૌરી વ્રત શરૂ થાય છે. આ વ્રત પાંચ દિવસ સુધી કરવામાં આવે છે. ગૌરી વ્રતને મોળાકત વ્રત તરીકે પણ ઓળખવામાં આવે છે. આ વ્રતના પાંચ દિવસ સુધી કન્યાઓ મીઠાંવાળુ ભોજન ગ્રહણ નથી કરતી. ચોમાસાની સિઝનમાં જ્યારે બાળકો ગમે તે ખાઈ લેતા હોય છે જે તબિયત બગાડે છે. ત્યારે નાની ઉંમરથી બાળકો હવે ઉપવાસનું મહત્વ સમજે તે માટે પણ આ વ્રત કરવામાં આવે છે.

જ્વારાની પૂજા કરે છે બાળકીઓ

એવી માન્યતા છે કે ઈચ્છિત વર મેળવવા માટે કન્યાઓ આ વ્રત કરે છે જો કે સમય સાથે હવે તેનું રુપ બદલાયું છે. આ સમયે નાની બાળકીઓ જ્વારા વાવે છે અને દરરોજ તેની પૂજા કરે છે જે પ્રકૃતિ સાથે બાળકોને જોડવાનો એક હેતું છે. છેલ્લા દિવસે 12 વાગ્યા સુધી જાગરણ કરવામાં આવે છે. જાગરણને ભેજવાળી સિઝનમાં શરીર અને મન માટે લાભકારક માનવામાં આવે છે. ગૌરી વ્રત કરવાથી જીવનમાં સુખ-સમૃદ્ધિ આવે છે.

Disclaimer: આ લેખમાં સમાવિષ્ટ કોઈપણ માહિતી/સામગ્રી/ગણતરીની ચોકસાઈ અથવા વિશ્વસનીયતાની ખાતરી આપવામાં આવતી નથી. આ માહિતી વિવિધ માધ્યમો / જ્યોતિષીઓ / પંચાંગો / પ્રવચનો / માન્યતાઓ / શાસ્ત્રોમાંથી એકત્રિત કરીને તમારા સુધી લાવવામાં આવી છે. અમારો હેતુ માત્ર માહિતી પ્રસારિત કરવાનો છે, તેના વપરાશકર્તાઓએ તેને માત્ર માહિતી તરીકે લેવી જોઈએ. વધુમાં, વપરાશકર્તા પોતે તેના કોઈપણ ઉપયોગ માટે જવાબદાર રહેશે. ગુજરાતી જાગરણ આની પુષ્ટિ કરતુ નથી. તમારો અભિપ્રાય અમને gujaratijagran@jagrannewmedia.com પર મોકલી શકો છો.