Ganpati Visarjan Muhurat 2025: ઘર પર ગણેશ વિસર્જન કરી રહ્યા છો? જાણો મુહૂર્તનો સમય અને નિયમો

ગણેશ વિસર્જન 6 સપ્ટેમ્બરના રોજ ઉજવવામાં આવશે. જે 7 સપ્ટેમ્બરના રોજ મોડી રાત્રે 01 વાગ્યેને 41 મિનિટે સમાપ્ત થશે.

By: Kajal ChauhanEdited By: Kajal Chauhan Publish Date: Wed 03 Sep 2025 03:55 PM (IST)Updated: Wed 03 Sep 2025 03:55 PM (IST)
ganpati-visarjan-2025-shubh-muhurat-important-things-to-keep-in-mind-for-lord-ganesha-blessings-596654

Ganpati Visarjan Muhurat 2025: અનંત ચતુર્દશીનું વિશેષ મહત્વ છે, આ દિવસે ભગવાન ગણેશજીનું વિસર્જન કરાય છે. ધાર્મિક માન્યતા અનુસાર ગણેશ પૂજનથી સાધકના જીવનમાં આવતી બાધાઓ દૂર થાય છે અને સુખ-શાંતિ આવે છે. આજકાલ ઘણા લોકો પોતાના ઘરે જ ગણેશ વિસર્જન કરે છે, જો કે આ માટે કેટલીક વસ્તુનું ધ્યાન રાખવું જોઈએ.

ક્યારે છે ગણેશ વિસર્જન 2025

વૈદિક પંચાંગ અનુસાર ગણેશ વિસર્જન 6 સપ્ટેમ્બરના રોજ ઉજવવામાં આવશે. ભાદ્રપદ મહિનાના શુક્લ પક્ષની ચતુર્દશી તિથિ 06 સપ્ટેમ્બરના રોજ મોડી રાત્રે 03 વાગ્યેને 12 મિનિટે શરૂ થઈને 07 સપ્ટેમ્બરના રોજ મોડી રાત્રે 01 વાગ્યેને 41 મિનિટે સમાપ્ત થશે.

ગણેશ વિસર્જન માટેના શુભ મુહૂર્ત

  • પ્રાતઃ મુહૂર્ત: 6 સપ્ટેમ્બરના રોજ સવારે 07:36 થી 09:10 સુધી
  • અપરાહન મુહૂર્ત: 6 સપ્ટેમ્બરના રોજ બપોરે 12:19 થી 05:02 સુધી
  • સંધ્યા મુહૂર્ત: 6 સપ્ટેમ્બરના રોજ સાંજે 06:37 થી 08:02 સુધી
  • રાત્રિ મુહૂર્ત: 7 સપ્ટેમ્બરના રોજ 09:28 થી 01:45 સુધી
  • ઉષાકાલ - 7 સપ્ટેમ્બરના રોજ 04:36 થી 06:02 સુધી

ગણેશ વિસર્જન કરતી વખતે શું ધ્યાનમાં રાખવું

  • વિસર્જનના દિવસે શુભ મુહૂર્તમાં ભગવાન ગણેશની પૂજા-અર્ચના કરો.
  • દેશી ઘીનો દીવો પ્રગટાવી આરતી કરો, મંત્રોનો જાપ કરી ફળ અને મોદકનો ભોગ લગાવો.
  • પ્રભુ પાસે જીવનમાં સુખ-શાંતિની કામના કરો.
  • એક ટબમાં જળ ભરી તેમાં ગંગાજળ અને ફૂલ ઉમેરો.
  • ગણપતિ બાપ્પા પાસે જાણે-અજાણે થયેલી ભૂલો માટે ક્ષમા યાચના માંગો.
  • ત્યારબાદ ગણપતિ બાપ્પાનું વિસર્જન કરી, આવતા વર્ષે જલ્દી આવવા માટે પ્રાર્થના કરો.
  • ગણેશ વિસર્જન સમયે કાળા રંગના વસ્ત્રો ધારણ ન કરો.
  • વિસર્જનની માટી અને જળને વૃક્ષ-છોડમાં નાખી દો.
  • કોઈની સાથે વાદ-વિવાદ ન કરો કે કોઈના વિશે ખરાબ વિચાર ન રાખો.