Dussehra 2025 Shubh Muhurat: આજે દશેરા છે. આ તહેવારને જીતનું સૌથી મોટું પ્રતીક માનવામાં આવે છે. રામાયણની કથા અનુસાર આ દિવસે ભગવાન શ્રીરામે રાવણનો વધ કર્યો હતો, અને ત્યારથી દશેરાની ઉજવણી કરવાની પરંપરા શરૂ થઈ. આ દિવસે સમગ્ર દેશમાં રાવણના પૂતળાનું દહન કરવામાં આવે છે. ભારતના જુદા જુદા ભાગોમાં દશેરા અલગ અલગ સ્વરૂપે ઉજવવામાં આવે છે; ક્યાંક રામલીલાનું મંચન થાય છે તો ક્યાંક દુર્ગા પૂજાનું સમાપન આ દિવસે થાય છે. ચાલો જાણીએ આજના શુભ મુહૂર્ત
દશેરા 2025 તિથિ અને શુભ મુહૂર્ત
પંચાંગ અનુસાર અશ્વિન માસની દશમી તિથિ 1 ઓક્ટોબર 2025ના રોજ સાંજે 7:01 વાગ્યે શરૂ થશે અને 2 ઓક્ટોબરના રોજ સાંજે 7:10 વાગ્યે સમાપ્ત થશે.
દશેરા પૂજન મુહૂર્ત
2 ઓક્ટોબરે બપોરે 2:09 થી 2:56 સુધી રહેશે. આ પૂજા માટે 47 મિનિટનો સમય મળશે.
શસ્ત્ર પૂજા મુહૂર્ત
આ મુહૂર્ત ૨ ઓક્ટોબરે બપોરે 1:21 થી 3:44 સુધી રહેશે, જેનો સમયગાળો 2 કલાક 22 મિનિટનો છે.
સોનું અને વાહન ખરીદી મુહૂર્ત
આ દિવસે વાહન ખરીદવા માટે સવારે 10:41 થી બપોરે 1:39 સુધીનો શુભ સમય છે.
રાવણ દહન શુભ મુહૂર્ત
દશેરા અથવા વિજયાદશમીના દિવસે રાવણ દહન હંમેશા પ્રદોષ કાળમાં કરવામાં આવે છે. પ્રદોષ કાળનો સમય સૂર્યાસ્ત પછી શરૂ થાય છે. 2 ઓક્ટોબરે સૂર્યાસ્ત સાંજે 6:05 વાગ્યે થશે અને તે પછી રાવણ દહન કાર્યક્રમ શરૂ થશે.
દશેરા 2025ના ખાસ ઉપાય
સુખ-સમૃદ્ધિ માટે દશેરાના દિવસે ઘરમાં શમીના છોડની પૂજા કરવી ખૂબ જ શુભ માનવામાં આવે છે. તેનાથી ઘરમાં બરકત અને સુખ-સમૃદ્ધિ આવે છે. સાંજના સમયે છોડની નીચે ઘીનો દીવો પ્રગટાવવો જોઈએ. જો જીવનમાં આર્થિક સમસ્યાઓ ચાલી રહી હોય, તો આ દિવસે સુંદરકાંડ અથવા શ્રી રામચરિતમાનસનો પાઠ અવશ્ય કરવો. આ ઉપાય કરવાથી માનસિક શાંતિ મળે છે અને ધીમે ધીમે આર્થિક સ્થિતિમાં સુધારો થાય છે.
